________________
૮૭૪ ]
[ શાસનનાં શ્રમણીરત્નો પ. પૂ. આ. શ્રી ધનપાલસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તિની
પૂ. સાધ્વીરત્ના શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી મહારાજ
અક્ષરોથી ઉકેલાય નહિ..શબ્દોથી સમજાય નહિ... બુદ્ધિથી અંકાય નહિ, એવી અલબેલી રાજનગરીની પવિત્ર ભૂમિમાં સં. ૧૯૯૬ના શ્રાવણ વદ ૧૧ના શુભ દિવસે જન્મ થયો.
વાડીભાઈના વિરાટ વ્હાલમાં, રેવાબહેનના વાત્સલ્યવારિધિ વડે સિંચાતું આ કોમળ બાળ કોકિલ ગુંજારવ કરતું, બાલક્રીડા કરતું રહ્યું. મીઠા અને મધુરા વાણીના સૂરે માતા-પિતાને કોકિલા નામની પ્રેરણા આપી અને કોકિલા નામ સ્થાપન કર્યું. હસતું રમતું ખીલતું આ બાળ દિવસોનાં પગથિયાં ગણવા લાગ્યું. દીકરીના ભાવીનાં સોનેરી સોણલામાં માતાએ વિચારવા માંડયું ! પ્યારી પુત્રીને શાસનને સમર્પિત કરી રત્નકુક્ષી ઉજાળવાની મહત્ત્વાકાંક્ષા સેવતી રહી.
દીકરીના દેહની ચિંતા અનેક માતા કરે પણ શાસનને સમર્પિત કરવાની ભાવના પાછળ દીકરીનું આત્મોત્થાન થાય એ જ માતૃસહજ સુલભ હૃદયનું હાર્દિક અભિપ્રત હતું અને આ જ હતું કોકિલાનું પરમોચ્ચ સદ્ભાગ્ય ! ભૌતિક સુખ, વ્યવહારજીવન અને અદ્યતન કેળવણી દ્વારા વેસ્ટ બની જતા જીવનને સમ્યકજ્ઞાનનો ટેસ્ટ કરાવી બેસ્ટ બનાવવા માટેના પ્રયત્નો શરૂ થયા. પુરુષાર્થ અને પ્રારબ્ધનાં કદમ જ્યારે એકસાથે ઊપડે છે ત્યારે સફળતા અવશ્ય સાકાર થાય જ છે. કોકિલાબહેને માતાના અંતરના અક્ષરોને ઉકેલી પોતાના અંતરના અતલ ઊંડાણમાં સ્થાપન કર્યા અને સ્થાપેલા તે જ શબ્દો એક દિવસ ઉદ્ગાર રૂપે બહાર આવી ગયા. કોકિલાબેને માતાને કહ્યું : “સંસારના સોનેરી પિંજરમાં...પંખી રહ્યું અકળાઈ....બંધન તોડી ગગને ઊડવા પાંખો રહ્યું ફફડાઈ.. સંયમમુહૂર્ત કઢાવો..લાવો રે લાવો...શુભ દિવસ કઢાવો...” માતાનું સુવર્ણ-સ્વખ, બેન મહારાજશ્રી પૂ. રોહિણાશ્રીજી મ. સા.ની પ્રેરણાનાં પીયૂષપાન કરી પુત્રી કોકિલાબેન દ્વારા સાકાર થતું સાંભળતાં જ મુહૂર્તનાં મંગલ ગવાયાં...અને.
સંવત ૨૦૧૪ વૈશાખ સુદ ૭ ના સુમંગલ પ્રભાતે ચૌદ રાજલોકના જીવોને અભયદાન દેવા.પ્રભુએ સ્વયં આચરેલી..અનુભવેલી...અને ઉપદેશેલી પ્રવ્રજ્યાના પુનિત પંથના પ્રવાસી બનવા, વૃત્તિ અને પ્રવૃત્તિનો વળાંક અધ્યાત્મ તરફ વાળી પૂ. રોહિણાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મહારાજ તરીકે દીક્ષિત બન્યાં.
તપોમૂર્તિ, જ્ઞાનમૂર્તિ અને શુદ્ધ ચારિત્રી, વાત્સલ્યદાત્રી ગુરુમૈયાની પરમ કૃપા, ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા, ચરણસિત્તરી અને કરણસિત્તરીની શિક્ષા સાક્ષાત્ કરી. વિભાવદશાનાં વિરાટ વમળોમાંથી નિવૃત્ત થવા અને સ્વભાવદશાની સહજ પ્રાપ્તિ અર્થે જ્ઞાનનો યજ્ઞ માંડ્યો. વિનય, વૈયાવચ્ચ અને નિખાલસતાના પરમોચ્ચ ગુણના અપૂર્વ સહકારે પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કર્મગ્રંથ, કમ્મપયડીનો અભ્યાસ હસ્તગત કર્યો. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગની સિદ્ધિમાં સાફલ્ય પ્રાપ્ત કરી પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. નિરંતર ગુરુમૈયાની વાતસલ્યસરિતામાં સ્નાન કરી કર્મમલને ધોઈ રહ્યાં. બુદ્ધિ અને જ્ઞાનને દૂર મૂકીને ફક્ત હદયથી પ્રાધાન્ય આપી સ્વજીવનને નિર્ભયતાથી પસાર કરવા લાગ્યાં.
કાળના અવિરત પ્રવાહમાં સમય પસાર થવા લાગ્યો... આરાધક હવે સાથે સાથે સાધક બન્યા.... વ્યવહારજીવનમાં શિષ્યા-પ્રશિષ્યાની સાથે પણ અસ્મલિત આરાધનામય હવ, જાતાં સતત પોતાનાં ગુરુમાતાની નિશ્રામાં પ્રસન્નતાથી જીવનપ્રવાહ ચાલુ રહ્યો. એ ગુરુદેવશ્રીની આંખમાં વાત્સલ્ય છે...પ્રેમ નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org