________________
પિકવિક ક્લબ ભારે મક્કમતા અને તાકાત દાખવવાં પડતાં હતાં. દરેક જણ, આગળના માણસને પોતાની ડોક ખીસામાં મૂકવા કે ઘેર મૂકીને આવવા વિનંતી કરતું હતું અને બીજી ભાતભાતની મજાક કરતું હતું. દરેક જણ પોતે ધક્કામુક્કી કર્યું જતું, અને છતાં આગળનાને કે પાસેનાને જ એ બદલ દોષ દેતું હતું. દરમ્યાન મિ. ટ૫મન ક્યાંક છૂટા પડી ગયા હતા, એથી પણ મિત્રોની ચિંતામાં સારી પેઠે વધારો થયો હતો.
પછી તે લશ્કરી બૅન્ડના સરોદ વચ્ચે પાયદળ તેમ જ ઘડેસવાર ટુકડીઓની હિલચાલ શરૂ થઈ અને ટોળામાં વધુ ઉત્તેજન અને પરિણામે વધુ ધક્કામુક્કી વ્યાપી રહ્યાં. મિ. પિકવિક બિચારા આજુબાજુની ભીડમાં અમળાઈને બેત્રણ વખત જમીનથી જ અધ્ધર થઈ ગયા અને આમથી તેમ ટલ્લે ચડ્યા. એકબે વખત તો ઘોડાઓના પગના જંગલ સુધી તે અચાનક પહોંચી ગયા.
એક હાથમાં મિ. વિંકલ અને બીજા હાથમાં મિ. સ્નડગ્રાસને પકડીને મિ. પિકવિક જરા સાંસતા થયા, એટલામાં તેમને ખબર પડી કે, કોઈ અજબ કરામતથી તે ત્રણે જણ આખા ટોળાથી છૂટા પડી, ધસારો કરતી બે ટુકડીઓની વચ્ચે જ ધકેલાઈ ગયા છે.
થોડો વિચાર કરવા ઊભા રહે, એટલામાં તો એક બાજુની ટુકડીએ જાણે એ ત્રણ જણ ઉપર નિશાન લેતા હોય તેમ બંદુક નમાવી સામટો ગોળીબાર કર્યો. ત્રણે મિત્રોના કાન એ ભયંકર અવાજથી બહેર મારી ગયા, તથા ધુમાડાથી તેમની આંખો ભરાઈ ગઈ. મિ. વિકલને તો એક જ ચિંતા સતાવવા લાગી કે ભૂલથી કોઈની બંદૂકમાં સાચી જ ગળી ભરેલી હોય અને ગમે તે બંદૂક જ તેમના ઉપર ફૂટી તે !
પરંતુ મિત્રો વધુ વિચાર કરવા થોભે એટલામાં તે એક ટુકડી તેમના ઉપર જ ધસી આવતી હોય એમ તેમને લાગ્યું. આગળના અફસરે, “હાઈ” “હેઈ કરી તેમને બાજુએ નીકળી જવા ઉતાવળે ફરમાવવા લાગ્યા. પરંતુ ગભરાઈને દોડતા તેઓ બાજુએ નીકળ્યા