________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૬૭ તેઓમાં રહેલા વૈરાગ્યના ભાવો વિશેષ વિકાસ પામ્યા. ભાગ્યાનુયોગે તેઓને વિમલગચ્છ સમુદાયનાં પૂજ્ય સાધ્વી શ્રી ચંપાશ્રીજીનાં સુશિષ્યા સાધ્વીશ્રી તારાશ્રીજીનો સમાગમ થયો અને વૈરાગ્યભાવના વિશેષ દઢ બની. શાંતભાવી અને ચારિત્રપાત્ર પૂ. સાધ્વીશ્રી તારાશ્રીએ ટીપુબાઈની વૈરાગ્યભાવનાની ખાતરી કરી અને વિ. સં. ૧૯૭૬ના જેઠ સુદ ૧ ના રોજ શ્રી સિદ્ધાચળની શીતળ છાંયડીમાં જ તેઓને પરમ પાવની ભાગવતી દીક્ષા આપી. તેઓશ્રીનું નામ “મંગળશ્રીજી” રાખવામાં આવ્યું. તેમની વડી દીક્ષા જૈનપુરી રાજનગરમાં કરવામાં –-આવી જે સમયે સારા પ્રમાણમાં જનસંખ્યાની હાજરી હતી.
દીક્ષિત અવસ્થામાં સાધ્વીશ્રી મંગળશ્રીએ ગુરુનિશ્રામાં જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો અને બુદ્ધિની તીક્ષ્ણતાને કારણે થોડા જ સમયમાં પ્રકરણાદિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
ગુરુણીની સાથે અને તેઓશ્રીના વિ. સં. ૧૯૯૭ના સ્વર્ગવાસ બાદ પણ સાધ્વીશ્રી મંગળશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ અને હિંદના અન્ય પ્રાંતોમાં વિહાર કરી, અનેક જીવો પર ઉપકાર કર્યો. અનેક જીવોને વ્રતારાધના કરાવી ધર્મમાર્ગમાં જોડ્યા. પૂ. સાધ્વીશ્રી ઇન્દ્રશ્રીજી તથા પૂજ્ય સાધ્વીશ્રી દમયંતીશ્રીજી તેઓનાં સુયોગ્ય શિષ્યાઓ થયાં.
સાધ્વીજી મંગળશ્રીએ અનેક સ્થળોએ વિહાર કરવા ઉપરાંત અનેક તીર્થસ્થાનોની યાત્રાઓ કરી તેમ જ વિવિધ તપશ્ચય પણ કરી –જેવી કે, શ્રી શત્રુંજય તીર્થની નવાણું યાત્રા બે વાર, શ્રી તાલધ્વજગિરિ તીર્થની નવાણું યાત્રા બે વાર તથા અઢાઈ, પંદર ઉપવાસ, સોળ ભg, નવપદજીની ઓળી વગેરે વિવિધ તપશ્ચર્યા કરી. ખરેખર ! તેઓશ્રીએ પોતાના નામ પ્રમાણે અનેક પ્રકારનાં ધર્મનાં મંગળ કાર્યો કરાવ્યાં હતાં.
ઉત્તમ સંયમ ગુણના ધારક પૂજ્ય સાધ્વી શ્રી ઉત્તમશ્રીજી મહારાજ સંસારી નામ ચંદુબહેન, પિતાશ્રીનું નામ શ્રી હરગોવિંદદાસ કપૂરચંદ રોલિયા. માતુશ્રીનું નામ મણિબહેન, ગામ ભાભર.
જેઓશ્રીનાં માતા-પિતા વગેરે કુટુંબ પરિવાર સંસ્કારી અને ધર્મનિષ્ઠ છે, તેથી ચંદુબહેન પણ નાનપણથી જ ધર્મસંસ્કારોથી વાસિત હતાં. એટલે ચંદુબહેનની ૧૬ વર્ષની નાની વયે સંયમ લેવાની ભાવના જાગી.
માતા-પિતા વગેરેએ ઉલ્લાસ અને ઉમંગભેર ભાભરમાં જ દીક્ષા સંવત ૧૯૯૦ માગશર વદ રના પૂ. બુદ્ધિવિજયજી મ. શ્રીના વરદ હસ્તે અપાવી અને તેઓશ્રી પૂ. બુદ્ધિ તિલક સમુદાયનાં વિદુષી સાધ્વી શ્રી સૌભાગ્યશ્રીજી મ.નાં શિષ્યા તરીકે સાધ્વી શ્રી ઉત્તમશ્રીજી નામે જાહેર થયાં.
સંયમ ગ્રહણ કરીને પોતાના ગુરુને સમર્પિત બનીને જ્ઞાન, ધ્યાન, તપ, જપ અને વૈયાવચ્ચ. વગેરેમાં લીન બન્યાં. સંયમપયિ જેમ જેમ વધતો ગયો તેમ-તેમ તેમનાં શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા પણ વધતી ગઈ. આજે તેમનો ૫પની સંખ્યામાં પરિવાર છે. તેમનાં બીજાં બે બહેનોએ પણ આ જ સમુદાયમાં સંયમ ગ્રહણ કરેલ છે અને સાધ્વીશ્રી સુશીલાશ્રીજી મ. તથા સાધ્વીશ્રી રેવતશ્રીજી મ. નામે પરિવાર સાથે વિચરી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org