________________
૯૦૨ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
મોટું છત્ર ગયું. મા મ. સા.ના કહેવાથી ઉવસગ્ગહરં તીર્થમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભરાવવાનો અનુપમ લહાવો અમોને એમના થકી મળ્યો. તેમના ઉપકાર અમો વીસરી શકીએ એમ નથી.
ઉચ્ચ આત્મા
–દલીચંદજી; સિકન્દ્રાબાદ
તેમનો આત્મા હતો તે દેવલોક ગયો. તેનામાં બધાને કેમ રાખવા તે એક શક્તિ હતી. તેમની અમારા કુટુંબ પ્રત્યે બહુ જ લાગણી હતી.
શાશ્વત સુખના ભોક્તા બને
નવીનભાઈ ઝવેરી મુંબઈ
આપની ટપાલ મોડી મળી પણ વાંચી સંતોષ થયો કે ટપાલ ભલે મોડી મળી પણ આપશ્રી ૪૪ વર્ષના ઉત્તમ ચારિત્રધારી સાધ્વીજી કે જેમનાં ૪૪ સાધ્વીજીઓ છે, તેવા ઉત્તમ આત્માને સુંદર રીતે સમાધિ અપાવી શક્યાં. શાસનદેવને પ્રાર્થના કે તેમનો આત્મા જ્યાં હોય ત્યાં તેમની ચારિત્રની પ્રવૃત્તિને આગળ વધારી સર્વ કર્મનો ક્ષય કરી શાશ્વત સુખના ભોક્તા બને --એ જ પ્રાર્થના
માતૃહૃદયા
—–કોકિલાબેન બી. શાહ; ભરૂચ
પૂ. બા મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર જાણી ઘણું જ દુઃખ થયું. બા મ.સા. આખા સમુદાયના એક શિરછત્ર સમાન હતાં. આખા સમુદાયે એક શિરછત્ર ગુમાવ્યું છે. આઘાત લાગે તેવું બન્યું છે. તેમણે તો જીવનની સૂર્યાસ્ત પળોમાં ૮૦ વર્ષની વયે સંયમને સમાધિથી શોભાવ્યું છે. તેમણે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. તેમનું ઉચ્ચ સંયમજીવન અમને તથા સારા સમુદાયને નિરતિચાર સંયમપાલનની ખેવના જગાડે. તેમણે તો સંયમ પાળીને પોતાનું જીવન સાર્થક બનાવ્યું અને સાથે સાથે ત્રણે ત્રણ દીકરીઓને પણ પ્રવ્રજ્યાના પંથે લઇ ગયાં. તેમના વિચારો—–ધાર્મિક સંસ્કારો કેટલા ઊંચા કહેવાય ! આ તો કેવું માતૃહૃદય કહેવાય ! તેમણે અપૂર્વ ગુરુભક્તિ અને સમર્પણભાવ જેવા ગુણોને આત્મસાત્ કર્યા હતા. તેઓ કડક સંયમપાલન અને આચારપાલનના આગ્રહી હતાં. તેમનામાં રહેલા સંયમશુદ્ધિ, સ્વાધ્યાયલીનતા આદિ અનેકાનેક ગુણો અમારા સૌના જીવનમાં વિકાસ પામે તેવા આશીર્વાદ આપજો.
विभूति का लोप नहीं होता
ચેનચંદજી છલ્લાણી, સિકન્દ્રાબાદ
परम पूज्य माँ महाराज साहब के कालधर्म के समाचार से क्षणभर के लिए हम स्तब्ध हो गये । हमें ऐसा लगा कि हम अनाथ हो गये । परन्तु तुरन्त ख्याल आया कि ऐसी विभूति का लोप नहीं होता - वे तो सदा अमर होती हैं । कैवल्यप्रापिप्त तक धर्म की प्रवर्तना एवं शासन की सेवामें सदैव त रहती है । उन का मात्र वात्सल्य एवं धर्मप्रेरणा अक्षुण्ण रूप से जहाँ भी हों वहाँ आप बहन महाराज साहब एवं शुभोदया श्रीजी महाराज साहब द्वारा सदा हमें मिलती रहेंगी ।
ગુરુની જરૂર હતી
નટવરભાઈ છાણી
પૂ. બા મ.સા.ના સમાચાર જાણી ઘણું જ દુઃખ થયેલ છે. શાસનમાં જે ગુરુની જરૂર હતી તે સર્વને રડતા મૂકી સ્વર્ગે સિધાવ્યાં. તેઓ જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુને પ્રાર્થના. ગુરુજી શાંત સ્વભાવના હતાં. જ્ઞાન-ધ્યાનમાં તલ્લીન હતાં. જ્યારે જોઈએ ત્યારે જ્ઞાનની વાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org