________________
૮૬૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
૫૮ વર્ષના સંયમપર્યાયમાં જુદાં જુદાં ગામો અને છેલ્લે સાંચોર (સત્યપુર) નગરે સં. ૨૦૪૫ નું ચાતુર્માસ કરાવવાની શ્રીસંઘનાં ભાઈ-બહેનોની આગ્રહભરી વિનંતી થતાં ત્યાં ચોમાસું કરવાનાં હતાં; પણ ત્યાં તો જેઠ વદમાં લકવાની અસર થઈ અને સં. ૨૦૪૫ અષાઢ સુદ ૧૨ના સમતાભાવે અને સમાધિપૂર્વક ભાભર મુકામે જ કાળધર્મ પામ્યાં.
તેઓશ્રીએ જીવનમાં અનેક નાનાં-મોટાં તપો કરવા સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના તેમ જ નમસ્કાર મહામંત્રના લાખોની સંખ્યામાં જાપ કર્યા હતા. છેલ્લે સુધી નવપદ એક ધાનની ઓળી અને દિવાળીનો અક્રમ જીવન પર્યંત કરેલ.
દસ વર્ષથી ડાયાબિટીસનું દર્દ હોવા છતાં કોઈ દવા લેતાં નહિ, દવા લેવાનો આગ્રહ થતો તો પણ કહેતાં કે જે બનવાનું હશે તે બનશે. સંયમમાં ખૂબ મક્કમ હતાં.
આવા ઉત્તમ ચારિત્રના પાલક સાધ્વીશ્રી ઉત્તમશ્રીજી મ. કાળધર્મ પામતાં તેમના સમુદાયને મોટી ખોટ પડી. તેઓશ્રીનો પુણ્યાત્મા જ્યાં હોય ત્યાં સૌ કોઈને સંયમગુણની પ્રેરણા પાતો રહે.
*
પૂજ્ય પ્રવર્તિની વિદુષીરત્ના
સ્વ. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજ
જિનમંદિરોથી વિભૂષિત એવા ઉત્તર ગુજરાતના સમૌ નામના ગામમાં શ્રી મોહનભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા ભીખીબહેનની રત્નકુક્ષીએ વિ.સં. ૧૯૭૨ના કારતક વદ-૩ ના રોજ એક તેજસ્વી કન્યારત્નનો જન્મ થયો. પ્રબળ પુણ્ય અને પ્રભાવ જોઈને માતા-પિતાએ કાન્તા નામ રાખ્યું. તેમનો ગુણવૈભવ પણ વયવૃદ્ધિ સાથે જ વિકાસ પામવા લાગ્યો. ગુણપુષ્પોની સૌરભથી કુંટુંબના ગૌરવને મઘમઘતું કરી દીધું. તેર વર્ષની નાની ઉંમરે શ્રી ગોકુલદાસ ઉગરચંદના સુપુત્ર શ્રી અમૃતલાલ સાથે લગ્નસંબંધથી જોડાયાં પણ વિધિના યોગ કાંઇ જુદા જ નિમિયા હશે કે અમૃતલાલભાઈનું યુવાન વયમાં જ અકાળે અવસાન થયું. કાન્તાબહેનમાં સંસારની ઉપાધિઓની સમજણ કાંઇક ઓછી હશે..... ધાર્મિક અભ્યાસમાં મન પરોવ્યું. માતા-પિતાએ સારું એવું ધાર્મિક જ્ઞાન અપાવ્યું. મહાન સૂરિ મહારાજાઓના ચાતુર્માસ થતા ત્યારે તેઓનાં વ્યાખ્યાનો સાંભળવા કાન્તાબહેન નિયમિત જતાં. વૈરાગ્યનો રંગ વધુ ઘેરો બન્યો. નાની વયમાં જ સૂત્ર-અર્થ, સંસ્કૃત વ્યાકરણ, ચૈત્યવંદન, સ્તુતિસ્તવન, સજ્ઝાય વગેરે કંઠસ્થ તેમ જ મધુર રાગમાં બોલવાની શૈલીના કારણે તેઓ સૌના આવકાર અને આદરમાન પામ્યાં હતાં.
પુત્રીની આ જિનભક્તિ, જ્ઞાનભક્તિ અને સંયમરાગ જાણી માતા-પિતાએ સં. ૧૯૯૨માં પૂ. મુનિશ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. પુણ્યવિજયજી મ. ની નિશ્રામાં સૌના જ પૂ. સા. શ્રી ચંપકશ્રીજી મહારાજ પાસે દીક્ષા આપવાનું નક્કી કર્યું. ગામમાં ઘણો જ ઉત્સાહ હતો. કાન્તાબહેનમાંથી સાધ્વીશ્રી કંચનશ્રીજી નામે જાહેર થયાં. વડીલોની વૈયાવચ્ચ-ભક્તિમાં જોડાઇ ગયાં, વડીદીક્ષા માણસા ગામમાં જ પ. પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં થઈ. ત્યાંથી વિહાર કરી વડા ગામમાં ચોમાસું કર્યું. ત્યાંથી અનેક સ્થળોએ વિચરતાં વિચરતાં ગુરુદેવ સાથે સમૌ પધાર્યાં. ત્યાં પોતાના સંસારી કાકાની દીકરી બહેન સુભદ્રાને સં. ૧૯૯૫માં દીક્ષા આપી. નામ સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી રાખ્યું. બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org