________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૬૫
પુરવણી [અત્રે જે તે સમુદાયના પાછળથી મળેલા કે શરતચૂકથી રહી ગયેલા પરિચયો પ્રગટ કરીએ છીએ
સંયમ અને જ્ઞાનનાં ઉત્કૃષ્ટ સાધિકા વિદુષીરત્ન પૂ. સાધ્વીવર્યાશ્રી લાભશ્રીજી મહારાજ
અમદાવાદ-પતાસાની પોળમાં સોમકરણ મણિયારના વંશમાં શ્રી ઝવેરચંદ પ્રેમચંદ નામે શેઠ હતા. તેમનાં પત્ની આધારભાઈ [ જે અમદાવાદ ધનપીપળાની પોળના શ્રી કેશરીસિંહ હેમચંદનાં પુત્રી ] ઘણા ધર્મપરાયણ હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૧૯માં મંગળબહેન નામે એક પુત્રી જન્મી. ૧૨ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. બાલ્યવયથી જ ધાર્મિક અભ્યાસની વિશેષ રુચિ. લગ્ન બાદ પણ ધાર્મિક અભ્યાસ શરૂ જ હતો. તેમાં અનક્રમે વૈરાગ્યશતક ભણતાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો અને બાલ્યકાલથી જ ધાર્મિક અભ્યાસમાં જેમનો સતત સમાગમ રહ્યો તેવાં સાધ્વીશ્રી વિવેકશ્રીજી અને અમૃતશ્રીજી પાસે છાણી મુકામે, વિ. સં. ૧૯૩૯માં દીક્ષા અંગીકાર કરી. તેમનો જ્ઞાનાભ્યાસ ઉત્તરોત્તર વધતો રહ્યો. વિશાળ અભ્યાસના કારણે સાધ્વી-સમુદાયમાં વિદુષી તરીકે ગણાવા લાગ્યાં. અન્ય સાધ્વીઓ અને શ્રાવિકાઓને પણ ધાર્મિક અભ્યાસ રસપૂર્વક કરાવવા લાગ્યાં. કચ્છ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ વગેરે પ્રદેશોમાં વિચરી તે તે સ્થાનોમાં શ્રાવિકા વર્ગને ધર્મોપદેશ અને તત્ત્વજ્ઞાન આપી શાસનની સારી એવી પ્રભાવના કરી. પ્રાંતે શરીરની સ્થિતિ નબળી પડતાં છેલ્લાં દશ-અગિયાર વર્ષ ભાવનગરમાં જ સ્થિરવાસ રહ્યાં. તે દરમ્યાન પણ સ્વ. પંડિત કુંવરજી આણંદજી પાસે શ્રુતજ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખ્યો. એમના આ દીર્ઘ દીક્ષાપયિ દરમિયાન તેમની શિષ્યા-પ્રશિષ્યાઓનો પરિવાર વિપુલ બન્યો. ભાવનગરની શ્રાવિકાઓ ઉપર તેમનો અનન્ય ઉપકાર હોઈ અત્રે ભાવનગરમાં શ્રાવિકાશાળા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. આવા ઉત્કૃષ્ટ જ્ઞાનોપાસક અને ધર્મપ્રભાવનાની વૃદ્ધિમાં અપૂર્વ યોગદાન અર્પનાર સ્વ. પૂ. સાધ્વીવર્ય શ્રી લાભશ્રીજી મહારાજશ્રીને શતશઃ વંદના.
પૂ. સાધ્વી શ્રીજી ગુણશ્રીજી મહારાજ જામનગરમાં વિશા ઓસવાલ જ્ઞાતિના પારેખ કુટુંબના શ્રી ચાંપશી મોનજી અને ધર્મપત્ની મીઠીબાઈને એક જ સંતાન. નામ ગોમતીબાઈ. તેમનું લગ્ન ઝવેરી હીરાચંદ લખમશી સાથે થયું, પણ પતિ હીરાચંદભાઈનો લગ્ન બાદ એક જ મહિનામાં સ્વર્ગવાસ થયો અને ગોમતીબાઈ નાની ઉંમરમાં વિધવા થયાં. બાદ તેમનું મન ધર્મધ્યાન કરવામાં જ તત્પર થયું અને ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યાં. સાથે સાથે જામનગરમાં તથા કચ્છમાં રહી શ્રાવિકાઓને કર્મગ્રંથ, સંઘયણ, ક્ષેત્રસમાસ વગેરેનો અભ્યાસ કરાવતાં. અનુક્રમે આ માયાવી સંસારને અસાર જાણી વૈરાગ્યભાવ જાગતાં દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા થઈ અને માતાપિતાની આજ્ઞા માંગી; પણ સુરતમાં રજા ન મળવાથી ૬૦ વર્ષની વૃદ્ધાવસ્થાએ તેમણે વિ. સં. ૧૯૫૧ના માગશર સુદ-૨ના મહાન તપસ્વી પૂ. મુનિશ્રી ખાંતિવિજયજી (દાદા) મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી શ્રી ધીરશ્રીજીના શિષ્યા ગુણશ્રીજી નામે થયાં. તે જ વખતે ઓશવાળ જ્ઞાતિમાંથી દેવકોરબાઈ તે દેવશ્રીજી, માણેકબાઈ તે (રૂ.) માણેકશ્રીજી, તથા નાથીબાઈ તે નિધાનશ્રીજી—એ ત્રણેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org