Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 945
________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૯૦૦ સંયમજીવનની નિશ્રા [ ૫ ગુણી સર્વોદયાશ્રીજી મ. સા.ના સાંનિધ્યમાં રહેલા સાધ્વીજીએ દશ વર્ષ પહેલાં કરેલી ગુણ મહિનામાંથી આ સંક્ષિપ્ત ઉદ્ધરણ છે. ] જેમના નામ પ્રમાણે જેના જીવનમાં ગુણો છે, જેઓ સર્વોદય એટલે કે સર્વનો ઉદય કરનારા..સર્વને તારનારા..જેમની નિશ્રામાં વર્તમાનમાં પણ ૩૭ બાલબ્રહ્મચારી સાધ્વીઓ સારણા-વારણા પૂર્વક સંયમજીવનને દીપાવી જીવન સફળ મનાવી રહી છે. આપના જીવનમાં સૌથી વિશેષ ગુરુભક્તિ સાથે સાધુપદ માત્રની અંતઃકરણની ભક્તિ છે...આપના જીવનમાં સહનશીલતા, સુચારુ વ્યવસ્થા, કડક શિસ્તપાલન, નિખાલસતા, સરળતા, નિરભિમાનતા, સાદાઈ, વાત્સલ્યતા, શાસન માટે ફના થવાની તમન્ના, સાચાને સાચું કહેવામાં નીડરતા, સમયસૂચકતા, બુદ્ધિમત્તાથી આપ આટલા મોટા સમુદાયને પણ એક જ દોરીના દોરે ચલાવી શકો છો....આપે આપના જીવનમાં શાસન જ મુખ્ય રાખ્યું છે...જેમાં સંસારિક સંબંધો પણ આપના ભાવને રોકી શકતા નથી... વૈરાગ્યપૂર્ણ જીવન, ત્યાગભાવના, ગામે-ગામ આપના સમુદાયની આબરૂ સાથે શાસનપ્રભાવના થતી જ રહે છે....આજના કાળમાં બે ભાઈ કે બહેનો પણ સાથે ન રહે ત્યારે આપ આવી નાની નાની સાધ્વીઓને જુદા જુદા ગામની છતાં આપ તેને વાત્સલ્યના દોરે બાંધી કુશળતાપૂર્વક નેતૃત્વ કરી સૌને આશ્ચર્ય પમાડો છો. આપનું પુણ્યબળ પણ ઘણું છે. શિસ્તપાલન અને આચાર-વિચાર માટે આપ ખૂબ કડક છો.જેમાં આપને આપની પુત્રીઓની મમતા પણ બાધા આપતી નથી.. આપ એટલા સહનશીલ છો જે રોજ સાથે રહેનાર જ જાણી શકે..સ્વસમુદાય સાથે તેમ જ પરસમુદાય સાથે પણ આપનો મળતાવડો સ્વભાવ અને ભક્તિને કોઈ ભૂલી શકતું નથી... પૂ. ગુરુદેવ પ્રત્યે આપની અનન્ય ભક્તિ છે. જેનું વર્ણન કરવા મારી પાસે શક્તિ નથી.. આપનું મનોબળ-નિશ્ચયતા ભલભલા જુવાનોને શરમાવી દે છે... તેવું છે. આપની વ્યવહારસૂચકતા પણ સુંદર છે. આપનાં ચરણોમાં પૂર્વભવની પુણ્યાઇએ મને લાભ મળ્યો છે. આપને પ્રભુ દીઘયુ બક્ષે, સાથે શરીરની સ્વસ્થતાથી અમારા સુકાની બની રહો. (ાળી ઘરવાળી) સાધ્વી માતા : [ વિ. સં. ૨૦૨૮માં પૂ. ગુરુદેવ વિક્રમસૂ. મ. સા.ની નિશ્રામાં સિકન્દ્રાબાદથી સમેતશિખર તીર્થની ૧૯૧ દિવસની છરી પાલિત મહાસંઘયાત્રા નીકળી હતી. પૂ. સા. સર્વોદયાશ્રીજી મ. પણ તે સંઘમાં હતાં. સંઘયાત્રાનો એક પ્રસંગ સ્મૃતિગ્રંથમાંથી સાભાર ઉધૃત કરાયો છે. સાધ્વીમાતા ૪જ સાધ્વીજીના ભવતારક ગુરુમૈયા બની દિવ્ય પંથે સંચય પણ તેમના વાત્સલ્યનાં અમી પણ કરનારની આંખો આજે પણ અશ્રુભીની છે. વાંચો-વિચારો ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958