________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૮૫
શિખવાડનાર પૂ. મા મ.સા.ની યાદ અચૂક આવી જાય. પ્રેમાળ હૈયું, મિલનસાર સ્વભાવ, અપાર ભક્તિ – આવા અનેક સદ્દગુણોની મઘમઘતી માલા જેવું એમનું જીવન હતું.
અમૃતમય આંખની ક્યારી, જોવા જ મળે ના..
રમતાં હતાં જે ખોળામાં જોવા જ મળે ના...” સમુદાયને ઘણી મોટી ખોટ પડી
-. સ. સુભદ્રાશ્રીજી મ. ઇડર એમણે તો ૪૨ વર્ષના સંયમપર્યાયમાં ગુરુભક્તિ-ત્યાગ-તપ આદિ દ્વારા સારી આરાધના કરી લીધી. તેમના જવાથી સમુદાયને ઘણી મોટી ખોટી પડી છે. તેમનામાં સમુદાયનું ગૌરવ ઘણું જ હતું. પૂર્વકત પુણ્ય પણ સારું હતું તેથી સર્વ સાધ્વીગણ તેમની નિશ્રામાં જ્ઞાન-ધ્યાન-તપ-જપ-સંયમની ઉલ્લાસપૂર્વક સાધના કરતાં-કરાવતાં હતાં. આજે સૌના એક સફળ સુકાની ચાલ્યા જવાથી તમોને દુઃખ થાય તે સ્વાભાવિક છે. અમને પણ ઘણું જ દુઃખ થયું. કાળની આગળ કોઇનું પણ ચાલતું નથી. સૌને સાચવવાની રીત તેમનામાં ઘણી સારી હતી. તમોને પણ તેમણે ઘણો જ સારો સમુદાયનું મમત્વ-ગુરુભક્તિ આદિ ગુણોનો વારસો આપી દીધો છે. તમોને શાસનના સારા આરાધક અને પ્રભાવક બનાવી પોતાની જીવનયાત્રા એમણે સમાપ્ત કરી. તેઓ જ્યાં જશે ત્યાં સારું સ્થાન મળી જશે. ખોટ આપણને પડી છે. કેટલો બધો વાત્સલ્ય આપવાનો તેમનો સ્વભાવ હતો ! આજે એ જ યાદ આવ્યા કરે છે. ઘણા ગુણો
-૬. સ. જયા૨શ્રીજી મ. – પાલિતાણા પ. પૂ. બેન મ.સા.ના ક્ષમાપનાપત્ર દ્વારા પૂ. મોટા મ.સા.ની તબિયતના સમાચાર જાણેલ. તેમનામાં તપ-ત્યાગ-વૈયાવચ્ચ-ભક્તિ વગેરે ઘણા ગુણો હતા. એવા ગુણો અમારામાં કયારે આવે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુનું શાસન પામે એવી શાસનદેવને પ્રાર્થના. પોતાની શિષ્યાની જેમ
-પૂ. સા. વિજયમાલાશી મા એકાએક શું થઈ ગયું ! અમો જ્યારે મળ્યાં ત્યારે તો એમ લાગતું કે હજી પૂ. મોટા મ.સા.ને પાછા. વંદન કરવા આવીશું. પૂ. મોટા મ.સા. તો ખૂબ જ યાદ આવે છે. એમનામાં જે વૈયાવયના, તપસ્વીની ભક્તિના વિ. ગણો તો ખરેખર ભલાય તેવા નથી. મારું સ્વાથ્ય જ્યારે નરમ હતું ત્યારે પૂ. મોટા મ.સા. કેટલી ચિંતા કરતાં હતાં ! આ બધું સ્મૃતિપટ પરથી ખસતું નથી. બાલ્યવયથી માંડીને જ્યારે જ્યારે સાથે રહેવાનું થયું ત્યારે પોતાની શિષ્યાની જેમ અમારા પર વાત્સલ્ય વષવ્યુિં છે. છેલ્લે શાંતિનગરમાં પાટ પર અને એમના સંથારામાં બેસીને વાતો કરી ત્યારે યાદ આવી જતું કે પૂ. સાહેબજીની પાસે પણ હું આ જ પાટ પર અને સંથારામાં બેસીને સંયમ-સાધનાની વાતો કરતી હતી. પૂ. મોટા મ.સા. તો દરેકને સમાધિ-શાતા આપવામાં સહાયક બન્યાં છે માટે એમની સમાધિ માટે તો પૂછવાનું જ શું હોય? ભુલભુલામણીમાં
–પૂ. સ. વિરાગમાલાશ્રીજી મ. –હિંમતનગર હજી આગલી ૧૪ના મોટા મહારાજ પાસે હતાં. જરાયે લાગતું નહોતું કે મોટા મ.સા.ને આમ થઈ જશે. ઘણું સારું લાગ્યું એટલે વાગ્દાન પણ ન કહેવાયું તેમ જ એમની યાદગીરીની એક ચીજ પણ ન માગી અને એમોએ એમને આરાધના પણ ન કરાવી. ભુલભુલામણીમાં મૂકી દીધાં. અમો મળ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org