Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 952
________________ [2]. પ્રથમ જિનપ મુક્તિ, વાસરે સ્વઃ પ્રયાતાનિમિષનિલય ગાë, દિવ્ય દષ્ટિ પ્રદેહિ | ચરણ કરણ માર્ગે, શુદ્ધ ભાવ વિધેહિ તવગુણગણરાશેઃ લેશમાત્ર લભયમ્ // ૮છે. ગુરુ લબ્ધિની લહેરે...ગુરુ વિક્રમની મહેરે પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની કૃપાનજરે ધન્ય થઈ... નાગપુરની ધરા...... નિવેદક :- શ્રી નાગપુર જૈને છે. મૂ. તપગચ્છ સંઘ વતી સંઘપ્રમુખ શ્રી અમરચંદ મહેતા. નાગપુરની જનતા પોતાની સ્મૃતિમાંથી તા. ૧૯-૯-૯૪ સોમવારનો દિવસ ક્યારેય વીસરી નહીં શકે. આશાતીત આનંદ અને કલ્પનાતીત કમનીય ક્ષણોને માંગવી એ મોંઘી છે, પણ વીસરી દેવી એ તો અશક્ય જ છે. શ્રી અશોકભાઈ ભટ્ટ, શ્રી ચંદ્રિકાબેન અને મુખ્ય પ્રધાન શ્રી છબિલભાઈના સંપર્કમાં દૂરધ્વનિનાં માધ્યમો દ્વારા રહ્યા કરતો હતો. આ ત્રણેયની પૂજ્ય ગુરુ ભગવંત પ્રત્યેની ભક્તિ..પૂજ્યો પ્રત્યેની કૃતજ્ઞતા અને અહોભાવ મારા પોતાના માટે, મારા નાગપુર શ્રી તપગચ્છ જૈન સંઘ તથા નાગપુરના ગુર્જર બંધુઓ તથા દેશપ્રેમીઓ માટે એક આદર્શ ભાવ હતો. “ભગવતી પદ્માવતી માતા”ના ગ્રંથના વિમોચન માટે ગુજરાતથી મુખ્ય પ્રધાન આવી રહ્યા હોય એ ઘટના બની ગઈ છતાંય માન્યામાં ન આવે તેવું લાગે છે. હા, પાછળ એક જ કારણ હતું. મુખ્ય પ્રધાનશ્રીનો પૂજ્યો પ્રત્યેનો ભક્તિભાવ...માતા પદ્માવતી પ્રત્યેની શ્રદ્ધા અને શ્રી અશોકભાઈના માર્ગદર્શને અમારું સમસ્ત નાગપુર ધન્ય બની ગયું. અમારા સ્ટીલ-હાઉસનો વિશાળ હોલ માનવ-મહેરામણથી ઊભરાઈ ગયો. બહારગામના અનેક ગુરુભક્તોના દિલને અમે આતિથ્યથી ઓગાળી દીધાં. અમારા સંઘના પ્રત્યેક સભ્ય-વ્યક્તિ અને મંડળોની આયોજના અને આરાધનાઓથી આખોય પ્રસંગ ભવ્ય બની ગયો. પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના મીઠાશપૂર્ણ છતાં સમજપૂર્ણ પ્રવચનથી અમારા માનવંતા ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી મહેતા સહિત અમને સહુને એક દિવ્ય દિશાની પ્રાપ્તિ થઈ. પૂ. સાધ્વીવર્યા બેન મ.ની પ્રેરણાથી શ્રી જગદીશ પ્રસાદે સુંદર અર્થ-સહયોગ વિસ્તાર્યો. શ્રી જીતુભાઈ જેવા કલ્યાણમિત્રો શ્રી જગદીશભાઈ જેવા ભદ્રિક આત્માને જૈનત્વના અપૂર્વ પ્રકાશની પ્રાપ્તિમાં નિમિત્ત બન્યા છે. શ્રી જગદીશ પ્રસાદજી જેવી નમ્રતા અને ઉદારતા મળવી મુશ્કેલ છે. અમારા પ્રત્યેક પ્રયત્નોથી તેઓ પ્રસન્ન હતા એ સ્પષ્ટ જ હતું. ગ્રંથ-આયોજક શ્રી નંદલાલભાઈએ પણ અમારી સૌરાષ્ટ્રની ધરાનું નામ ગાજતું કર્યું છે. શ્રી ચંદ્રિકાબેને પણ શ્રી શ્રમણીરત્નો-ગ્રંથનું વિમોચન કરતાં એક અપૂર્વ રોમાંચ અનુભવ્યો છે. અમારા ઘરના આંગણને પણ અમારા મોંઘેરા મહેમાનોએ પવિત્ર કર્યું એ અમારો ભાગ્યોદય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 950 951 952 953 954 955 956 957 958