________________
શાસનનાં શ્રમણરત્નો
[ ૪૯૭ જાય છે અને ચંદ્ર તરફ દષ્ટિ કરતાં નેત્રોને શાતા વળે છે તેમ પૂ. લલિતપ્રભાશ્રીજી મહારાજના ફટિકતુ જીવનચરિત્ર પર દષ્ટિપાત કરતાં આશ્ચર્ય અને મુગ્ધતાની મિશ્રિત લાગણી હદમાં જન્મે છે.
મરુધર દેશ, રાજસ્થાન પ્રાંતે રાણીબાગ નગર નિવાસ કરતા ધર્મપ્રેમી શ્રી હીરાચંદભાઈને પરિવારમાં માતુશ્રી અંશીબહેનની કૂખે તેમનો જન્મ થયો. પૂજ્યશ્રીના જન્મ થકી તેમના પરિવારમાં ઈશ્વરીય આનંદની લહેર વ્યાપી ગયેલ તેથી આ અનુભૂતિને કાયમી કરવા માટે માતાપિતાએ પૂજ્યશ્રીનું શુભ નામ લહેરાબહેન રાખ્યું. સમયને જેમ ક્યો રોકી શકાતું નથી તેમ જીવને જકડ્યું જકડાતું નથી. તે તો નિશદિન, હરપળ વિતે જ પુદ્ગલ વિકાસની લગોલગ ચારનાર ત્રિગુણાત્મક પ્રકૃતિ પણ પિતાનાં ક્ત અદા કરતી જતી હોય છે. આથી કાળક્રમે બાળ લહેરા હવે કુમારી લહેરા બન્યાં ને યૌવનનાં પુપ ઊઘડતાં લહેરાબહેન યુવતી બન્યાં. યૌવનના પમરાટને પૂજવા તેમનાં માતા-પિતાએ તેમનાં લગ્ન રોડલા નિવાસી શ્રી જસરાજભાઈ જોડે કર્યા. આ જીવનની ખૂબી જ એ છે કે મનુષ્ય ધારે છે કાંઈક અને વિધાતા વતે છે કાંઈક જુદી જ રીતે. માટે જ કહેવાયું છે કે અનાગતને કોણ ઓળખી શક્યું છે? યૌવનના પમરાટની પૂજા થાય એ પહેલાં તે વિધાતાએ કાળ કેરડો વીંઝી દીઝી દીધા. કેવળ જેવીશ કલાકમાં જ લહેરાબહેનને ત્રણ ત્રણ ભવ કરાવી દીધા. તેઓશ્રી આ ચેવીશ કલાકમાં જ કુ. લહેરાબહેનમાંથી અખંડ સૌભાગ્યની હેરાબાઈ થયાં. આ સમયાવધિ દરમ્યાન અખંડ સૌભાગ્યવતી હેરાબાઈમાંથી ગંગાસ્વરૂપ (વિધવા) લહેરાબાઈ બની ગયાં. સંસારની આ ઝડપી ઘટમાળે તેમને મેહભંગ કર્યો. સંસારની આ ક્ષણભંગુરતા નીરખીને તેમનું મન વૈરાગ્ય તરફ વળ્યું. અનુરાગની અનુભૂતિથી છલકતું હૈયું વીતરાગની લાગણીથી છલકી ઊઠયું. ભૌતિક સુખની કામનાથી ટળવળતું દિલ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે તડપવા લાગ્યું. જીવનની આ ઝડપી ઘટમાળે તેમના માટે ભાવી જીવનનો માર્ગ પ્રશસ્ત કરી દીધા. વિપત્તિ પણ ક્યારેક આશીર્વાદ બની રહે છે તેમ કહેવાય છે. ગંગાસ્વરૂપ લહેરાબાઈના જીવનમાં આ સૂક્તિ ચરિતાર્થ થઈ ઊઠી. તેને પરિણામે જ માતા-પિતા દ્વારા રજૂ થયેલા અનેકવિધ પ્રલેભનને અવગણીને, ઉવેખીને, જરાપણ ચલિત થયા વિના માત્ર ૧૯ વર્ષની ભર યુવાનીમાં તેમણે મહાભિનિષ્કમણ કર્યું. ભેગની ભેમકા તજીને સંયમની સીમામાં પ્રવેશ કરવા તેમણે કઠેર પથ પર આગે કદમ કર્યું. સંયમને માગ કાંઈ સરળતાની સેજ નથી અપિતુ અસિધારા વ્રત છે, તલવારની ધાર ઉપર ચાલવાનું છે. ત્રિગુણાત્મક પ્રકૃતિને વશ શરીર તેના ધર્મો બજાવે છે તો સામે પક્ષે વૈરાયને પંથે વળેલું મન સંયમને સથવારે દઢ બને છે ત્યારે સમજાય છે તુમુલ યુદ્ધ. ગંગાસ્વરૂપ હેરાબહેનનું મન પણ કુરુક્ષેત્ર બનેલું.
આપણે જાણીએ છીએ કે કુરુક્ષેત્ર પર વિજય તો સત્યને, સને થયેલો છે. આવી આકરી તાવણીમાં તપેલું ગંગાસ્વરૂપ લહેરાબહેનનું મન મજબૂત થઈ તપમાં એકનિષ્ઠ બન્યું. સેનું અગનભઠ્ઠીમાં શેકાય છે ત્યારે ખરા સેનાની પરખ થાય છે. મહેંદી કર પથ્થર પર લટાય છે ત્યારે જ એ કંકુવર્ણ બને છે. તેમ ગંગાસ્વરૂપ લહેરાબહેનનું ચરિત્ર નિખરી ઊઠયું હતું અને તેને પરિણામે જ તે સાધનાની સડક પર ચલિત ખલિત થયા વગર સડસડાટ આગે ધપી રહ્યાં હતાં આ રીતે તેમણે સ્વજીવન રેવતાચલ ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબ વર્તમાન ગચ્છાધિપતિ આ. શ્રી પ. પૂ. શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાનુવતિની સાધ્વીજીશ્રી સુશીલાશ્રીજી મ. ના શિષ્યા ભક્તિશ્રીજી મહારાશ્રીનાં ચરણોમાં સમર્પિત કર્યું.
પૂજ્યશ્રીના ગુરુદેવે પણ પરમ સ્નેહભંજક ગણી એટલી બધી કૃપાદ્રષ્ટિ વરસાવી હતી કે જેથી કરીને તેઓ અલ્પકાળમાં જ સમ્યફજ્ઞાન-ધ્યાનની સાથેસાથ તપની વેદી ઉપર આરુઢ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org