________________
૫
તકરારને અંત
મ0 પિકવિકને પિતાના બે મિત્રોની અસાધારણ ગેરહાજરીથી કંઈક ચિંતા થવા લાગી હતી; તથા આખી સવાર દરમ્યાનની તેઓની ભેદી વર્તણૂકથી તેમાં સારી પેઠે વધારે થયો હતો. તેથી
જ્યારે તેઓ પાછા આવ્યા, ત્યારે સામાન્ય કરતાં વધુ ઉત્સાહથી તેમણે તેઓને આવકાર આપ્યો તથા પિતાની સેબતમાંથી આટલો લાંબે સમય છૂટા પડવા માટે તેઓને શું કારણ મળ્યું હતું, તે તેઓને પૂછયું. - મિ. સ્નડગ્રાસ આખા પ્રસંગનું ઐતિહાસિક નિરૂપણ કરવા જતા જ હતા, પણ તેમણે જોયું કે ત્યાં મિ. ટ૫મન તથા પેલા કેચ-ગાડીવાળા સાથી ઉપરાંત બીજે એક વિચિત્ર દેખાવને અજાણ્યો માણસ હાજર હતો, એટલે તે થોભી ગયા. નો અજાણ્યો માણસ ફિકર-ચિંતાથી તવાઈ ગયેલા દેખાવનો તથા ઊંડી ઊતરી ગયેલી આંખોવાળો હતો. મિ. વિકલની આંખો પણ તેના ઉપર જ સ્થિર થઈ હતી. એટલે મિપિકવિકે તેના તરફ આંગળી કરીને કહ્યું કે, “આપણું આ કાચ-ગાડીવાળા મિત્ર – જેમનું નામ જાણવા હજુ આપણે ભાગ્યશાળી થયા નથી, તેમના એ મિત્ર છે. અમને આજે સવારે જ જાણવા મળ્યું છે કે, આપણું કાચગાડીવાળા મિત્ર અહીંની નાટ્યભૂમિ સાથે સંકળાયેલા છે– જો કે તે પોતે એ વાત બહાર જણાવવા આતુર નથી–અને આ ભાઈ પણ એ જ ધંધાના માણસ છે.”
એ “ભાઈ” આ બે જણ આવ્યા ત્યારે પિતાના એક દારૂડિયા મિત્રની, અને તેની વફાદાર સ્ત્રીની, તથા તે મિત્રે તેની કરેલી દુર્દશાની