________________
૮૭૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો ઝુકાવી દીધું. અમૃતબહેન મટી સાધ્વીશ્રી અમરપ્રભાશ્રીજી બન્યાં. “સંસારતારિણી મોક્ષગામિની" દીક્ષા અંગીકાર કરી.
દિન દિન ચઢતે વાને તપ, સંયમ, વિનય, ભક્તિ-વૈયાવચ્ચ, ઇરિયા સમિતિ આગળ ને આગળ વધતાં રહ્યાં. ૩૦-૩૦ વર્ષ અપ્રમત્તભાવે રત્નત્રયીની ખૂબ જ આરાધના કરી જીવન ખરેખર સાર્થક બનાવ્યું. આ સરળ, સમતા-સમાધિ-સહનશીલતાની સાક્ષાત્ મૂર્તિના મુખ પર ગ્લાનિ કે બીમારી છેલ્લે સુધી જોવા મળેલ નહીં.
વિ. સં. ૨૦૪૩ના આસો વદ ૧૦ને મંગળવારના દિવસે તો દરરોજ કરતાં વધારે પ્રસન્નતા દેખાઈ. સહવર્તિનીઓને થયેલ કે અહો ! જુઓ આજ તો પૂ. મોટા મહારાજ સાહેબ કેવા-કેટલા આનંદમાં ઝૂલે છે ! આજે કાંઈક વધારે આત્મલીનતા દેખાય છે. સાંજે પ્રતિક્રમણ, સંથારાપોરસિ વગેરે ભણાવ્યા બાદ દરરોજના કાર્યક્રમ પ્રમાણે નવકારવાળી ગણતાં ગણતાં રાતે સાડાદશ વાગે દરેક સહવર્તિનીઓને બોલાવી કહ્યું કે આજે તો મને દરરોજ કરતાં વધારે સારું છે. તમે કોઈ ચિંતા કરશો નહીં. મારે તો આજે લાંબી ઊંધ કરવાની છે. તમે દરેકને હું ખમાવું છું. શાતામાં રહેજો. એમ કહી નવકાર ગણતાં ગણતાં પરમ વાત્સલ્યભાવથી દરેકના મસ્તક પર ખૂબ જ હાથ ફેરવ્યો. આ શું ! અમારા વચ્ચેથી છેલ્લા આશીર્વાદ આપી ચિર વિદાય લેવાની પૂર્ણ તૈયારી કરી ન રહ્યાં હોય! સહવર્તિનીઓએ પૂછશે કે આમ કેમ આપશ્રી બોલી રહ્યાં છો? જવાબમાં માત્ર સ્મિત તથા પ્રસન્નચિત્ત! બસ, હવે નવકાર ગણતાં ગણતાં સંથારી જાઉં છું. ઓમ બોલી નવકાર ગણવા માંડ્યાં. બસ, પછી માત્ર અરિહંત અરિહંતનું જ સ્મરણ, ડૉકટર તથા ચતુર્વિધ સંઘ આવી ગયો. હાર્ટની બીમારી વધી ગયેલ. આટલી વેદના છતાં અરિહંત સિવાય બીજે કયાંય લક્ષ નહીં. ડૉકટરોએ કહ્યું કે હવે છેલ્લી સ્થિતિ છે. આખી રાત શ્રી ચતુર્વિધ સંધે અખંડ નમસ્કાર મહામંત્રની ધૂન ચાલુ રાખી. આસો વદ-૧૧ ને બુધવારે સવારે નવ ને પિસ્તાલીશે અરિહંત અરિહંત બોલતાં બાણું વર્ષે શાંતિ-સમાધિ પૂર્વક દીપક બુઝાયો. પૂજ્યશ્રીની સહિષ્ણુતા, સમતા અને ક્ષમા અજોડ હતી. વેદનીય કર્મના મહાવ્યાધિમાં પણ તે સાચી સમજણને કેળવી સમાધિ રાખી.
પૂજ્યશ્રીએ એક અદ્ભુત સહનશીલતાનો બોધ જગતને પૂરો પાડ્યો. તેમાં પણ પૂજ્યશ્રીની પ્રભુભક્તિ, આત્મમસ્તી, નમસ્કાર મહામંત્રની આરાધનાની જમાવટ કરવાની શક્તિ ગજબની હતી. આવા આત્માનું મૃત્યુ સમાધિપૂર્વકનું હોય એમાં શંકાને સ્થાન નથી.
ધર્મભૂમિ સીનોરનાં શ્રમણીરત્નો નર્મદાતટે સીનોરમાં શ્રી સીનોર દશા ઓસવાલ જે. મૂ. જૈનસંઘમાંથી દીક્ષિત થયેલ પૂ. સાધ્વીજી મહારાજોને કોટિ કોટિ વંદના.
પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. (નરોત્તમ હીરાચંદની સંસારી પુત્રી) દીક્ષા : ૧૯૮૫ પૂ. સા. શ્રી કનકશ્રીજી મ. (સંસારી નામ : કમળાબેન ભોગીલાલ શાહ) દીક્ષા: ૧૯૮૦. પૂ. સા. શ્રી મંગળાશ્રીજી મ. (છોટાલાલ હરગોવિંદદાસની સંસારી પુત્રી) દક્ષા ઃ ૧૯૮૦. પૂ. સા. શ્રી પ્રસન્નયશાશ્રીજી મ. (સંસારી નામ કુ. પ્રતિમા જયંતિલાલ) દીક્ષા : ૨૦૨૮. પૂ. સા. શ્રી જિનકૃપાશ્રીજી મ. (સંસારી નામ જયશ્રીબેન કંચનલાલ) દીક્ષા - ૨૦૩૨. પૂ. સા. શ્રી હિતોદયાશ્રીજી મ. (હીનાબેન ફકીરચંદ પ્રેમચંદ) દીક્ષા : ૨૦૩૪. પૂ. સા. શ્રી નંદીકરાશ્રીજી મ. (નયનાબેન નવનીતરાય અંબાલાલ) દીક્ષા : ૨૦૩૪. પૂ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org