________________
તકરારને અંત કરુણ કથની કહેવાની શરૂઆત જ કરવા જતા હતા. તે હવે સૌની વિનંતીથી તેમણે આગળ ચલાવી. “ગમે તેટલી હડધૂત થવા છતાં, તથા કાયમની તંગી વેઠવા છતાં, તે સ્ત્રી, મારો મિત્ર જ્યારે વ્યસન અને તંગીથી ઘસાઈને આખરી પથારીએ પડયો, ત્યારે જાત-મહેનતથી એ દારૂડિયા વ્યસનીને ઉપચાર તથા ભરણપોષણ કરવા લાગી. તે
પણ કરણતા એ હતી કે, એ સ્ત્રીની ભાવભરી દુઃખી આંખો સામું જોવું જ તે માણસને માટે મુશ્કેલ બની ગયું હતું અને તે બાઈ દવા પાવા કે ખાન-પાનનું પૂછવા પાસે આવતી કે તે વધુ ગુસ્સો કરી તેને વિશેષ હડધૂત કરતો તથા દૂર ભગાડી મૂકતો.
છેક છેવટની ઘડીએ, તે કંઈક હાશમાં આવ્યો, ત્યારે પોતે પિતાની ભલી પત્નીને આપેલ ત્રાસ તેના મનમાં ગૂંચવાતો હતો. તે એ બાઈને તથા પિતાના મિત્રને કંઈક કહેવા ગયો, પણ બેલી ન શકાયાથી છેવટે પોતાની છાતી ઉપર હાથ પછાડતો મરી ગયો. એ માણસ રંગભૂમિને સારો કલાકાર હતા, પણ દારૂના વ્યસને તેની અને તેના કુટુંબની છેક જ અવદશા કરી મૂકી હતી.”
આ કથની પૂરી થઈ એટલે મિ. પિકવિક કંઈક બેલવા જતા હતા, તેવામાં વેઈટરે આવીને જણાવ્યું કે, “કેટલાક સંગ્રહસ્થ નિમંત્રણથી પધાર્યા છે, સાહેબ.”
મિ. પિકવિકે નવાઈ પામી પોતાના મિત્રો તરફ પ્રશ્નાર્થક નજરે જોયું, તે મિ. વિંકલ તરત જ ઊભા થઈને બેલી ઊઠયા કે, “મેં તેમને આવવા નિમંત્રણ આપ્યું છે, તેમને અંદર લાવો.” અને વેઈટર તેમને તેડી લાવવા બહાર ગયે એટલામાં મિવિંકલે તે લોકોનો પરિચય આપી દીધો કે, “૯૭મી રેજિમેન્ટના અફસરે છે. આજે સવારે કંઈક વિચિત્ર રીતે મારે તેમનું એાળખાણ થયું હતું, પરંતુ તેઓ મજાના માણસો છે, અને તમને સૌને ઘણું ગમશે.”
વેઈટરે ત્રણ જણને કમરામાં દાખલ કર્યા કે તરત મિ. વિંકલે તેઓને તથા પોતાના મિત્રોને નામ દઈને અરસપરસ પરિચય કરાવવા માંડયો.