________________
उर
પિકવિક ફલક મનને આ મિત્રકૃત્ય ખાતર મક્કમ કરવા જુદા જુદા પ્રાચીન મિત્રવિરેના દાખલાઓ અને કાવ્ય યાદ કરવા લાગ્યા.
મિ. વિકલે હવે મરણિયા થઈને કહ્યું, “જો જો, ભાઈઆ ખબર કોઈને પહોંચાડી ન દેતા, – જેથી છેવટની ઘડીએ કાઈ આવીને ડખલ કરે કે રુકાવટ કરે! સુલેહશાંતિ જાળવનારા અફસરોને કાને આ વાત ન જાય તે બન; નહિ તો તેઓ આવીને મને કે ડોક્ટરને કે બંનેને હાજતમાં પૂરી આ ઠંદ્વયુદ્ધના ઉપક્રમને જ નિbad બનાવી દેશે.”
મિ ડગ્રાસે મિત્રના બંને હાથ પોતાના હાથમાં પકડી લઈ તરત જણાવ્યું, “આકાશ તૂટી પડે તો પણ હું એવું હરગિજ નહિ
થવા દઉં.”
છેવટે જ્યારે બધી તૈયારી સાથે બંને મિત્રો હોટેલમાંથી કોઈને કહ્યા વિના આ કંઠયુદ્ધ માટે તૈયાર થઈને નીકળ્યા, ત્યારે બંનેના મનમાં જુદી જુદી ભાવનાઓ જોળાઈ રહી હતી. મિ. સ્નડગ્રાસ મિ. વિકલને ખાતરી આપી આશ્વાસન આપવા પ્રયત્ન કરતા હતા કે, પોતે અગમચેતી વાપરીને દારૂગોળો વગેરે સામગ્રી બરાબર વધારે પડતી જ લીધી છે, તથા વન-વગડામાં પિસ્તોલને દાટો મારવાના પ્રચા ન ખૂટી પડે માટે બે આખાં ન્યૂસપેપર સાથે ખીસામાં લઈ લીધાં છે.
મિત્રતાની ભાવનાનાં આ બધાં જવલંત ઉદાહરણથી કોઈ પણ બીજા માણસનું હૈયું તો અભિમાનથી ઊભરાઈ જાય; અને મિત્ર વિકલ પણ કશું બોલ્યા વિના ગુપચુપ ચાલવા લાગ્યા એટલે એમ માની લેવું જ રહ્યું કે, તે પણ ખરેખર મિ. સ્નોડગ્રાસની મિત્રતાથી પૂરેપૂરા પ્રભાવિત થયા હશે.
કંઠભૂમિ ઉપર સામા ૫ ના માણસને તેઓ મળ્યા ત્યારે સંધ્યાકાળ થવા આવ્યો હતો.