________________
શાસનનાં શ્રેમગીરને ]
[ ૮૪૯ સાધ્વીજી ગુણદયાશ્રીજી :- અસત્ કલ્પનાથી માનો કે એક વખત લશ્કરનો પોશાક પહેરેલ હોય તે લશ્કરી ઓફિસર લાગે તે રૂઆબદાર દેખાવ ધરાવનાર વ્યક્તિત્વ છે. રાજગઢથી પાલીતાણાનો ૩૩ દિવસને સંધ હતો. પોતે થી વડીલ સાધ્વી હતા. સંઘ નિવિદને પહોંચે તે માટે પ્રયાણના દિવસે કોઈ અકૂમ કરે તો સારું. પિતે જ અઠ્ઠમ કર્યો. બહેનેમાં વ્યાખ્યાનાદિ સંભળાવવાનાં. લગભગ ૪૫ થી ૫૦ કિલોમીટર ચાલવાનું. તપ-જ્ઞાન અને વહીવટી સૂઝ, ત્રણેનો સંગમ જોવા જેવો હતો. સંવત ૨૦૪૧ નું તેઓનું ચોમાસું જામનગરમાં હતું. જામનગરમાં વ્રજલાલજી (વજુભાઈ) પંડિતજી વ્યાકરણાદિમાં ઘણા જ નિષ્ણાત, અને ભણાવવાની સૂઝ ઘણી જ સારી. પિતાનાં સાધ્વીઓને દ્વયાશ્રય વંચાવવા ત્યાં મેકલ્યાં પંડિતજીએ કહ્યું કે એક કરતાં વધારે ભણનાર હશે તો સારું ફાવશે, અને વ્યાકરણનાં સૂત્રો બરાબર મેહે જોશે. સાધ્વીઓએ આવીને વાત કરી. બીજા જ દિવસથી ૫ થી ૬ સાધ્વીની સાથે પોતે ભણવા બેઠાં. પંડિતજીને ઘણે આનંદ થયે. અમે જામનગર ગયા ત્યારે પંડિતજીએ કહ્યું, કે “તમારા સાગરજી મહારાજના સમુદાયનાં ગુણોદયાશ્રીજી જે રીતે ભણવા આવતાં અને પોતાની સાધ્વીઓને ભણાવીને તૈયાર કરેલ છે તેવા બહુ જ ઓછા જોવા મળે. પિતાની સાધ્વીઓને વ્યાકરણ કરાવીને તેનું પુનરાવર્તન કેટલું સખત અને સતત કરાવેલ હશે કે બધાને વ્યાકરણનાં સૂત્રો કડકડાટ ચાલે. સાથે સાથે બધી સાધ્વીઓમાં ગંભીરતા, શિસ્ત, વિનય, ભણાવનાર પ્રત્યે આદરભાવ ઘણો જ સારો. પિતાનો આટલો પરિવાર હોવા છતાં ગુણદયાશ્રીજીની પિતાની ભણવાની તાલાવેલી અને ભણવા બેસે ત્યારે પોતે વિદ્યાર્થિની છે તે રીતનું સાહજિક વલણ યાદ રહી ગયું.” એક બ્રાહ્મણ પંડિતજી આ વ્યક્તિની ગેરહાજરીમાં અપાયેલ મૂલ્યાંકન છે. સાથે સાથે પંડિતજી પિતે નિઃસ્પૃહી પણ એવા જ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તેમની ટુકડીમાં દીક્ષા લેનારને પ્રથમ એ નક્કી કરાવાય છે, કે “ચા” બંધ. પછી દીક્ષા અમારી પાસે લેજે. મેટે ભાગે જ્ઞાન અને તપ બંને સાથે ઓછાં જોવા મળે. જ્યારે ગુણોદયાશ્રીજીમાં પોતામાં અને ટુકડીમાં જ્ઞાન સાથે તપ પણ એ જ જોવા મળે છે. વારાફરતી જુદા જુદા સાધ્વીજી માસક્ષમણ–સિદ્ધિતપ-શ્રેણિતપ–ભદ્રતા વગેરે કરી ચૂકેલાં છે. ક્વચિત ક્યાંક જ્ઞાન અને તપ જોવા મળે તે વિહાર મર્યાદામાં ચકકરો. જ્યારે ગુણદયાશ્રીજી ત્રણ વખત સમેતશિખરજી જઈને પાછા ગુજરાત આવેલા છે. ભણવા-ભણાવવાનું કામ સાથ્વી પૂરતું સીમિત નહીં. શ્રાવિકા વર્ગ ભણે તેવો હોય તો પ્રતિક્રમણદિ સૂત્રો શ્રાવિકાઓને પણ ભણાવવા મહેનત કરવાની. પાલીતાણામાં જમ્બુદ્વીપનું જે દેરાસરજી તૈયાર થયેલ છે તેમાં પ્રતિમાજીઓ પ્રાયઃ ૩૩% ગુણદયાશ્રીજીની પ્રેરણાથી ભરાવાયેલાં છે.
સાધ્વી મનેહરશ્રીજી –-ઔદંયુગીન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની ઉપમા પ્રાપ્ત કરેલા પૂ. આગમેદ્ધારક આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. માલવામાં વિચરી રહ્યા હતા. એક દિવસે કાઠિયાવાડી ભાષામાં કહેવાય તેવી ભાયડા છાપ બાયડી આવી. વંદન કર્યું. “બાપજી, સા અઠે માલામે જાડી રોટી ભાવે નહીં કે શું ? કેઈ સાધ્વીજીઓને અઠે વિચરવું ન ગમે.” મહાપુરુષે જોઈ લીધું, ભાષા બરછટ છે, વાત બરછટ નથી. માર્મિક ઉત્તર આપ્યો. “પારકા રોટલાની કિનાર કેટલા દિવસ મીઠી?” તેજીને ટકરો બસ. ઘા સેંસર ઊતરી ગયે. “બાપજી, હું દીક્ષા લઉં, પણ વિચરીશ માલવામાં જ. અહીં આચાર વિચારમાં ઘણી અજ્ઞાનતા છે, જડતા છે. હું માલવાનો ઉદ્ધાર કરીશ.” એમ કરજે. દીક્ષા લીધી. મનેહરશ્રીજી બન્યાં. માલવાના ગામોગામ એવી જ્યોત પ્રગટાવી, એવી સમજ ફેલાવી કે આજે એક મનેહરશ્રીજીનાં શિષ્યા-પ્રશિષ્યા ૧૦૦ ઉપર છે. પિતે જીવ્યાં ત્યાં સુધી માલવાનાં નાનાં-નાનાં ગામમાં પણ ૨-૩ સાધ્વીજીઓને મેલે. પરિણામે આજે સાગરજી મહારાજના પરિવારમાં માલવાના મોટાભાગનાં સાધ્વીઓને બહેને સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org