________________
૮૮૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
કરીએ છીએ. આ ઉમ્રમાં પણ વર્ષીતપની આરાધના કરી આપ ભગિનીવૃંદ તેઓશ્રીની છત્રછાયામાં શાસનસેવા કરવા છતાં મુક્ત હતાં. સર્વ ઉત્તરદાયિત્વનો ભાર મા મહારાજ વહન કરતાં. આપશ્રીના માર્ગદર્શનથી અનેકવિધ આરાધના–શાસનસેવાનાં કાર્યો કર્યા અને હવે પણ દિવ્યાશિષ તેઓશ્રીની સદેવ આપ-હમ સર્વ ઉપર રહે એ જ પ્રાર્થના. સર્વ વિયોગના દુઃખથી વ્યથિત છો. તેઓશ્રીએ આપ્યું છે તેનાથી આત્મસંતોષ લેવાનો. આત્મા સ્વસ્થાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ અવશ્ય રહેવાનું કે ભવોભવ આવી “મા” મળજો. આપ સર્વને શૈર્ય પ્રાપ્ત હો --એ જ. સૌના ઉપકારી
–પૂ. . મુક્તિભાશ્રીજી મ. આપના સમુદાયના શિરક્ષત્ર ચાલી જવાથી ઘણું જ દુઃખ થયું. બા મહારાજ હમારા-તમારા સૌના ઉપકારી. તેમના જે ગુણો શાંત, સૌને ગંભીરતાથી વાત્સલ્યથી આવકારવું, સૌને પ્રોત્સાહન આપી આગળ વધારવાની વૃત્તિ -- જેવું નામ તેવું કામ હતું. સર્વનો ઉદય કરી ચાલી ગયાં. ઘણી દુઃખદાયી વાત છે. આપ સૌ તેમની પાછળ આરાધનામાં લીન થશો. ઉદય હોય ત્યાં અસ્ત છે જ. આપ સૌ સમજુ છો. તેમને શાસનદેવ શાંતિ અર્પે. સગુણોની સુવાસ
-. સા. આwભાશ્રીજી છે. –ાલીતાણા એમણે એમના જીવનમાં ત્યાગ-તપ-આરાધના સુંદર કરી-કરાવી. એ તો આત્માનું સાધી ગયાં અને સદ્ગણોની સુવાસ મૂકતાં ગયાં. એમના સંસ્કારો આપણા જીવનમાં જીવંત રહે અને આત્મશ્રેય સાધીએ એ જ મહેચ્છા. અંતિમ સમયે પૂ. આચાર્યદિવેશ આદિ હાજર અને સાધ્વીગણે ખડે પગે હાજર રહી સેવા-ભક્તિનો લાભ લીધો અને કર્મનિર્જરા કરી. માથેથી પૂજ્યનું છત્ર જતાં દુઃખ તો થાય પણ સહવું જ રહ્યું. તમો સર્વે સમજુ છો. વધારે શું લખું?
પૂ. આચાર્યભગવંત હોય પછી શું? –. જી. શુભદર્શનાશ્રીજી મ. –ાલીતાણા
આપને ઘણી મોટી ખોટ પડી પણ શું થાય? આપશ્રીજી બધાં જ વડીલો છો. માટે મારે તો આપશ્રીજીને બીજું કાંઈ લખવાનું હોય જ નહિ. તેમને સમાધિ સુંદર રહી હશે. આપ જેવા આરાધના કરાવવામાં તત્પર હોય અને પૂ. આચાર્ય ભગવંત હોય પછી સમાધિનું શું પૂછવાનું હોય ? શાસન માટે આદર્શ
–૧. સા. વિનીતમાલાશ્રીજી મ – બોરડી પૂ આ. દેવ યશોવર્મસૂ. મ.સા. તરફથી સમાચાર મળ્યા કે અમદાવાદમાં માતૃહૃદયા સવદયાશ્રીજી મ.સા. કાલધર્મ પામ્યાં –ને સાંભળતાં જ આઘાત અનુભવ્યો. સેવા, સમર્પણ અને ભક્તિના યોગોમાં જે આપણા સૌ માટે જ નહિ પણ સમગ્ર જિનશાસન માટે આદર્શરૂપ હતાં એવાં સરલસ્વભાવી, વાત્સલ્યમૂર્તિ, સમુદાયહિત ચિંતક માતૃહૃદયા પૂ. મા મ.સા.ની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુરુકપાપાત્ર, શિરક્ષત્ર માં --એમનો વિયોગ અસહ્ય સાલે છે. અમે તો વિચારતાં હતાં કે હવે પાલીતાણા તરફ જઈએ છીએ તો તીર્થસ્વરૂપ પૂ મા મ.સા.નાં દર્શન-વંદનનો લાભ મળશે. પણ અરમાન અધૂરાં રહ્યાં. અમારા સૌ પર એમનો અમાપ ઉપકાર હતો. કોઈપણ નૂતન સાધ્વીજીને યોગોદ્વહન કરાવતી વખતે અમને આયંબિલ અને નવિ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org