________________
૬૬ ]
[ શાસનનાં શ્રમણરત્ન
(૧૩) શ્રાવકે–ગૃહસ્થને “આવ-જાઓ”, “આ કરો-તે કરે એમ આદેશાત્મક વચન કહેવાય નહિ. (૧૪) રસ્તામાં ચાલતાં ચાલતાં આડુંઅવળું જેવું નહિ, વાત કરવી નહિ, ભણવું, ગેખવું, આવૃત્તિ કે પુનરાવર્તન કરવું નહિ. (૧૫) ઇર્યાસમિતિને ઉપયોગ બરોબર જાળવો. (૧૬) કેઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. (૧૭) સ્ત્રીને જાણી-જોઈ ને આંખથી ઘારી જેવી નહિ. (એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.) (૧૮) વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિપડિલેહણ કરવું જોઈએ. (૧૯) બીજા સાધુના પાતરા તરફ નજરે ન કરવી કે “એને શું આપ્યું ?” કે “એણે શું વાપર્યું ?” (૨૦) સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છેડવી જોઈએ. (૨૧) ઓછું, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓને આવે છે. (૨૨) કોઈ પણ સાધુ કામ બતાવે તે હર્ષ પૂર્વક તે કરવા તૈયાર થવું. (૨૩) સંયમનાં ઉપકરણે સિવાયની ચીજોને ઉપગ સાધુ માટે અનિષ્ટ છે. (૨૪) સારી વસ્તુ બીજાઓને ભલે મળે! મારે ગમે તે વસ્તુ ચાલશે. ” એવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. (૨૫) વાપરતાં પહેલાં ગુરુમહારાજને પૂછવું જોઈએ કે,
આ ગોચરી...પાણી વાપરું?” (૨૬) બીમારી આદિ અગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ. સાધુ માટે ઉચિત નથી. (૨૭) સવારમાં ઊડતાં જ શ્રી નવકાર મહામંત્રનું મરણ કરવું જોઈએ, અને ગુરુમહારાજનાં ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણને ભાવ કેળવે જોઈ એ. (૨૮) સવારમાં દસ વાગ્યા સુધી કંઈ પણ નવું આમિક, પ્રાકરણિક કે સૈદ્ધાંતિક ગોખવું જોઈએ. (૨૯) સ્તવન, સક્ઝાય આદિ સવારના દસ વાગ્યા પહેલાં ન ગણાય. (૩૦) ક્રિયાઓમાં લેચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય છે. (૩૧) સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું, પણ ચાર વાગે ઊઠી તે જવું અને ચાર લેગસને કાઉસગ્ગ કરી ચૈત્યવંદન અને ભહેસરની સજઝાય સુધી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસગ્ન કરવા. (૩૨) સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શોભે નહિ. (૩૩) સંયમનાં ઉપકરણે, ભણવાનાં પુસ્તકે આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈ એ. (૩૪) સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તેવો વિચાર પણ ન આવવા દેવો. સંયમપયોગી શુદ્ધ યથાસમયે જેવા મળે તેવા વસ્ત્ર–આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. (૩૫) વાપરવું એ સંયમી માટે ઠરૂપ છે. શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવો જોઈએ. (૩૬) આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળે આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈ એને વધુ પડતે પરિભગ સાધુએ ન કરે જેઈ એ. (૩૭) સંયમનાં સઘળાં ઉપકરણે અને પુસ્તક વગેરેનું સવારસાંજ જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કઈ પણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. (૩૮) સાધુની કોઈ પણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના-આરાધના તેમ જ અયતના અધિકરણને દોષ લાગે છે. (૨૯) રસ્તામાં સામેથી કોઈ પણ સાધુ મળે તે વિનયપૂર્વક હાથ જેડી મુખ આગળ મુહપત્તિ રાખી “મસ્થણ વંદામિ' કહેવું. (૪૦) સંયમની નાવમાં બેડા પછી તેના કર્ણધાર–ખલાસી સમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org