________________
૮૮૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
સર્વોદય-સમાધિપ્રાપ્ત પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજને
સહૃદય શ્રદ્ધાંજલિ પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શાસનગુણાનુરાગી શ્રી જયકલ્યાણ પરિવાર અને શ્રી જયહર્ષ
પરિવારના સૌજન્યથી.
વિ. સં. ૨૦૫૦ ના મેરુ ત્રયોદશીના ધન્ય દિને શ્રી ઉવસગ્ગહર પાર્થપ્રભુના ધ્યાનમાં પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજ સાહેબે પૂ. આચાર્ય ગુરુદેવશ્રી રાજયશસૂરિજી મ. સા.ના શ્રીમુખે નવકારમંત્રનું સ્મરણ કરતાં પાર્થિવ દેહને છોડ્યો. વિશાળ ભારતમાં તેમનો વિશાળ ચાહક વર્ગ છે. અનેક વ્યસ્તતા વચ્ચે પણ પૂ. વિદુષી સાધ્વી શ્રી રત્નચૂલાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ. સા. પાસેથી અત્ર-તત્ર વેરવિખેર સંગ્રહમાંથી મળેલ અલ્પ સંગ્રહ અત્રે રજૂ કરીએ છીએ.
શ્રમણી ગ્રંથના આપ પ્રેરિકા હતાં. આપના સાંનિધ્યમાં જ આ ગ્રંથ પ્રગટ કરવાનો હતો; પણ કાળ આગળ અમે લાચાર બન્યા. આપનું પાર્થિવ સાંન્નિધ્ય ગુમાવ્યું છે પણ આપનું દિવ્ય સાંનિધ્ય તો અમે જરૂર અનુભવતા રહીને જિનશાસનનાં શ્રમણીરત્નો ગ્રંથ પ્રગટ કરી રહ્યાં છીએ. આ ગ્રંથમાં આપની અલ્પ સ્મૃતિ ગ્રંથસ્થ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.
સંપાદક
શાશ્વત સુખને પ્રાપ્ત કરે
-પૂ. આ. સ્થૂલભદ્રસૂરિ મ. સા. સા. શ્રી સર્વોદયાશ્રીજીના કાળધર્મના સમાચાર જાણ્યા. એઓશ્રીના ચારિત્રધર્મની તથા સમાધિની ખૂબ અનુમોદના થાય છે. તેમાં પણ તેઓશ્રીના ગુણને અનુસરશો. દુઃખ તો ચોક્કસ થાય છતાંય એમના ગુણોના માધ્યમથી જરૂર ભૂલી શકાશે. સ્વર્ગસ્થ આત્મા પુનઃ મનુષ્યજન્મ, પ્રભુનું શાસન, ચારિત્રધર્માદિ પ્રાપ્ત કરી શીધ્ર શાશ્વત સુખને પ્રાપ્ત કરે, એ જ મંગળ ભાવના. શાસનપ્રભાવનામાં સહાયક બનો
-પૂ. પંન્યાસ પઘવિજયજી મ. – ઈડર. પૂ. મા મહારાજ સમાધિપૂર્વક ગયાં. હવે આપણે પણ તેમના જેવી સમાધિ પ્રાપ્ત થાય એવી ભાવનાથી આરાધનામાં આગળ વધવું જ રહ્યું. તમો બધાં નસીબદાર કે અંત સુધી સેવા કરીને લાભ લઈ શક્યાં. બંને રીતે માનું વાત્સલ્ય આપનાર એવાં મા મહારાજ જ્યાં હો ત્યાંથી આપણને સૌને શાસન પ્રભાવનામાં સહાયક બનો એ જ મંગળ ભાવના, પૂ. સા. ઉમંગશ્રીજી મ., પૂ. સા. લાવણ્યશ્રીજી મ., પૂ. સા. સુભદ્રા શ્રીજી મ. આદિ સર્વેએ માં મહારાજના આત્માને શાંતિ મળે એવી ભાવના વ્યક્ત કરી છે અને બધાં જ સાધ્વીજી મ.એ દેવવંદન કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org