________________
૮૮૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
ખરાં પણ ઘણું રહી ગયું એમ લાગ્યા કરે છે. દેવવંદન કર્યાં પણ મનમાંથી વિચારો નીકળતા નથી. એમનો આત્મા જ્યાં હોય ત્યાં શાન્તિને પામે એ શાસનદેવ પાસે પ્રાર્થના.
કલ્પના અમે નોતી કરી
-પૂ. મહાસતીજી શ્રી કલ્પનાકુમારી -લીંબડી પૂ. બા મહારાજના કાળધર્મના દુઃખદ સમાચાર જાણી ખેદ થયો. અમદાવાદથી નીકળ્યાં ત્યારે તબિયત નાજુક હતી પણ ફરીને સદેહે દર્શન નહીં થાય તેવી કલ્પના અમે નહોતી કરી. જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે; છતાં મન વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી થતું. આપના વિશાલ સમુદાયના શિરછત્ર જતાં આપ સૌને દુઃખ થાય તે સ્વાભાવિક છે. છતાં પણ આરાધના સાથે સમાધિમરણને પામ્યાં હોવાથી આપણને સંતોષ પણ રહે જ. તેમનો પવિત્ર પુણ્યાત્મા જ્યાં હોય ત્યાં ચિર શાંતિ પામે તેવી શાસનદેવને પ્રાર્થના.
ચોવિહાર અમ
-પૂ. સા. ભેંસાશ્રીજી મ. -જામવંથલી કાળધર્મના સમાચાર મળતાં જ હૈયું વજ્રાહત થઈ ગયું. સર્વેને દિગ્મૂઢતાનો અનુભવ થયો પણ શું ? કર્મની વિચિત્રતા અને કાળનો સ્વભાવ આવો જ છે કે દુનિયામાં જેમની આપણને વિશેષ જરૂર તેને જ કાળાજા સર્વેની સમક્ષ એકાએક કોળિયો કરી જાય છે. આપણા સમુદાયને તો ખોટ પડી છે. દુઃખદ હૈયે દેવવંદનાદિ કાર્ય કર્યું. આપશ્રી તરફથી છપાવેલ પૅશ્કેલટ સિહોરથી મળ્યું. દરેક વિગત વાંચતાં થયું કે આવા મહાન દર્દની અંદર ચોવિહાર અક્રમ અને અપૂર્વ સમાધિ એ જ ઉત્તમોત્તમ ગતિનું પ્રતીક છે. પૂજ્યશ્રી જેવી અપૂર્વ સમાધિ આપણને પણ પ્રાપ્ત થાય તેવી શાસનદેવને પ્રાર્થના.
ઘેઘૂર વડલાની છાયા
-પૂ. સા. દક્ષગુણાશ્રીજી તથા પૂ. સા. કુવલયાશ્રીજી મ.સા. અમારા સંયમજીવનના દીવાદાંડી સમ.... વાત્સલ્યમૂર્તિ પૂ. બા મ.સા. અનેકના સહાયભૂત, ઘેઘૂર વડલાની છાયા નષ્ટ પામતાં અનેક આત્મા નિઃસહાય બને છે તેમ માતૃહૃદયી પૂ. બા મ, ની અંતિમ વિદાય...અમારા જેવા ઘણા આત્માને દુઃખમય બની છે અને બનશે...તેમની વિદાયથી કોને દુઃખ ન થાય ? અંતિમ દર્શન ભરૂચમાં કરવાનો લ્હાવો મળ્યો હતો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મારા માટે આ અંતિમ દર્શન હશે. તેઓશ્રીની વિદાયથી ઘણું ઘણું ગુમાવ્યાનું ભાન થાય છે. તેમના વાત્સલ્યના ધોધમાં જેને સ્નાન કરવાનું ભાગ્ય મળ્યું તે ખરેખર ધન્ય બની ગયા. જે અમને પણ લહાવો મેળવવાનો ચાન્સ પાલીતાણા તથા શાન્તિનગરના ચાતુર્માસમાં અમને બન્ને ભગિનીઓને મળ્યો હતો.
હસતાં હસતાં
—પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. -બરવાળા ચૌદસના દિવસે ગુજરાત સમાચાર દ્વારા સખત આઘાતજનક સમાચાર મળ્યા. એકદમ આંચકો આવી ગયો. પૂજ્યપાદ મોટા મ.સા. સૌને રડતાં મૂકીને દેવોની દુનિયામાં પોતે હસતાં હસતાં સમાધિ પૂર્વક ચાલ્યાં ગયાં. આપ સૌના પરમ ઉપકારી હતાં તેમ મારા પણ પરમ ઉપકારી હતાં. અત્યંત દુઃખી હૃદયે દેવવંદન કર્યું. પૂ. મોટા મ. સા. કેવા મહાન હતાં તે તો જેણે જોયાં હોય જાણ્યાં હોય પિછાણ્યાં હોય તે જ જાણી શકે.
પુણ્યશાળી પણ મહાન ! દિવસ કેવો સુંદર ! પ્રથમ તીર્થપતિ પરમાત્માના નિર્વાણ કલ્યાણકનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org