________________
મિ. વિંકલની ખેલદિલી સવારે મળવા આવેલા અફસરે અને મિસ્નડગ્રાસે જમીન ઉપર જઈને, માપીને, બંને હરીફેને ઊભા રહેવાનું સ્થાન નક્કી કરી દીધું. ડોકટર સ્લેમર તરફથી તેમના ટેકેદાર આ અફસર ઉપરાંત, સરજન તરીકે, એક વધુ માણસ કંપ-સ્કૂલ ઉપર તૈયાર બેઠેલો હતો.
બંને ટેકેદારોએ હવે એકબીજાનાં હથિયાર, સમાન કાટીનાં છે તે નક્કી કરવું રહ્યું. પેલા અફસરે મિ. સ્નોડગ્રાસ પાસેની પિસ્તોલ કઢંગી રીતે તૈયાર કરેલી જોઈને, ખેલદિલી દાખવી, પોતાની પાસેની વધારાની ભરેલી પિસ્તોલ મિ. સ્નડગ્રાસને આપવા મરજી બતાવી. મિ. ડગ્રાસે અત્યંત તત્પરતાથી એ પિસ્તોલ પોતાના મિત્ર મિત્ર વિક્સ માટે સ્વીકારી લીધી; કારણ કે, પેલા અફસરે જ્યારે પિસ્તોલે તેમના દેખતાં ભરી, ત્યારે જ મિ. સ્નડગ્રાસને સમજાઈ ગયું હતું કે, પોતે પોતાના મિત્રની પિસ્તોલ વિચિત્ર રીતે જ ભરી હતી – અર્થાત ખોટી રીતે જ તૈયાર કરી હતી !
પછી બધી તૈયારી પૂરી થતાં, લથડિયાં ખાતા મિત્ર વિકલને, વિધિસર તેમને સ્થાને લઈ જઈ હિંમત આપી, મિ. સ્નોડગ્રાસે તેમના હાથમાં પિસ્તોલ પકડાવીને જ્યારે તેમને સ્થાને ઊભા રાખ્યા, ત્યારે એમ જ લાગતું હતું કે, મિત્ર વિકલને સામા માનવપ્રાણીની હત્યા કરવાને, પોતાના જાનને જોખમે પણ, જરાય વિચાર ન હતો; અને તેથી જ તેમણે આખા સમય દરમ્યાન આંખે મીંચી જ રાખી હતી.
પણ એમણે એ આંખો મીંચી દીધી હતી, તેથી જ તે પોતાના સામા પ્રતિસ્પર્ધીની અસાધારણ હિલચાલ જોઈ ન શક્યા. ડોકટર સ્લેમર તો મિત્ર વિકલને જોઈ આંખ ચેળવા માંડયા, મટમટાવવા માંડ્યા; તથા છેવટે ફરી આંખો ચોળી, બૂમ પાડી ઊઠડ્યા,
થે , !”
ડગ્રાસ અને પેલો અફસર તરત ડોકટર સ્લેમર પાસે દોડી ગયા. સ્લેમરે તેમને મક્કમ અવાજે જણાવી દીધું, “મારે જેની સાથે લડવાનું છે, તે આ માણસ નથી.”
પિ-૨