________________
પિકવિક લગ પરંતુ તે દરમ્યાન મિ. ટપમન તથા ડોકટર સ્લેમરના મેં ઉપર થયેલા અસાધારણ ફેરફાર જોઈ તે અચાનક રોક્યા.
“ના સંગ્રહસ્થને હું પહેલાં મળ્યો છું,” ડોકટર સ્લેમરે મિત્ર ટપમન તરફ આંગળી કરીને ભારપૂર્વક જણાવ્યું.
એમ!” મિ. વિકલે નવાઈ પામી કહ્યું.
અને - અને પેલા માણસને પણ હું ઓળખું છું,” પેલા કાચગાડીવાળા સાથી તરફ આંગળી કરીને ડેકટરે કહ્યું.
અને મારી ભૂલ ન થતી હોય, તો તેને મેં ગઈ રાતે આગ્રહપૂર્વક એક બાબત માટે આમંત્રણ આપ્યું હતું, જેને ઇન્કાર કરવાનું તેણે મુનાસિબ માન્યું હતું.” આટલું કહી, ડેરે દ્વયુદ્ધ વખતે પિતાના ટેકેદાર થયેલા મિત્રને કાનમાં કંઈક કહ્યું.
તે સાલાને અહીં ને અહીં વાત લગાવી દો ને!” દ્વ-મેદાનમાં કૅપ-સ્કૂલ લઈને આવેલા ડોકટરના પેલા મિત્રે કહ્યું. - “મિત્ર જરા સાંસતા થાઓ.” “ટેકેદાર” મિત્ર કેપ-સ્કૂલને કહ્યું અને પછી નવાઈ પામી જોઈ રહેલા મિ. પિકવિક તરફ ફરીને જણાવ્યું, “સાહેબ, મને જરા કહેશે કે એ માણસ તમારી મંડળીને માણસ છે કે કેમ?”
“હરગિજ નહિ.” મિ. પિકવિકે જવાબ આપ્યો.
અને તમારી કલબનાં ખાસ બટન તે પહેરી શકે ખરો ?” “ના, ના, હરગિજ નહિ.”
ટેકેદાર મિત્રે હવે ડોક્ટર તરફ જોઈને ખભા મરડયા; એ અર્થમાં કે ડૉકટરે ગઈ રાતે જરા વધુ પીધે હશે, જેથી તે વખતે તેમના મગજનું ઠેકાણું ન રહેતાં તેમણે ગમે તે લેકે વિષે ભળતી કલ્પનાઓ કરી લઈને આ બધું રમખાણ ઊભું કર્યું હશે.
ડેક્ટર એ ચેષ્ટાને અર્થ સમજી જઈ ચિડાઈ ગયા. તેમણે તરત મિ. ટ૫મન તરફ ફરીને ધમકાવતા હોય એવા અવાજે પૂછયું–