________________
૪૭૮]
[ શાસનનાં શ્રમણરત્નો અખૂટ માતૃવાત્સલ્ય ધરાવતા, સરળતા અને સમતાભર્યા એ સમાધિમય આત્માની બેટ અનુભવાય છે. તેઓશ્રીનો આત્મા ચિર શાંતિ પામે એવી અભ્યર્થના. -અનિતા શાહ
જ્ઞાનનાં ઝરણાંને સતત વહેવડાવનાર પૂ. સાધ્વીજી શ્રી હર્ષપ્રભાશ્રીજી મહારાજ
ગુજરાતમાં ખ્યાત બનેલી ત્રંબાવટી (હાલ ખંભાત) નગરીની પાવન ધરતી પર સં. ૧૯૮૮માં માગશર સુદ ૩ ને દિવસે ખારવાડામાં વસતા શેઠ શ્રી રતનલાલ દલસુખલાલનાં ધર્મપત્ની રેવાબહેનની કુક્ષિએ પૂજ્યશ્રીનો જન્મ થયે. બાળકીનું નામ હસુમતી પાડવામાં આવ્યું. મા અને મોસાળમાં—અને સ્થળે આ હસુબહેન લાડકોડથી ઉછરવા લાગ્યાં. “ કથા નામ ઉક્તિ પ્રમાણે ચહેરો સદાય હસતે રહેતો. બાલ્યવયથી જ ખંતીલાં, હોશિયાર અને તીવ્રબુદ્ધિ, જેથી ધાવહારિક અભ્યાસ સાથે ધાર્મિક અભ્યાસમાં પણ સમગ્ન હતાં.
એ જમાનામાં બાળકી યૌવનાવસ્થાને પામે કે તરત જ માતા-પિતા સાસરે મોકલવાની કાળજી લેતાં. ખંભાતમાં જ એક સુખી અને સંસ્કારી કુટુંબમાં એમની સગાઈ કરવામાં આવી. ખંભાત ધર્મનગરી કહેવાતી. અનેક પૂ. શ્રમણભગવંતે તથા પૂ. સાધ્વીછંદથી આ ક્ષેત્ર ફૂછ્યું-ફળ્યું રહેતું. હસુમતીબહેન પણ પૂ. શ્રમણીવૃંદના સંપર્કમાં આવતાં આ સંસાર અસાર લાગતા. લગ્ન લેવાય તે પહેલાં જ મનથી નિર્ણય લઈ લીધે, કે લેવા જેવી તે સંયમ છે. ધીમે ધીમે પૂ. સાધ્વીજી મ. નો પરિચય વધતો ગયે. મા અને મોસાળ, બન્ને પક્ષમાં આ વાતની ખબર પડી. વ્યવહારના નિયમ પ્રમાણે બધી રીતે આકરી કોટી લેવાઈ. મેરુ પર્વત સમી અડગતા જાણી સં. ૨૦૦૪ના અષાઢ સુદ બીજના મંગલમય દિવસે માત્ર ૧૬ વર્ષની બાલ્યવયે પૂ. શ્રી પ્રિયંકરવિજયજી (હાલ આચાર્યશ્રી) મ. સા.ના વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી નિકટનાં પરિચિત એવાં અને પૂ. શાસનસમ્રાટ-સમુદાયવર્તી પૂ. શ્રી પુષ્પાશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી દેવેન્દ્રશ્રીજી મ.સા.નાં શિષ્યા સાધ્વીજી હર્ષ પ્રભાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં.
પૂ. દાદાગુરુજી આદિનાં અતિ લાડકવાયાં બની ગયાં. પૂ. વડીલોએ પણ તેમને જ્ઞાનાભ્યાસ શરૂ કરાવી દીધું. તીવ્ર પશમના બળે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, તર્કસંગ્રહ, પ્રકરણ-ભાગ્ય-કમગ્રંથ આદિના અર્થ, પંચસંગ્રેડ, કમ્મપયડી, તત્ત્વાર્થની ટીકા આદિ ગ્રંથનાં પઠન-પાઠન અને ચિંતનમનનમાં તલ્લીન બની ગયાં.
જ્ઞાનાભ્યાસ કરવા-કરાવવામાં અતિ તત્પર એવાં પૂજ્ય હર્ષપ્રભાશ્રીજી મહારાજે ભાવનગર, ગોધરા, જૂનાગઢ આદિ ક્ષેત્રોમાં જ્ઞાનસત્રો દ્વારા બહેનો તથા બાલિકાઓમાં દમની અને સુસંસ્કારાની અપૂર્વ જાગૃતિ લાવી. જ્ઞાનદાન સાથે અનેક જીવને સંયમના માર્ગે પણ વાળ્યા. પૂજ્યશ્રીએ જીવનમાં સરળતા, મધુરતા અને નિર્મળતાને ત્રિવેણી સંગમ રચી તથા પ્રસન્ન મન અને તેજસ્વી તનથી આત્માનું ઓજસ પ્રગટાવી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો છે. ભાષાની મધુરતા અને કાર્યની કુશળતાના કારણે સ્વ-સમુદાયમાં, નાનાં છતાં, કાર્યદક્ષ અને પ્રીતિપાત્ર બન્યાં હતાં.
તપશ્ચર્યામાં પણ સારી રુચિ ધરાવતાં. વર્ષીતપ, અઠ્ઠાઈ, રતનપાવડીનાં છડું-અઠ્ઠમ, વધે. માન તપ તથા વીશસ્થાનક તપની સુંદર આરાધના કરી હતી. મારવાડ, મેવાડ, બંગાળ, મહારાષ્ટ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org