________________
શાસનનાં શ્રમણીરત્નો ]
વિનય-વૈયાવચ્ચ ગુણમાં અગ્રેસર વાત્સલ્યમયી પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ
સૂર્યનો તેજસ્વી પ્રકાશ અનેક ગગનચુંબી જિનાલયો ઉ૫૨ છવાઈ રહ્યો છે. પ્રગટપ્રભાવી ૨૩મા તીર્થપતિ શ્રી સ્થંભણ પાર્શ્વનાથ જ્યાં વિરાજિત છે તેવી પાવન વસુંધરા જે ખંભાત નામે પ્રસિદ્ધ છે.
[ ૮૭૩
માતા ચંપાબહેનની રત્નકુક્ષીને દીપાવનાર અને પિતાશ્રી ભોગીલાલભાઈના કુળમાં દીપિકા સમાન એવી પુત્રીનો જન્મ થયો. નામ હીરાબહેન તેવા જ ગુણમાં પણ તેજસ્વી હીરો હતાં.
બાલ્યવયથી જ માતાના સુસંસ્કારોનું સિંચન થતાં જીવન ધર્મમય બનવા લાગ્યું. વિરાગનો દીપક પણ ઝળહળતો હતો. ધાર્મિક અભ્યાસ સુંદર રીતે કરતાં હતાં. માતા ચંપાબહેન પોતાની પુત્રી હીરાબહેનનાં હિતસ્વી હતાં. દરેક માતાઓને પોતાની પુત્રીઓની ચિંતા હોય જ; પણ ભાગ્યશાળી પુત્રીની માતા પોતાના સંતાનના સાચા હિતેચ્છુ બની શાસનને સોંપવા તૈયાર થાય છે. હીરાબહેને સંયમજીવન સ્વીકારવાની તૈયારી બતાવી અને માતાપિતાએ મુહૂર્ત જોવરાવ્યું.
સં. ૨૦૧૧ વૈશાખ સુદિ ૭ના રોજ સ્થંભણતીર્થની ભૂમિમાં આ મુમુક્ષુની આનંદના હિલોળા વચ્ચે દીક્ષા થઈ. હીરાબહેન મટીને સાધ્વીશ્રી હર્ષપૂર્ણાશ્રીજી બન્યાં. ગુરુપદે સ્થાપિત થયાં પૂ. રોહિણાશ્રીજી મહારાજ. સંયમ સ્વીકારી અણગાર બન્યાં. જ્ઞાન, ધ્યાન, વિનય વૈયાવચ્ચ આદિ ગુણો જેનામાં પડેલા હતા તે પ્રગટ થયા. આ સમુદાયમાં આ મહાત્મા ખરેખર વિનય-વૈયાવચ્ચના ગુણમાં મુખ્ય સ્થાન ધરાવનાર છે. ક્યારેય પણ સમુદાયમાં કોઈની પણ બીમારી હોય તેની સેવામાં હાજર થઈ જાય. તેવી જ રીતે
ગોચરી-માંડલીમાં પણ અગ્રેસર. પોતાના શિષ્યાદિ પરિવાર ઉપર વાત્સલ્યની વર્ષા વરસાવી રહ્યાં છે અને સર્વ શિષ્યા-પ્રશિષ્યાઓને અભ્યાસ તથા તપસ્યાદિ કરાવવામાં હંમેશાં સહાયતા અર્પી રહ્યાં છે.
શારીરિક બળ ઓછું પણ જીવનમાં પોતે સળંગ ૫૦૦ આયંબિલ, વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી, સિદ્ધિતપાદિ મહાન તપસ્યાઓ કરી છે.
સંયમજીવનનાં ૩૮ વર્ષ થયાં. પોતાનું જીવન નિરતિચારપણે પળાય તેવી સતત કાળજી રાખે છે. પૂ. ગુરુદેવ મહારાજની અનુજ્ઞાથી જુદાં જુદાં ગામોમાં ચાતુમસની આરાધના બહેનોમાં સુંદર કરાવી શાસન-પ્રભાવના કરી રહ્યાં છે. આવા ગુણિયલ મહાત્માનાં ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના.
*
Jain Education International
પૂ. સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ
જન્મ : ખંભાત, સં. ૧૯૯૧ કા. વ. ૬. દીક્ષા : ખંભાત, સંવત ૨૦૧૧ વૈ સુ-૭. ગુરુનું નામ પૂ. સા. શ્રી ઇન્દ્રશ્રીજી મહારાજ. સ્થંભનપુરમાં પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ બન્નેએ સાથે જ પૂ. આ. ભગવંત શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. મારવાડ, મહારાષ્ટ્ર, કચ્છ, ગુજરાત–અનેક દેશોમાં વિહાર કરી અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યા અને શિષ્યા-પ્રશિષ્યાઓના ગુરુદેવ બન્યાં. અત્યારે જીવનમાં અનેક તપસ્યાઓ તથા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન તેમના પૂ. ગુરુદેવની અખંડ ભક્તિ કરતાં સંયમજીવનની અખંડ આરાધના કરી રહ્યાં છે.
*
For Private & Personal Use Only
www.jainelibrary.org