________________
પિકવિક કલબ બસ, તો ત્યાંની ખાઈ ઉપરનાં ખેતરે તરફ વળીને કિલ્લેબંદીના ડાબા ખૂણું આગળ આવી પહોંચશે. ત્યાં હું ઊભો રહીશ અને તમને તથા તમારા ટેકેદારને પાસેની એક નિર્જન એકાંત જગાએ લઈ જઈશ, જ્યાં આ બધું કાઈની ડખલગીરી વિના પતવી શકાશે.”
સવારનો નાસ્તો જરા વિચિત્ર રીતે જ પો; મિ. ટ૫મન ગઈકાલની કામગીરી પછી હજુ ઊઠવાની પરિસ્થિતિમાં ન હતા; મિત્ર ખેંડગ્રાસ પણ કવિતા માથામાં ઘેરાઈ રહી હોય એ સ્થિતિમાં હતા; મિ. પિકવિક પણ ગુપચુપ સેડા-વૉટર ઉપર જ મારો ચલાવી રહ્યા હતા.
નાસ્તા પછી મિ. સ્નગ્રાસે જ્યારે કિલ્લા તરફ ફરવા જવાનું સૂચવ્યું, ત્યારે મિ. વિંકલ સિવાય બીજું કાઈ તેમની સાથે જવા તૈયાર થયું નહિ. મિ. વિંકલ તે એ જ તક ઝંખી રહ્યા હતા.
એટલે જાહેર માર્ગ ઉપર આવી પહોંચતાં વેંત મિ. વિંકલે ભેદભરમની રીતે વાત ઉપાડી – - “ોડગ્રાસ, મારા પ્રિય મિત્ર, હું એક ગુપ્ત વાત તમને કહી શકું? પણ તમારે તે તદ્દન ગુપ્ત રાખવી એ શરત !”
“જરૂર, મિત્ર; કહો તો સેગંદ–”
ના, ના; સેગંદ ખાવાની જરૂર નથી!” મિ. વિંકલ એ વાત મિ. નૌડગ્રાસ ગુપ્ત ન રહે તે માટે તો કહેતા હતા.
મારે એક ઈજજત-આબરૂની – કંઠયુદ્ધની – બાબતમાં તમારી મદદ જોઈએ છે, પ્રિય મિત્ર.”
તમે એવી બાબતમાં મારી મદદ ઉપર હંમેશ ભરેસે રાખી શકો છે.”
એ કંઠયુદ્ધ ડૉક્ટર - ૯૭ની રેજીમેન્ટના ડોક્ટર સ્લેમર સાથે લડવાનું છે – ધરાર લશ્કરી અફસર જોડે ! તેમના ટેકેદાર પણ લશ્કરી
અફસર છે! આજે જ સાંજે, ફેર્ટ પિટ્ટ આગળની એક તદ્દન નિર્જન ' – કેઈન અવરજવર વિનાની જગાએ – લડવાનું છે.”