________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૯૩
શક્તિ જાળવી શક્યાં તે જ સાચી વાત છે. તેઓ તો પામી ગયાં અને અનેકને પમાડી ગયાં. એમની ખોટ તો પુરાય તેમ નથી. છતાંય એમના આશીર્વાદ સદાય સાથે જ રહેશે. અમને એમ થાય છે કે જરૂર મા મહારાજ સહાય કરશે. મા મહારાજ ભુલાય તેવી વ્યક્તિ નથી. હું જ્યારે જ્યારે આવું ત્યારે સારી રીતે વાત કરીને સમજાવી છે. શાંતિથી મેહલને પણ સાંભળ્યો છે એટલે એમના જેવી હસ્તિની યાદ સદાય આવે જ, ભૂલી તો ન જ શકાય. તમે સહુ તો ૨૪ કલાક સાથે રહેવાવાળાં એટલે તમે તો ભૂલી ન જ શકો. મારા સૌથી Best મહારાજ
- રીટામુંબઈ મા મહારાજના દુઃખદ સમાચાર સાંભળીને મનને ઘણું જ દુઃખ લાગ્યું છે. એ તો આપણા બધાંનાં ‘મા’ હતાં, ખૂબ જ પ્રેમાળ અને લાગણીવાળાં હતાં. પણ ભગવાન પાસે તો સૌ કોઈ લાચાર છે. મનન પણ કહે છે, મમ્મી, મને જે સૌથી વધારે ગમે તે die જ થઈ જાય. મારા પૂ. સસરા પણ એને ખૂબ પ્રેમ આપતા હતા અને મા મહારાજ માટે મનનને ખૂબ જ પ્રેમ હતો. એ તો હંમેશાં કહે કે મારા સૌથી Best મહારાજ તો ‘મા’ મહારાજ એમના નિમિત્તનો અઠ્ઠાઈ મહોત્સવ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હશે. હવે તમારા બધાં ઉપર ખૂબ જવાબદારી આવી ગઈ. ખાસ કરીને પૂ. રત્નચૂલાશ્રી મ. ઉપર તો હવે બધાંની જવાબદારી છે. પ્રભુ તમને આ જવાબદારી ઉપાડવાની ખૂબ ખૂબ શક્તિ આપે એ જ પ્રાર્થના. પ્રશંસનીય છે
- શ્રી દાદર જૈન સંઘ, મુંબઈ દુઃખદ સમાચાર સાંભળી દાદર જૈન સંઘે ખૂબ જ દુઃખ અનુભવ્યું તેમ જ લબ્ધિ-સમુદાયને પણ ન પુરાય તેવી ખોટ પડેલ છે. આવા દુઃખદ સમાચાર સાંભળીને જ્ઞાનમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઘણો આઘાતજનક આંચકો અનુભવ્યો છે.
પૂ. સાધ્વીજી મ.સા. શાસનની સેવા ખૂબ જ તન-મનથી કરેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી હાર્દિક પ્રાર્થના.
આજે પણ યાદ કરીએ છીએ – શ્રી પ્રાર્થનાસમાજ જૈનસંધ, પુષ્પસેનભાઈ મુંબઈ
પૂ. બા મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા અને આ સમાચારથી અમો સર્વેને ખૂબ જ આઘાત લાગ્યો છે. પૂ. બા મહારાજ સાહેબ આજે પણ હમારી સમક્ષ હું અનુભવીએ છીએ. તેઓશ્રીએ હમારા શ્રીસંઘ ઉપર ખૂબ ઉપકાર કર્યા છે. તેઓશ્રીનું ચાતુર્માસ અમો આજે પણ યાદ કરીએ છીએ. આપ સર્વે ઉપર જે દુઃખ આવી પડ્યું છે તેમાં અમો પણ સહભાગી થઈએ છીએ. તેઓશ્રી ખૂબ સુંદર આરાધના કરતાં કરતાં ગયાં અને સર્વેને કરાવતાં ગયાં છે. ગુણોનાં સંભારણાં
-સોહાગબેન દલાલ, મુંબઈ આપના સમુદાયમાં તો ખૂબ જ ખોટ પડી જશે. સમુદાયની દરેકે દરેક વ્યક્તિનું દરેકે દરેક બાબતમાં ધ્યાન રાખનાર અને નાનામાં નાની ભૂલને પણ ‘મા’ની જેમ સુધારનાર તથા પૂ. દાદા ગુરુદેવ પૂ. ગુરુદેવનાં જ નામ ગુણ અને સ્મરણમાં હંમેશને માટે મસ્ત એવા ગુરુ મહારાજને તો કદી પણ વીસરી શકાય નહીં. તેમણે પોતાની તો કદી ચિંતા કરી નથી. એમનામાં આખા સમુદાયને હેન્ડલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org