________________
શાસનનાં શ્રમણીરત્નો ]
ચમકતો તારો ખરી પડ્યો
[ ૯૦૧
–કંચનબેન ભોગીલાલ શાહ; સંગમનેર (વિજય ટ્રેડિંગ કંપની)
મા મહારાજ એટલે મા મહારાજ હતાં. તેમના ગુણોનું વર્ણન આ ટપાલમાં લખી શકાય તેમ નથી. ખરેખર તે એક શાસન-સિતારા હતાં. અનેક તારામાંથી એક ચમકતો તારો ખરી પડ્યો. હવે અમો એ ચમકતા તારાને ક્યાં શોધીશું? શોધે જડવાનો નથી. માત્ર એટલું તો ચેક્કસ કહેવાય કે આપને સર્વને દેવલોકમાંથી તેઓશ્રીના સદૈવ આશીર્વાદ મળતા રહેશે.
કાળધર્મ પામી ગયાં
કાંતાબેન; હૈદ્રાબાદ
મા મહારાજ કાળધર્મ પામી ગયાં તે જાણી બાને તથા ઘરના સર્વને દુઃખ થયેલ છે.
धर्ममय जीवन-साधना
શાંતિલાલ પ્રેમચંદ; આદોની
पू. मा म.सा. सर्वोदया श्रीजी म. का स्वर्गवास ८-२-६४ को हुआ । उन के धर्ममय जीवनसाधना की अनुमोदना करते हैं । परमात्मा उनकी आत्मा को शांति प्रदान करें और धर्मप्रवृत्ति में जागृत करें । —ચંપકભાઈ મહેતા, જૂનાગઢ
ગુરુ તરીકેનું સામીપ્ય
આજે પૂ. બા મહારાજ સાહેબે મોક્ષમાર્ગે પ્રયાણ કર્યાના સમાચાર મળતાં અમો હતપ્રભ થયાં છીએ. આપે તેઓનું ગુરુ તરીકેનું સામીપ્ય માણ્યું છે. આપને તેઓના જીવનની સાર્થકતાને મૂલવવાની તક મળી છે. આપને તેઓએ ગુરુ તરીકે પ્રબોધેલી હિતશિક્ષા મળી છે; એટલે એમનું ગમન જીવનમાં કદાપિ શૂન્યાવકાશ સર્જી ના શકે.
બાકી તો જ્યારે ક્ષણિક સંબંધો અનંતની હાક ઝીલી ન શકે, જ્ઞાનની વાડ ઓળંગી ના શકે ત્યારે પ્રકાશમાં પણ અંધકાર છવાઇ જાય છે. પૂ. બા મ.સા.નું પ્રયાણ આવા સંબંધોથી પર છે કેમકે તેઓના જીવનમાં ધર્મ જ હતો.
દૃઢ મનોબળ
—જિતેન્દ્રભાઇ એસ. શાહ–જામનગર
પૂ. મા મ.સા. આજ શરીરથી આપણા વચ્ચેથી વિદાય થયેલ છે; પરંતુ તેમના ઉચ્ચ સંસ્કારો, ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા, તેમનું આત્મબળ હંમેશાં આપ સર્વને શક્તિ આપે અને જૈન શાસનની વધુમાં વધુ સેવા કરવાની પ્રેરણા આપે તેવી પ્રભુને પ્રાર્થના છે. મા મ.સા. જેવું જીવન પમાય ત્યારે જ જીવનની સાર્થકતા થાય. ઉચ્ચ આત્મા આપણા વચ્ચેથી વિદાય લે ત્યારે દરેક આત્માને તેમની ખોટ રહેવાની જ. દેવગુરુધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળ વડે તેઓએ પોતાનું જીવન સફળ બનાવ્યું છે.
ખોટ તો પુરાવાની નથી
—જશીબેન; મુંબઈ
પ. પૂ. સર્વોદયાશ્રીજી કાળ કરી ગયાં એ સમાચાર મળ્યા. જાણી દુ:ખ થયું. મા મહારાજની ખોટ તો પુરાવાની નથી --પણ ત્યાં આપણું કાંઇ ચાલતું પણ નથી.
એક મોટું છત્ર ગયું
—વિમળાબેન હરખચંદભાઈ, બાર્સી
તેમના આત્માને જ્યાં હશે ત્યાં મારાં કોટિ કોટિ વંદન હોજો. તમારા સમુદાયનું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org