________________
૨૮
પિકવિક લગ મને આ હોટેલમાં જ ઊતરેલા અને ચમકતે ભૂરો કાટ – જેના ઉપર પી. સી. અક્ષરવાળાં બટન હતાં, તે પહેરનાર સદગૃહસ્થને શોધીને આ સંદેશો કહેવાનું જણાવ્યું છે.”
પોતાના કાટનું આટલું બધું આબેહૂબ મળતું આવતું વર્ણન સાંભળીને મિ. વિકલનું આશ્ચર્ય વળી વિશેષ વધી ગયું. ડોકટર સ્લેમરના મિત્રે આગળ ચલાવ્યું, “મેં અહીં આવીને તપાસ કરી તે ઉપરથી મને જાણવા મળ્યું કે, એ કેટના માલિક ગઈ કાલે બપોરે આવીને બીજા ત્રણ સાથીઓ સાથે અહીં ઊતરેલા છે. એ મંડળીના આગેવાન જેવા દેખાતા માણસને પૂછપરછ કરતાં, તેમણે તમારું નામ મને તરત બતાવી દીધું.”
રેચેસ્ટરના કિલ્લાનું મુખ્ય ટાવર પગે ચાલતું પિતાની સામે આવ્યું હોય તે જોઈને જેટલી નવાઈ થાય, તેટલી નવાઈ મિ. વિકલને આ બધું સાંભળીને થઈ આવી. તેમને તરત તો એવો જ ખ્યાલ આવ્યું કે, પિતાને કોટ કદાચ ચેરાઈ ગયા હશે, અને એ ચેરે
એ કોટ પહેરી કંઈ પરાક્રમ કર્યું હશે. એટલે તે તરત પેલાની રજા લઈ દોડતે પગલે પોતાની ઓરડીમાં જઈ પિતાની બૅગમાં એ કટ છે કે નહિ, તેની ખાતરી કરી આવ્યા. એ કેટ તે બૅગમાં બરાબર હતો, પણ આગલી રાતે તેને પહેરવામાં આવ્યો હોય, એવાં ચિહ્ન સ્પષ્ટ દેખાતાં હતાં.
મિ. વિકલ એ જઈ તરત જ એ કાટને હાથમાંથી પાછો બૅગમાં નાખતાં ગણગણ્યા, “ગઈ કાલે રાતે ભોજન બાદ મેં વધારે પડતો દારૂ પીધેલ હતો; અને ત્યાર બાદ શેરીઓમાં ફરવા નીકળ્યાની અને સિગાર ફેંક્યાની મને આછી યાદ આવે છે. એટલે જરૂર, પીધેલી અવસ્થામાં હું મારો આ કોટ પહેરી, બહાર ક્યાંક ચાલી નીકળ્યો હઈશ, અને કેઈનું અપમાન કરી બેઠો હઈશ!” - હવે કેફી-રૂમમાં પાછા આવી, યુદ્ધપ્રિય ડેકટર સ્લેમરનો પડકાર ઝીલી લીધા વિના મિત્ર વિકલન છૂટકે ન હતો. કારણ કે, કલબમાં