________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૯૭ મોટી ખોટ પડી
-મેનાબેન; મુંબઈ ગુરુ મહારાજના કાળધર્મના સમાચારથી ખૂબ દુઃખ થયું. સમુદાયમાં મોટી ખોટ પડી ગઈ. આખા સમુદાયનો ભાર આપ બન્નેના શિર પર આવી પડ્યો; પણ તમે બન્ને બહુ જ સમજુ અને ઠરેલ છો. તમે જરૂર સમુદાયને ગુરુ મહારાજની જેમ જ સાચવશો.
અમે સાંભળ્યું છે કે ગુરુ મહારાજ અઠ્ઠમ તપની આરાધનામાં જ કાળધર્મ પામ્યાં, જે ખૂબ જ અનુમોદનીય છે. જ્યાં ગયાં હશે ત્યાંથી જરૂર સહાય કરશે. આપ સમતા રાખજો. આપ તો સમજુ જ છો અને અમારા જેવા સંસારીથી આપને વધુ શું લખાય? પણ લાગણીવશ થઈ જવાથી લખાઈ ગયું છે. મોક્ષમાર્ગે પ્રયાણ
– અરવિંદભાઈ-જ્યોતિબેનઃ માટુંગ પૂ. માં મ.સા.ના કાળધર્મ પામ્યાના સમાચાર જાણી અમને બધાને બહુ જ દુઃખ થયું. આટલી જલદી તબિયત બગડી જશે એવી કલ્પના જ ન આવી. તેમનો આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરી જલદી - થોડા ભવમાં જ મોક્ષે મહોંચે એવી પ્રાર્થના. તેમનો સરળ સ્વભાવ હંમેશાં યાદ આવશે. આપ સર્વેને તથા અમારા જેવા અનેક શ્રાવકોને તેમના માર્ગદર્શનની તથા ધમોપદેશની ખોટ વર્ષો સુધી લાગશે. ખૂબ જ પામીને ગયાં છે.
ડૉ. કિશોરભાઈ શાહમુંબઈ હજી અમે તો તેમને ૧૫ દિવસ પહેલાં જ વંદન કરવા આવેલાં. અમારી સાથે અડધો ફલાક વાતો કરેલ ત્યારે ખાસ બનારસ તથા તેના જીર્ણોદ્ધારની જ વાત કરતાં હતાં. અને તેમણે ત્યારે કહેલું કે તમારે બનારસ જરૂર આવવું પડશે. આપને પણ ઘણો આઘાત લાગેલ હશે. મા મહારાજે છેવટ સુધી ખૂબ જ ધર્મ કરેલ છે. તેઓ ખૂબ જ પામીને ગયાં છે. દર્દમાં પણ સમતા
–છાયાબેન કિશોરભાઈ મુંબઈ શાંતિ મળે એટલા માટે નવકારવાળી ફેરવતાં પહેલાં યાદ કરીએ છીએ. એમના દર્દમાં પણ એમને સમતા સારી હતી. અમારી ભાવના હતી તો છેલ્લે અમને અચાનક દર્શન થઈ ગયેલ. અમારી પાસે થોડો સમય હતો એમાં દર્શનનો લાભ સારો મળી ગયો હતો. પૂ. બા મહારાજની ગેરહાજરીમાં હવે તમારી જવાબદારી થોડી વધી ગઈ. પૂ. બા મહારાજે આટલા મોટા સમુદાયને પણ સારો પ્રેમ આપીને જીતી લીધો હતો. તમને તો બહુ મોટી ખોટ પડી ગઈ. सिद्धि हुई
સુમેરમલ હજારીગલ લુંકડ, મુંબઈ यह जानकर बहुत दुःख हुआ कि साध्वीजी महाराज साहेब श्री सर्वोदयाश्रीजी का कालधर्म स्वर्गवास ८-२-६४ को हो गया । भगवानकी इच्छा के आगे किसी का ज़ोर नहीं चलता, भगवान उनकी आत्माको शान्ति प्रदान करें । उन्होंने संघमें बहुत अच्छे काम किए व करवाये । अरिहंत परमात्मा का नाम लेते लेते समाधिपूर्वक स्वर्गवास हुआ । उनकी आत्माकी सिद्धि हुई है । ઉત્તમ જીવ
હરિભાઈ કોઠારી, મદ્રાસ પૂ. બા મહારાજે અક્રમના પચ્ચકખાણમાં નવકારમંત્રનું શ્રવણ છેલ્લી ઘડી સુધી કરતાં કરતાં સમાધિપૂર્વક દેહ છોડ્યો. ઉત્તમ જીવ હતાં તેથી સારી ગતિએ પહોંચ્યાં હશે. અંતિમ પળોમાં ભગવાનનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org