________________
૯૦૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
આ વયે તપસ્યા અને પોતાના કાર્યમાં સદા મસ્ત રહેતાં હતાં. હંમેશાં હસતો ચહેરો આજે પણ આંખ સામે તરવરે છે. તેઓ પોતે તો આત્માનું સાધી ગયાં અને આપ સર્વને બધી જ સિદ્ધિઓ પોતાની બક્ષી ગયાં. બસ, હવે આપ અમારા જેવાને તારો, અમને શાસનકાર્યમાં આગળ વધારો એ જ.
આપ પૂ. બા મહારાજનું નામ તો દીપાવવાનાં છો જ, એમાં કોઈ શક નથી, પરંતુ જેવી રીતે પૂ. બા મહારાજ સાહેબની ધાક હતી, પુણ્ય હતું તેવું જ પ્રબળ રહે એવી પરમાત્મા આપ સર્વને શક્તિ આપે. મિલનસાર પ્રકૃતિ
-સુમનલાલ શાહ, ભાયખાલા-મુંબઈ પૂ. મા મ.સા. સરલ, મિલનસાર પ્રકૃતિ તેમ જ જીવનમાં સેવા, વૈયાવચ્ચ અને ભક્તિભાવનાવાળાં હતાં. તેઓનાં ધર્મકાર્યો અનુમોદનીય છે. સમુદાય પર આવી પડેલ અણધારી આફત સહન કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના. મોટી ખોટ પડી છે
–આણંદજી મંગળજીની પેઢી, ઈડર સમસ્ત ઈડર સંઘે આઘાત અનુભવ્યો છે અને પ. પૂ. ગુરુ ભગવંતો સહિત જૈનસંઘે દેવવંદન કર્યું છે. પ. પૂ. પંન્યાસ પદ્મવિજય મ.સા.; મુનિ શ્રી કલાપૂર્ણવિ. મ. સા. તથા બાલમુનિશ્રીજી તથા સાધ્વીજી ભગવંતો ઉમંગશ્રીજી મ.સા., સુભદ્રાશ્રીજી મ. સા. વગેરે ભગવંતોએ દુઃખની લાગણી અનુભવી છે અને આત્મશ્રેયાર્થે દેવવંદન કરેલ છે. પ.પૂ. સાધ્વીજી મ. શ્રી સર્વોદયાશ્રીજીના કાળધર્મથી શાસનને મોટી ખોટ પડી છે. સમસ્ત ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપકોએ પણ ઘણા જ દુઃખની લાગણી અનુભવી છે. કર્મસત્તા આગળ કોઈનું પણ ચાલતું નથી. વડીલ વગર અંધારું
-કંચનબેન; કલકત્તા (ભારતી–સુગ્રી-કલા) શાસનમાં તેમની મોટી ખોટ પડી છે. સમુદાય આપનો મોટો છતાં કોઈ દિવસ કાંઈ તેમના પસાયે હરકત આવી નથી. બધો સમુદાય તેમના કાબૂમાં હતો. તેમની હાક વાગે. કોઈ બોલી ન શકે. હવે સૌ વડીલ વગર અંધારું થઈ ગયું. તેમનો માયાળુ પ્રેમ-ધર્મની ધગશ બહુ યાદ આવે છે. યોગીનો આત્મા
– નગીનભાઈ પોપટલાલ મહેતા, માટુંગા પૂ. સાધ્વીજી મ.સા. અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યાં છે, જાણી ખૂબ દુ:ખ થયું કે કાન પકડીને કહેનાર ચાલ્યાં ગયાં. એમનો આત્મા એક યોગીનો આત્મા–પરદુઃખ ભંજન, સત્યનિષ્ઠ, કાર્યોમાં હંમેશ ઉજમાળ અને અનેક આત્માને ધર્મમાં જોડનાર – એવા આત્માને હરહંમેશ નમન-વંદન સાથ પરમ કૃપાળુ પરમાત્મા એમનો આત્મા જ્યાં સુધી મોક્ષગામી ન બને ત્યાં સુધી અન્ય આત્માને ધર્મપ્રેરણા આપવા અને સ્વનું કલ્યાણ કરવા જિન શાસનમાં જયજયકાર કરાવવાના ધ્યેયને અનુરૂપ શક્તિ આપે એવી અંતરની-અંતરથી ગદ્દગદ પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારે સુખાકારી રહે
– પારેખ રવિભાઈ લવજીભાઈ બેગ્લોર તા. ૮-૨-૯૪ના અમદાવાદમાં પૂ. સર્વોદયાશ્રીજી મ.સા. (મા મ.સા.)ના કાળધર્મ થયાના સમાચાર સાંભળી અમો સર્વેને આઘાત થયો છે. સદ્ આત્માની શાંતિ માટે શાસનદેવને પ્રાર્થના કરીએ. જ્યાં સદ્ આત્મા હોય ત્યાં તેમને સર્વ પ્રકારે સુખાકારી –સારી શાતા રહે તે પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org