________________
૮૬૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો સાથે જ દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી શ્રી ગુણશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર થયાં. બાદ ઊજમબાઈ તે હેમશ્રીજી મહારાજ તે પણ ગુણશ્રીજી મહારાજનાં શિષ્યા થયાં.
એવી રીતે પરિવાર સહિત સાધ્વી ગુણશ્રીજી મહારાજે જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર, માંડલ, પાલીતાણા, પાટણ, મહુવા વગેરે સ્થળે ચાતુમસ રહી પોતે ધમભ્યાસ કરતાં તથા શિષ્યાઓને અને શ્રાવિકાઓને અભ્યાસ કરાવી બહુ મોટો ઉપકાર કર્યો છે. બાદ વિ. સં. ૧૯૬૬ના આસો સુદ-૧૫ના તેઓ કાળધર્મ પામ્યાં.
પૂ. સા. શ્રી ગુણશ્રીજી મહારાજનો પરિવાર
દેવશ્રીજી
માણેકશ્રીજી
નિધાનશ્રીજી
હતશ્રીજી
ચંદન શ્રીજી
પ્રધાનશ્રીજી
મુક્તિશ્રીજી
વિવેકશ્રીજી
વિવેકશ્રીજી
ચંદન શ્રીજી
ચંદનશ્રીજી
મણિશ્રીજી
સૌભાગ્યશ્રીજી
avaksaling
melepale
રમણીકશ્રીજી
રંજનશ્રીજી
મહિમાશ્રીજી હેમશ્રીજી હરકોરશ્રીજી ઉત્તમ શ્રીજી હરખશ્રીજી વલ્લભાશ્રીજી સુબોધશ્રીજી પ્રભાશ્રીજી
ધર્મમંગલનાં અનેકવિધ કાર્યોથી આભૂષિત
પૂ. સાધ્વીજી શ્રી મંગલશ્રીજી મહારાજ મારવાડની ભૂમિએ શૌર્યમાં તેમ જ ભક્તિમાં અનેક રત્નો નિપજાવ્યાં છે. આવા મારવાડ પ્રદેશની માંડોલી નગરીમાં ઓસવાલજ્ઞાતીય શાહ લાલાજી ખીમાજીના ગૃહે અને રંભાબાઈની રત્નકુક્ષીએ તેમનો જન્મ થયો હતો. “ીપુબાઈ" એવું તેમનું લાડકું નામ રાખવામાં આવ્યું.
ટીપુબાઈ લઘુવયનાં થયાં તેવામાં ભાગ્યયોગે માતા–પિતારૂપી શિરછત્ર તેમને ગુમાવવું પડ્યું. તેર વર્ષની વયે તેઓનું લગ્ન કરવામાં આવ્યું પણ દેવવશાત્ તે દંપતી-સુખ લાંબો સમય ટક્યું જ નહિ અને ટીપુબાઈને બાળપણમાં જ રંડાપાનું અસહ્ય દુઃખ આવી પડ્યું. માતા-પિતાના સ્વર્ગવાસથી અને પતિના મૃત્યુથી ટીપુબાઈને સંસારની અસારતા સમજાઈ. જો કે તેઓએ વિશેષ અભ્યાસ કર્યો ન હતો, છતાં ભદ્રિક સ્વભાવ અને ઊંડી સમજણને કારણે તેમનો આત્મા વૈરાગ્ય તરફ ઢળતો ગયો.
અઢારમા વર્ષે તેઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે ગયાં. પવિત્ર ગિરિરાજના સ્પર્શથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org