________________
શાસનના શ્રમણીરને ]
[ ૮૪૭. કુનેહથી કામ લીધું કે બધા પક્ષે આનંદ. કેટલાક સમય પછી મને ખબર પડી. વંદન કરવા આવ્યા. પૂછ્યું. ઘણી સમજદારીથી કામ લીધું. આપના જેવા વડીલોની કૃપા, મારી શું તાકાત? કેટલી લઘુતા! સુંદર અંત સમયે તીવ્ર વેદના વચ્ચે પૂર્ણ સમાધિ જાળવી. મોટી ઉમરે માતા-પિતા પ્રત્યેની જવાબદારી સમજવા–આચરવાપૂર્વક માતાને સંક્રમ. મુક્તિપ્રભાશ્રીજી નામ ૯૦ વર્ષની ઉમરે મેં જોયેલા. રોજ ૫૦ જેટલી માળાઓ ગણે. ૨૦-૧ ચૈત્યવંદન કરે. ગૌથરી–પાણીને કળાટ નહીં. સાધુ દેખે ને ગાંડા ગાંડા થઈ જાય. એમને લઈને દર્શન કરાવવા જાય ત્યારે કોઈ પણ સમુદાયના સાધુ જુએ, કે કહે મ. સા, ઊભા ને વંદન કરી લઉં. પૂર્ણભદ્રાશ્રીજી કે તેમને પરિવાર, જે સાથે હોય તે, સુરત વંદન કરાવે ખંભાત જેવા શ્રેષ્ઠ તિથિ ઝનૂનવાળા ગામમાં જન્મદીક્ષા છતાં આ ભાવ તે તેમની ઉચ્ચ ભદ્રિતાનાં દર્શન હતાં. દેરાસરજીમાં તેમને બેસાડી ગયા પછી કદીક દેઢ-બે કલાક સુધી લેવા ન આવે તો પણ મનમાંય ઉચાટ નહીં. મેં નજરે જોયેલે પ્રસંગ. એક વખત કલાક ઉપર સમય થઈ ગયેલું. મેં કહ્યું, માજી કઈ સાધ્વીઓ કેમ હજુ લેવા નથી આવ્યા? કઈ શ્રાવિકાને બેલાવવા મોકલું? નાના. ભણવા-ગણવા-ગૌચરી–પાણ-દર્શનવંદન ઘણાં કામ હોય. મારે બીજું કામ શું છે? ત્યાં માળા ગણવાની છે, અહીં ગણીશ. મારું આટલું સાચવે છે. તે એ છે ઉપકાર છે? વૃદ્ધ ઉમરના સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા માટે દીવાદાંડી જેવું જીવન હતું ને?
સાધ્વીશ્રી મહોદયશ્રીજી –પાશ્વ ચંદ્ર ગચ્છના આ સાધ્વીજીએ સંપૂર્ણ તપગચ્છના ઘરો છે તેવા ઘાલવડ ગામે વર્ષો પહેલાં ચોમાસું કરેલું. કેવું ચોમાસું થયેલ હશે, કે આજે પણ ત્યાંના શ્રાવક-શ્રાવિકાઓ મહાદાશ્રીજીને યાદ કરે છે, તેઓ જ્યાં હોય ત્યાં વંદન કરવા જાય છે. એમને યાદ કરતાં ભાવવિભોર બની જાય છે. કેવી સુવાસ ફેલાવી હશે!
સાધ્વીશ્રી સુરેખાશ્રીજી –(પ્રસંગ નજરે જોયેલો નથી.) શાહપુર ખાડાના ઉપાશ્રય મારી પાસે એક પુસ્તક આવ્યું- “જૈન દર્શનમે સમ્યક્ત્વકા સ્વરૂપ.” લેખિકા સુરેખાશ્રીજી. જોયું. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખરતરગચ્છની શોભારૂપ આ સુરેખાશ્રીજીએ પીએચ.ડી.માં
૫ વિશય લઈ મહાનિબંધ તૈયાર કર્યો અને તે પાસ કરવામાં આવ્યો. અત્યારે વગર મહેનતે વિષયના સાન વગર પારકી મહેનતે પીએચ.ડી. થઈ શકાય છે તે ખ્યાલ હોવાથી મનમાં થયું કે આ સાધ્વીજીએ ખરેખર મહેનત કેટલી કરી હશે? મારા શિષ્ય તેમને નજરે જોયેલ અનુભવ કહ્યો એલ. ડી. ઈન્સ્ટીટયુટમાં ગયો ત્યારે એક ટેબલ ફરતાં પુસ્તકે ભરેલાં હતાં. વાતચીત ત્યાંના પગારીયાજી સાહેબ વગેરે જેડે ચાલતી હતી ત્યાં ફરતાં પુસ્તકે વચ્ચેથી એક મસ્તક બહાર ડોકાયું. ત્યારે ખબર પડી કે આ નિજીવ પુસ્તકે વચ્ચે એક સજીવ માણસ છે. તેમને મૌન હતું. તેમનું વર્ણન કર્યું કે હાડકે હાડકાં દેખાય એવું શરીર, પણ મુખ ભારે તેજસ્વી. એ સાધ્વી સુરેખાશ્રીજી ડી. લિટ. માટે મહેનત કરતા હતા. મતલબ કે પીએચ.ડી. તેમની પોતાની મહેનત હતી. મને થયું કે આપણે ત્યાં જે દુર્બલિકા પુષ્યમિત્રનું વર્ણન છે તે તાદશ થાય. સાત શેર ઘી પીવા છતાં હાડકાં દેખાય તેવું શરીર, કારણ કે એ સ્વાધ્યાય કરતા કે સાત શેર ઘી પચી જતું. આપણે હાદિક પ્રાર્થના કરીએ કે શાસનદેવ સુરેખાશ્રીજીને સહાય કરે. તેમની જ્ઞાનગરિમા સંઘને માર્ગદર્શન રૂપ બને.
સાધ્વીશ્રી ચિદ્વષાશ્રીજી - ચંદ્રની ચાંદની જેવી સૌમ્યતા છવાયેલ ચંદ્રિકા જ્યારે ઉપધાનતપ કરવા આવી તેને જોતાં જ મન પ્રસન્ન થઈ ગયું. બી.એસસી. ફર્સ્ટ ક્લાસ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org