________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૬૯
ગુરુબહેનો જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગની સાથે સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતાં કરતાં સુરત, જામનગર, ભરૂચ અને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ચોમાસાં કરી વિચરી રહ્યાં. તેવામાં સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી મહારાજ અસાધ્ય રોગમાં ઘેરાઈ ગયાં. પોતાના ગામમાં જ સૌના આગ્રહને માન આપી તેમની ઘણી સારી સેવા કરી.
તે પછી પૂ. સાધ્વીજી કંચનશ્રીજી મહારાજ પોતાના શિષ્યા-પરિવાર સાથે મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશમાં વિચરતાં રહીને અનેક જીવોને ધર્મ પમાડી શાસનની સેવામાં વૃદ્ધિ કરતાં રહ્યાં. તે પછી અમદાવાદમાં સ્થિરતા કરી પોતાનું જીવન જ્ઞાન-ધ્યાન-સાધનામય બનાવી દીધું. કર્મસંયોગે બીમારી આવી છતાં અપ્રમત્તભાવે સંયમ-આરાધના કરી રહ્યાં.
તપસ્યાઓમાં વર્ષીતપ, વીશ સ્થાનકની ઓળી, અઠ્ઠાઇ તપ વગેરે નાનીમોટી ઘણી તપસ્યાઓ કરી છે. આવા જ્ઞાન-ધ્યાન-સંયમસાધિકા સાથ્વીરત્નશ્રી કંચનશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના...
પૂ. સા. શ્રી સમરસાશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી હિતજ્ઞાશ્રીજી મ. ના સદુપદેશથી શ્રી રશિમ એપાર્ટમેન્ટ (વાસણા-અમદાવાદ)નાં આરાધક બહેનો તરફથી.
પ્રશાંતમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી અમપ્રભાશ્રીજી મહારાજ પોરબંદર તાલુકામાં નાનું સીધસર નામે ગામ. તેમાં વસનાર મોટે ભાગે ભદ્રિકભાવી. પિતાનું નામ ગોવિદજીભાઈ શાહ અને માતાનું નામ કસરીબહેન અને તેમનું સંસારી નામ અમૃતબહેન. નામ એવા જ ગુણ. સીધસરમાં જૈનોનાં ઘર બહુ ઓછાં. પણ દરેક પ્રત્યે અરસપરસ મૈત્રીભાવ ગજબનો. દરેક સાથે મળીને જ ધમરાધના કરે. આવા એકત્વભાવી તથા સંસ્કારી જીવો વચ્ચે વૃદ્ધિ પામતા ગામમાં ધર્મસંપન્ન દોશી કુટુંબમાં તુલસીદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી માતાપિતાએ જોડડ્યાં. પણ આ આત્માને સંસાર પ્રત્યે મોહ કે રાગ કયારેય પણ સતાવે નહીં. સાધુ-સાધ્વી ભગવંત જ્યારે પણ વિહારમાં પધારે ત્યારે ત્યારે અવશ્ય ઉપવાસ તો કરે જ. આમ કરતાં છેલ્લાં પ્રાયઃ પપ વર્ષથી જામનગર રહેવાનું થયું. અહીં પણ દિનપ્રતિદિન ધર્મલાભ ખૂબ જ વૃદ્ધિ પામતો રહ્યો.
સંસારી ત્રણ સુપુત્રો અને ચાર સુપુત્રીઓ તેમાં નાનાં પુત્રી સુશીલાબહેનને સુસંસ્કારનું અમૃતપાન કરાવતાં હાલાર દેશોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા અને હાલારકેશરી પ. પૂ. આ. ભ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા તથા પૂ. તપસ્વી સાધ્વી શ્રી મહેન્દ્રપ્રભાશ્રીજી મહારાજ તથા સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મહારાજનો પરિચય થતાં સંસારની અસારતા જાણી વૈરાગ્ય દઢ થયો, તેથી સં. ૨૦૧૨માં કાર્તિક વદ-૬ના પ. પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા.ના શુભ હસ્તે લાખાબાવળમાં દીક્ષા આપી. પુત્રીની દીક્ષા બાદ અમૃતબહેનને તો રાતદિન એમ જ થયા કરે છે કે હું ક્યારે આ અસાર સંસારમાંથી મુક્ત બનું? દોઢ વર્ષ પાંચ વિગઈનો ત્યાગ કર્યો તો પણ દીક્ષા માટેની રજા ન મળી. આખરે આ વૈરાગી આત્માએ સં. ૨૦૧૩ના અષાઢ સુદિ-૧૦ નારાસંગપુરમાં હાલાર દેશોદ્ધારક પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના ચરણમાં શિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org