________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૯૧ ઘણાં પુણ્યશાળી
-નાની, મુંબઈ સુવિશાળ દીર્ઘ સાધ્વીસમુદાયના ગુરુ સુદીર્ઘ સંયમજીવનનો પર્યાય પૂર્ણ કરી સમાધિપૂર્વક ગયાં તેવા સમાચાર મને અનિલે આપ્યા. ખરેખર મહાન આત્મા ચાલ્યા જતાં તેમની ખોટ ઘણી સાલે. તેઓ ઘણાં પુણ્યશાળી કે પૂ. ગુરુદેવની અંતિમ પુણ્યભૂમિ તે તેમની અંતિમ પુણ્યભૂમિ બની. વાત્સલ્યમૂર્તિ
-તારાબેન માણેકલાલ-કેશવબાગ, લુહારચાલ-મુંબઈ જાણે આભમાંથી વીજળી તૂટી પડી. મન સમાચાર માનવા તૈયાર ન હતું. જ્યારે આવીએ ત્યારે વાત્સલ્ય વર્ષાવતાં સામાં બેઠાં જ હોય. હૈયામાંથી હેત નીતરતું હોય, આંખમાંથી અમી વરસાવતાં. હોય. એટલા પ્રેમથી વાતો કરે કે આપણને ઊભા થવાનું મન જ ના થાય. હવે એ વાત્સલ્યમૂર્તિ ક્યાં જોવા મળશે ? આપની તો છત્રછાયા જતી રહી. તમારા અંતરનું દુઃખ વિચારતાં અમારો આત્મા ધ્રુજી ઊઠે છે. આપણને નિરાધાર મૂકીને એ તો સ્વર્ગમાં જઈ બેસી ગયાં. આપણા બધાની વચ્ચેથી કૂર કાળ એમને ઉપાડી ગયો. આપણને તેમની ઘણી ખોટ પડી છે. પ્રેમ કદી ભુલાશે નહીં
-ચંપકલાલ તથા નિર્મળાબેન; મુંબઈ તેમની જીવનમાં ઉતારવા જેવી વાતો...સોને માટે લાગણી પ્રેમ કદી ભુલાશે નહીં, કાયમ માટે યાદ રહેશે. હવે તમારા ઉપર ઘણી મોટી જવાબદારી આવી ગઈ. શાસનદેવ તમને ખૂબ જ શક્તિ આપે એ ઈચ્છીએ છીએ. આપણા જૈનધર્મમાં પ્રભુ મહાવીરની વાણીમાં ખૂબ જ શ્રદ્ધા અને પ્રભુએ ચીંધેલ માર્ગ તેમણે જીવનમાં ઉતારેલ. છેવટ સુધી તપશ્ચર્યા, મહાન નવકારમંત્રનું રટણ એ મહાન આત્મા હોય તેમને જ મળે. પરમ કૃપાળુ પરમાત્મા આ મહાન આત્માને તેમનાં ચરણોમાં લે એ જ ભાવના. વાત્સલ્યહૃદયી
– રમણીકલાલ શાહ, હૈદ્રાબાદ સમાચાર સાંભળીને આઘાત પામ્યા છીએ. તેઓનો અંતકાળ આટલો જલદી આવી ગયો જાણી દુ:ખ પામ્યા છીએ. વાત્સલ્યહૃદયી પૂ. મા મહારાજે પોતાનું જીવન આટલું જલદી ટૂંકાવી દીધું. પ્રભુ મહાવીરસ્વામી તેઓના આત્માને શાન્તિ અર્પે.
અનુમોદના
કાન્તિલાલ કાપડિયા; મરીન ડ્રાઇવ પૂજ્યશ્રીનું સંયમજીવન ખૂબ અનુમોદનાવાળું હતું અને તેમનું સ્વાથ્ય સારું નહીં હોવાથી અમદાવાદ જ રોકાયાં હતાં. શાસનદેવ તેમના આત્માને ખૂબ શાંતિ આપે એ જ પ્રાર્થના. બધી જવાબદારી આપના શિરે આવી છે અને આપ બધું સંભાળવા માટે ખૂબ શક્તિ ધરાવો છો. શાસનદેવ આપના હાથે ખૂબ ધર્મકાર્યો કરાવે એ જ પ્રાર્થના. જીવનભર યાદ રહેશે
–પ્રશાંતકુમાર તથા સોનલ, ભરૂચ તેઓશ્રીએ જૈન શાસનની કરેલી સેવા શબ્દોમાં મૂલવી શકાય તેમ નથી અને સૌને તે જીવનભર યાદ રહેશે. આપણને જેની વધારે જરૂર હોય છે તેની ઈશ્વરને પણ વધારે જરૂર હોય છે. પ્રભુ સદ્ગત આત્માને શાંતિ અર્પે એવી અંતઃકરણપૂર્વકની અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org