________________
નવી ઓળખાણ હવેના પ્રકરણમાં વર્ણવેલી વિગતો માટે આપણે મુખ્યત્વે આપણું મિત્ર ડગ્રાસની નેંધપેથીના આભારી છીએ.
તે દિવસે રોચેસ્ટરના કેંપ પાસેના મેદાનમાં જુદી જુદી રેજિમેન્ટોની કૂચ-કવાયતનું સર-સેનાપતિ નિરીક્ષણ કરવાના હતા. નાગરિકોના મનોરંજન અર્થે, ઉપરાંતમાં, એક કામચલાઉ કિલ્લેબંદી ઊભી કરીને તેના ઉપર હુમલાની તથા તેના રક્ષણની કારવાઈ પણ કરી બતાવવાની હતી. એટલે રોચેસ્ટરના તો શું પણ આસપાસનાં કેટલાંય શહેરોના લેકે વાહનમાં બેસી ત્યાં ખડકાયે જતા હતા.
મિ. પિકવિક લશ્કરી કવાયતોના તેમ જ લશ્કરના પોતાના ભારે પ્રશંસક ભક્ત હતા. એટલે તે તથા તેમના મિત્રો તે સ્થળે : જઈ પહોંચવા ક્યારના પગપાળા નીકળી પડડ્યા હતા.
લાઈન્સ” નામે ઓળખાતા એ મેદાન ઉપર જે ધમાલ હતી, તે ઉપરથી લાગતું જ હતું કે, આજનો સમારંભ ભારે દબદબાભર્યો તથા અગત્યનો નીવડવાની વકી હતી. ચારે તરફ સંત્રીઓ ગોઠવાઈ ગયા હતા, તથા તપખાનાં ખડાં કરી દેવાયાં હતાં. કર્નલ બુલ્ડર પિતાની પૂરી લશ્કરી વર્દીમાં, પૂરેપૂરા શસ્ત્રસજજ થઈ ઘોડા ઉપર આમથી તેમ દોડાદોડ કરીને જાત-દેખરેખ રાખી રહ્યા હતા.
મિ. પિકવિક તેમના ત્રણ મિત્રો સાથે ટોળાની આગળની હરળમાં ગોઠવાઈ ગયા, અને સમારંભ શરૂ થાય તેની આતુરતાથી રાહ જેવા લાગ્યા. પરંતુ પોતાનું તે સ્થાન ટકાવી રાખવા માટે તેમને પાછળથી આવતા અને બાજુએથી આવતા જોરદાર હડદલાઓ સામે
જી