________________
૯૦૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો સંઘનો નિવાસ આજે બલારશાહ પાસે હતો. સંઘ આવી ગયો....પણ....પેલા રોજના સૌથી આગળ ચાલનાર પૂ. મોટા મહારાજ કયાં ?
' સો વિહાર કરતાં હતાં, ત્યાં તેમના વાત્સલ્યથી માતા જેવી મીઠી મમતા જેમણે અનુભવી છે તેવું સાધ્વીમંડળ આવી ગયું. પ...ણ ઘરે આવતાં બાળકો જેમ માતાને શોધે તેમ આ સાધ્વીમંડળ પૂ. મોટા મહારાજને શોધી રહ્યું હતું....આંખ શોધી શોધીને થાકી અને છેવટે સૌ નિરાશ થઈ ગમગીન બની ગયાં.
આ કાર્યવાહકો જલદી આવી ગયા. શોધખોળ કરતાં સાધ્વીજી મહારાજે કહ્યું, “ભાઈ ! જરા તપાસ કરો. આજ તો મુકામની ખબર પડે તેમ નથી. આગળ ચાલ્યાં નહીં ગયાં હોય ને! જલ્દી જાવ.”
' સંઘનો નિવાસ આજે બલારશાહમાં હતો. બારશાહ ગામમાં જગા ન મળવાથી રાજુરાથી દૂર પાંચ માઈલ પર એક ફેકટરીમાં સંઘનો મુકામ હતો. ફેકટરીનો દરવાજો રોડ પર, સંઘનો પડાવ તેની અંદર નીચાણમાં એક માઈલ દૂર...મંડપો પાછળ..આગળ મકાનો...સહુનો ખ્યાલ હતો સાત માઈલનો પંથ છે. એ જ ધ્યેયથી સૌ ચાલતાં.
પૂ મોટાં સાધ્વીજી મહારાજ સર્વોદયાશ્રીજી મ. શારીરિક કારણોસર તથા ઘરડાં–બુઢાં બહેનોને આલંબન માટે તેમ જ વિહાર કરીને થાકીને આવતાં સાધ્વીજીની ભક્તિ માટે સૌથી પહેલાં નીકળે. તેઓ તો રોજના ક્રમ મુજબ આજે પણ વહેલા નીકળ્યાં. રાતે કંઈ કાર્યવાહકો તરફથી સૂચન થયેલ નહિ, તેથી સાત માઈલ માનીને ચાલવા માંડ્યાં. સંઘનો મુકામ મોડી રાતે પાંચ માઈલ પર નક્કી થયો. તેઓ તો ઠેઠ બલારશાહ ગામના છેડે પેપર મિલ્સ છે ત્યાં સુધી પહોંચી ગયાં.
ડાહ્યાભાઈ વગેરે કાર્યવાહકો ગાડી લઈને દોડ્યા. બે માઈલ દૂર ગયેલા અમારા મોટા મહારાજ પૂ. સર્વોદયાશ્રીજીને પાછાં લઈ આવ્યા.
પૂ. મોટા માં પધાર્યા ત્યારે અમે સૌએ પૂછયું, કેમ ! આજે તો ખૂબ થાકી ગયાં ને ? કેમ?
ચાલે......એ તો...કોઈવાર નકામું પણ જાય, તેથી રોજનું છોડી દેવું....? કેટલો ભક્તિનો લાભ મળે...ઘરડાં–બુઢાંને બેત્રણ માઈલ સુધી આપણો સાથ રહે, પછી તો ધીમે ધીમે ચાલ્યા કરે. અહીં વહેલાં આવીએ એટલે સૌને જાગૃતિ થઈ જાય કે હમણાં બધાં આવી પહોંચશે...બધાં આવે ત્યારે સૌને તૈયાર સગવડ મળે.
“પણ. તમારે તો બે કલાક પહેલાંથી શ્રમ ને?”
હવે બધો શ્રમ ને થાક જ છે ને?” સંસારમાં સંસારીઓની ઘણી આળપંપાળ કરી. અહીં તો ભક્તિનો લાભ મળવાનો છે ને! પણ....પણ બધાં કહે છે...મને આ જ વાત ગમતી નથી....
લોકોને ખુશ કરવા માટે કંઈ નથી કરવું. મારે તો જિનેશ્વર ભગવંતની..ગુરુ મહારાજની આજ્ઞા જોવાની.”
સાચે જ ‘મા’ મહારાજે સંઘ દરમ્યાન શ્રાવિકા બેનોને ખુદના જીવનની પ્રેરણા આપી છે તે અદ્ભુત છે. કોઈના પણ દુઃખના પ્રસંગે જરાય ઉદાસ ન રહે...જરાય ઉપેક્ષા ન કરે...બપોરે-સાંજે તેમની પાસે જુવો તો ખબર પડે. એક ગ્રૂપ તેમની પાસે બેઠું જ હોય. જાણે ડૉકટર અને દર્દી...સૌને હિંમત આપે....આશ્વાસન આપે....અરે ત્યાં સુધી કે સામા જઈને પણ સાચી સલાહ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org