________________
તકરારને અંત તમે કાલે નૃત્યસમારંભમાં હાજર હતા કે નહિ, એ સાચેસાચું કહી દો!”
મિ. ટ૫મને મિ. પિકવિક તરફ ગુનેગારની રીતે જોતાં જોતાં ડોકું ધુણાવી હા પાડી.
“અને પેલે માણસ કાલે તમારી સાથે હતો કે નહિ?” મિટ૫મને તે વાતની પણ હા પાડી.
ડોક્ટરે તરત જ પેલા અજાણ્યા તરફ ફરીને પૂછયું, “બેલો, સાહેબ, હવે આ બધા સંગ્રહસ્થાની સમક્ષ પણ તમે તમારું કાર્ડ મને આપવા કબૂલ થાઓ છે કે કેમ? જો તમે એમ કરવા કબૂલ થશે, તો હું તમારી સાથે સદ્ગસ્થની રીતે વર્તીશ; નહીં તો મારે અહીં ને અહીં તમને એક તુચ્છ પ્રાણીની પેઠે ફટકારવા પડશે.”
ભે, થે, સાહેબ; કશા ખુલાસા વિના મારાથી આ બધું આ રીતે આગળ વધવા દઈ શકાશે નહિ.” મિ. પિકવિક બેલી ઊઠયા; “તમે ટપદન, જાણુતા છે તે બધી વિગતો મને કહી સંભળાવો જોઉં.”
મિ. ટ૫મને પિતાના નેતાને હુકમ થતાં, ગઈ રાતની વિગતો ટૂંકમાં કહી સંભળાવી, અને ડરતાં ડરતાં મિવિકલને કોટ તેમને પૂછળ્યા વિના પહેરવા કાઢી આપ્યાની વાત પણ કરી. અને બાકીની વાતને વિશેષ ખુલાસ પેલે કાચ-ગાડી વાળે મિત્ર જ કરશે એવી આશાથી તેમણે તેની સામું જોયું.
પણ એટલામાં તો ડોકટરના ટેકેદારે એ અજાણ્યા સામું તાકીને જોઈ કઈક તુચ્છકારથી પૂછયું, “મેં તમને થિયેટરમાં જોયા છે, એ સાચું?”
“જરૂર.” પેલાએ જરાય છપાયા વિના જવાબ આપ્યો. , “અરે એ તે છૂટક કામ કરતો જંગમ નટ છે,” ટેકેદારે ડૉક્ટર સ્લેમર તરફ ફરીને કહ્યું – “અને આવતી કાલે રાતે બાવનમી રેજિમેન્ટના અફસરેએ જે ખેલ રોચેસ્ટર થિયેટરમાં ગોઠવ્યો છે, એ