________________
૮૯૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
આઘાતની લાગણી અનુભવી
–પ્રેમચંદભાઈ વોરા-મુલુન્ડ તમારા તરફથી પૂ. શ્રી મોટા મહારાજ કાળધર્મ પામ્યા તેની વિગત જાણી ઘણો જ આઘાત લાગેલ છે.
સંયમી જીવન
–શાહ હસમુખલાલ રતિલાલ, મુલુન્ડ પૂ. ગુરુ મહારાજશ્રી શ્રી સર્વોદયાશ્રીજીના કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને અમને બધાંને દુઃખ થયું છે. તેઓશ્રીની લાગણીભયો સ્વભાવ યાદ આવે છે. અમારા “ચકલાને (જયેશને) તો તેઓ ખાસ યાદ કરતાં. આપ સૌને તેઓશ્રીની મોટી ખોટ પડી ગણાય; પણ આયુષ્યનો કોઈ ઉપાય નથી. તેઓશ્રી લાંબુ દીક્ષા-સંયમી જીવન જીવ્યાં. ખૂબ જ ધર્મ-ઉપાસના કરી. કેટલાંય તપો કર્યા. બીજાંઓને પણ ધર્મ-આરાધના કરાવી. કેટલાય ઓચ્છવો-મહોત્સવો કરાવ્યા અને જીવન સાર્થક કર્યું. પરમ કૃપાળુ શાસન દેવતા તેઓશ્રીના દિવ્ય આત્માને ચિર શાંતિ બક્ષે એવી અમારી પ્રાર્થના.
શ્રી જૈનસંઘને ખોટ
–શાંતિલાલ શાહ, દહાણુ સમાચાર કાળધર્મના પૂ. માં મહારાજના આવતાં એક જબ્બર આઘાત અમોએ અનુભવ્યો. પૂ. મા મહારાજની ખોટ તમોને, અમોને, જૈન સંઘને પડી. તેઓએ બધાંને આપ્યું જ છે. છેલ્લે છેલ્લે પૂ. અહપદ્માશ્રીજી મ.ને પારણું પણ કરાવ્યું. નરોડા બધાને જાત્રા પણ કરાવી. તમોએ બધાંએ કરેલી ભક્તિ અને તેમને અપાવેલ સમાધિ તેની અનુમોદના. શૂન્યાવકાશ કદી ભરાશે નહીં
-કસ્તુરીબેન લખમશીભાઈ બાર પરમ પૂજ્ય માતૃહૃદયા સાધ્વી સર્વોદયાશ્રીજી મ.સા.ના દેહવિલયથી સર્જાયેલ શૂન્યાવકાશ કદી ભરાશે નહીં; પણ એમના સંયમ-જીવનની સુવાસ સદાય મહેકતી રહેશે. એમના અમર આત્માને પરમ શાંતિ મળે એ જ પરમ કૃપાળુ ઇશ્વરને પ્રાર્થના. રાહ ચીંધતાં રહ્યાં
– હંસાબેન, કુરલા-મુંબઈ પૂ. બા મહારાજને ધન્ય છે –જેમણે માનવજન્મ પ્રાપ્ત કરી દુર્લભમાં દુર્લભ એવી સાધના કરી પોતાના આત્માને ઉચ્ચ ગતિએ લઈ જવાનો પરમ પુરુષાર્થ કર્યો. ખરેખર, એમના કુટુંબી હોવાને કારણે હું મારી જાતને ધન્ય માનું છું. એ પુનિતાત્માએ સંયમ-આરાધના કરતાં કરતાં અશાતાદનીયના ઉદયમાં પણ સમતા સેવીને આપણને સૌને ભગવાનનો ઉપદેશ આત્મસાત્ કરી બતાવ્યો. એ આત્માના જવાથી આખા સાધ્વીજીવંદને જ નહીં પણ શાસનને એક ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. અમે તો સંસારી જીવો છીએ; અમારા માટે તો એ એક દીવાદાંડી જેવાં હતાં કે જેને જોઈને અમે કુટુંબીજનો અમારી જીવનનૌકા કોઈ કષાય-વિષયના ખડક સાથે અથડાઈ ન પડે એની સભાનતા રાખીએ. અમે તો એમનાં એટલાં ઋણી છીએ કે જીવનભર અમારા આત્માના કલ્યાણ માટે એ અમને રાહબર બની રાહ ચીંધતાં રહ્યાં. એમના તો અનંત અનંત ઉપકાર છે. છેલ્લે પૂ. બા મહારાજના દર્શનની ભાવના હતી તે પણ પૂરી ન થઈ શકી. એમનો હવે આ ભવમાં તે યોગ થવાનો નથી પણ દિવ્યલોકમાંથી કૃપા વરસાવતાં રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org