________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૫૬૩
સ્વગ વાસ થવાથી ભચીબહેન પર વૈધવ્યનું દુઃખ આવી પડ્યું; એટલુ જ નહીં; માત્ર આઠ દિવસ પછી તેમના નાના દીકરાનેા અને નવ મહિના પછી મેટા દીકરાની વહુના પણ સ્વર્ગવાસ થતાં, નવ મહિનામાં ઘરમાંથી ત્રણ જણ જવાથી ભચીબહેન ઉપર દુ:ખના ડુંગર ખડકાયા. ગામડાનું જીવન હેાવાથી સાંત્વના મળવી દુ`ભ હતી. સાધુ-સાધ્વીજી મ. ના જલદી સયેાગ પણ દુભ હતા. પણ તેમના પ્રબલ પુણ્યાયે સ. ૧૯૯૬ની સાલમાં પંજાબકેશરી પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના સરલસ્વભાવી વયેાવૃદ્ધા પૂ. સાધ્વીશ્રી જયશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ. આદિ ઠાણા ૪ નું ચાતુર્માસ મોટા અગીઆમાં થતાં તેમનાં પરિચયમાં –સમાગમમાં આવી સાંત્વના મેળવવા સાથે બે પ્રતિક્રમણ સુખપાડ કરેલ. ત્યાર પછી પૂ. મુનિરાજ શ્રી પદ્માકરવિજયજી મ.ના ત્રણ ચાતુર્માસમાં સવિશેષ ધ ભાવના જાગૃત બની. ઉદાસીનતાના સ્થાને હવે સયમ લેવાની ભાવના જાગવા લાગી. પેાતાના સુપુત્ર વાડીલાલભાઇને વાત પણ કરી. માહને આધીન બનેલા સુપુત્રે આ વાતને ટાળી; પરંતુ ભચીબહેન આ વાતમાં મક્કમ રહ્યાં. માતાની સયમ લેવાની વાત જ્યારે પુત્રી તારાકુમારીએ જાણી તે તેણે પણ સયમ ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. મા અને બહેન બંનેની દીક્ષા માટે મક્કમતા જાણી આખરે વાડીલાલભાઇએ અનુમતિ આપી અને સં. ૨૦૦૮ના મહા સુદ ૧૩ના શુભ દિવસે દીક્ષા ગ્રહણ કરી વિદુષી સાધ્વીજી શ્રી જયશ્રીજી મ.નાં પ્રશિષ્યા પૂ. સમતાશ્રીજી મ.નાં શિષ્યા બની સાધ્વીશ્રી કનકપ્રભાશ્રી મ. નામે જાહેર થયાં. કુમારી તારાબહેન પણ પેાતાનાં સંસારી માતુશ્રી સા. શ્રી કનકપ્રભાશ્રીજી મ. નાં શિષ્યા થયાં અને સા. કનકપ્રભાશ્રીજી નામે એળખાયાં. દિન-પ્રતિદિન જ્ઞાન–ધ્યાન, સેવાભક્તિ અને સયમમાં આગળ વધી તેમ જ વર્ષો સુધી ગુરુ-ચરામાં રહી ઘણી આત્મસાધના કરી. સયમી જીવનમાં વિચરતાં ગુજરાત, બગાળ, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, યુ.પી. આદિ પ્રદેશોનાં તીર્થોની યાત્રા તથા સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા સાથે તળાજાની તેમ જ કુંભેાજિગિર તી'ની ૯૯ યાત્રાએ કરી. ત્યાગ-તપ પણ તેમના જીવનમાં વૃદ્ધિ પામ્યા. કમ પ્રકૃતિ તપ, વીશસ્થાનક તપ, દરેક તિથિઓની આરાધના વગેરે નાનાં-મોટાં તપ કરી કર્માને દહન કર્યાં’. ગૃહસ્થાશ્રમમાં વરસીતપનુ` પારણુ' દાદાની છત્રછાયામાં અને પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં કરેલ. એમના ગુરુદેવ પૂ. સમતાશ્રીજી મ. આદિ સાથે સ. ૨૦૨૨ની સાલનુ` કલકત્તા ચાતુર્માસ કરી શિખરજી તીર્થની યાત્રાએ પધારેલ ત્યાં પજાબકેશરી પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. આ. ભ. શ્રી પૂર્ણાનદસૂરીશ્વરજી મ. પણ બિરાજમાન હતા. પૂ. સા. શ્રી સમતાશ્રીજી મ., કનકપ્રભાશ્રીજી મ. ઠાણા ૫ એક મહિના રોકાયાં. તે સમય દરમિયાન એક પ્રસંગ બન્યા : એક દિગમ્બર સમ્પ્રદાયની બહેને શિખરજી ઉપર-પાર્શ્વનાથની ટૂંકમાં રાત્રે મેાડે સુધી રોકાઈ રહેવાની ખેાટી જીદ પકડી. આવા પ્રસંગે તીની રક્ષા કાજે પૂ. આચાર્યશ્રીની આજ્ઞાથી પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીએ રાત્રે ૯ વાગે નીકળી અને ૧૨ વાગે પાર્શ્વનાથની ક્રૂકે પહોંચી પેલાં બહેનને નીચે લઈ આવ્યાં. આ પ્રસ ંગે કચ્છભૂમિનું પાણી તેમનામાં ઝળકી ઊઠતુ જોઈ સૌને સાનંદાશ્ચર્ય થયું. આ પ્રસ`ગથી પૂ. આચાય ભગવતશ્રી અને પેઢીના મુનીમજી બંનેએ વિચારણા કરતાં વિચાયુ` કે ચામાસામાં ફરીવાર આવું અને તે શું કરીશું? તે વખતે સાધ્વીજી મહારાજને કયાંથી લાવવાં? આથી તી રક્ષા માટે પેઢીના કાર્ય કર્તાઓએ પૂ. સમતાશ્રીજી મ. ને ચાતુર્માસ માટે વિનંતી કરી. સાધ્વીજી મ.ની ઇચ્છા નહીં હાવા છતાં વિનંતીને માન આપી ચાતુર્માસ કરવાની સમ્મતિ આપી. કલકત્તાથી મહા મહિને પધારેલ હાવાથી પૂ. સમતાશ્રીજી મ.નાં પ્રશિષ્યાએ પૂ. કમલપ્રભાશ્રીજી મ. અને પૂ. હેમલતાશ્રીજી મ. બંનેએ વિચાર કર્યાં કે આપણે તીમાં રહીને શું કરીશું? ભેજનશાળાની ગેાચરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org