________________
૮૯૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
કરવાની અજોડ શક્તિ હતી. છેલ્લી ઉંમર સુધી કાપ કાઢવો—વૈયાવચ્ચ કરવી, તપસ્વીઓનું ધ્યાન રાખવું.... આવી બધી વાતો તેમનું નામ યાદ કરતાં યાદ આવી જાય છે. જેની અહીંયા જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. તેઓ આપણી પાસેથી નશ્વર દેહે ચાલી ગયાં પણ તેમના ગુણોનાં સંભારણાંમાં ઘણું બધું મૂકીને ગયાં છે, જે ઘણું જ પ્રશંસનીય છે.
સંતોષ છે
કાંતિલાલ ઘેલાભાઈ; દાદર
પૂજ્ય સર્વોદયાશ્રીજી મ.સા. સારી આરાધના કરી-કરાવી ગયાં તેનો સંતોષ છે. જવાનું તો સૌને છે જ. જન્મ તેનું મરણ, પણ સારી આરાધના કરી જાય તે અનુમોદનીય છે.
પ્રકાશ પાથરતી રહે
—કોશિકાબેન વલસાડ
આપ સર્વ સાધ્વી મહારાજાઓએ એક મોભ ગુમાવ્યો હોય એવી વેદના હશે; પરંતુ સાથે જે આદર્શો—સંયમજીવનની જ્યોત જલતી મૂકી ગયાં તે હંમેશાં આપ સર્વની આરાધનામાં કે શાસનપ્રભાવક કાર્યમાં પ્રકાશ પાથરતી રહે, હંમેશના અંતરના આશીર્વાદ મળતા રહે એ જ પ્રાર્થના.
એ દિવ્યાત્માને શાંતિ મળે
-વિમળભાઈ, પાલ, મુંબઈ
પૂ. બા મહારાજના કાળધર્મના સમાચાર જાણી દુઃખ થયું છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
નિખાલસ અને પ્રેમાળ
—કાન્તાબેન; મુંબઈ
પૂ. મા મહારાજની તબિયત સારી નથી એ જાણ્યું હતું પણ આમ એકાએક ચાલ્યાં જશે એવું તો ધાર્યું જ ન હતું. બા મહારાજ બહુ નિખાલસ અને પ્રેમાળ હતાં. મને સાંભળીને એકદમ આંચકો લાગ્યો પણ હવે તમે સમતા રાખશો.
દીવો બુઝાઈ ગયો
મેણાબેન બોરીવલી
છાપેલું કવર મળ્યું. વાંચીને આઘાત થયો. એમના જીવનમાં તો ઘણા ગુણો હતા. ગંભીરતા પણ હતી. શાસનનો દીવો બુઝાઈ ગયો.
સ્થાન અમારા હૃદયમાં
પ્રવીણભાઈ મહેતા; કલકત્તા
અમારા સુખ-દુઃખના પ્રસંગોમાં પૂ. મા મહારાજ હવે પ્રત્યક્ષ નહીં હોવા છતાં પણ પરોક્ષ રીતે એમણે જે સ્થાન અમારા હૃદયમાં લગાવેલ છે તે હંમેશાં રહેશે. એમનો વાત્સલ્ય-માતૃભાવ કદી પણ ભુલાય તેમ નથી.
સંઘની મહાન શક્તિ
દિનેશભાઈ શાહ, કોઈમ્બતુર
જે દુઃખ થયું છે તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. પૂ. મા મહારાજ અમારા પરિવાર માટે મહાન વ્યક્તિ હતાં. અમારા માટે ચારિત્ર અંગીકાર કરી માતૃપ્રેમ આપનાર સરળહૃદયી મા મહારાજ હતાં તે પણ ચાલ્યાં ગયાં. તેઓશ્રી ઉપર દાદાગુરુ-મહારાજ તથા ભગવંતોના સતત આશીર્વાદ હતા. તેઓશ્રીમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org