________________
શાસનનાં શમણીરત્ન ]
{ ૮૫૩ આહાર-સંજ્ઞા પણ એટલા જ જેથી ઉછાળ મારતી હોય છે. સૂઝતું–અસૂઝતું એટલું મહત્વનું નથી પરંતુ “જે અક તે પીએ એ લવિ પીઢ઼ી કુવ્વઈ” આ વચન સમજવું અને આચરવું મહત્વનું છે. પૂ. ૧૪ પૂર્વધર શખંભવસૂરિજી રચિત આ ગાથા રેવતીશ્રીજીના જીવનમાં વણાયેલી છે. ચારિત્રપાલનમાં પણ સ્વભાવિક કાબૂ સારો છે. સાથે ભગવાનની ભક્તિ પણ આશ્ચર્ય પમાડે તેવી. ગૃહસ્થપણામાં મેં કાનથી સાંભળેલ છે. દેરાસરજીમાં ૪-પ-૬ ચૈત્યવંદન લહેરથી બેલે પછી સ્તવન કેટલાં બોલતાં હશે તે તેમને જ અર, અત્યારે ૮૦ વર્ષ કરતાં વધારે ઉમર હોવા છતાં નાનાં-નાનાં તપ ચાલુ, જાપ–સ્તોત્ર-સ્વાધ્યાયમાં રાતના બાર–બે વાગી જાય. મેટા મહોત્સવાદિ પ્રસંગે રડું હોય તે પણ પિતાના ગોચરી–પાણી જે જેવા મળે તેવા બહારથી જ મંગાવવાનાં. ૭૦૦ સાધ્વીઓના વડીલ હોવા છતાં એને અહંભાવ નહીં.
સાધ્વીશ્રી જિતેન્દ્રશ્રીજી:- સામાન્ય રીતે જ્ઞાન અને તપ ઓછી જગ્યાએ સાથે જોવા મળે છે. આ પુન્યવાન સા વીછમાં સ્વ ટુકડીમાં અભ્યાસ પણ સારે, તપ પણ સારો. વર્ધમાન તપની ૧૦૦ એળી તો પૂર્ણ કરી છે, બીજાં પણ નાનાં-મોટાં તપ ચાલુ. મોઢા ઉપર સૌમ્યતા પણ ઘણું જ છે. અભ્યાસી હોવા છતાં નાના દીક્ષાવાળા સાધુઓ બોલવામાં ભૂલ કરે તે આછકલાઈ કે પિતાની વિદ્વત્તા દેખાડવાની પ્રવૃત્તિ નહીં, તેમ જ બહુમાનમાં પણ ફેર નહીં. પોતે તપસ્વિની છતાં નાનાં સાધુ-સાધ્વી નવકારશી કરતાં હોય તે તિરસ્કાર કરે કે તુચ્છતાને ભાવ નહીં. જ્ઞાનતા હોવા છતાં, પરિવાર હોવા છતાં આવી વિવેક બુદ્ધિ, સાધુ પ્રત્યે બહુમાનની પૂજી બહુ ઓછા પુન્યવાન સાધ્વી ધરાવતા હોય છે.
બીજા પણ અનેક ગુણિયલ પુન્યવાન સાધ્વીઓ હોય, પણ મારા સ્વાનુભવના કેટલાક લખેલ છે. ઉતાવળમાં યાદ આવ્યા તેમ લખ્યા છે.
સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી – પૂ. શાંતિચંદ્રસૂરિજી મ.સા. ભાભરવાળાનાં આ સાધ્વીજી ૧૦ મિનિટના પરિચયમાં ચિરંજીવ છાપ મૂકી ગયા છે. ઘણું જ સરળતા. તિથિના ભયંકર ઝેરનો જાણે કે ઓછા પણ નથી અડેલ. આરાધના કરવા તરફની રુચિ પણ સુંદર છે. કોઈ જાતના પરિચય વગર, સમુદાય પૂછ્યા વગર, દેરાસરજીમાં જોયાં, બહાર ઊભા રહ્યા, બહાર નીકળતાં વંદન કર્યું, ૧ કરોડ ચારિત્રપદના જાપની બાધાની વાત કરી, તુરત પચ્ચક્ખાણ કર્યા, પછી સમુદાય પૂ. સાધુ મહારાજની આરાધનાની વાત યથાર્થ છે, થાય તેવી છે તે તુરત સ્વીકારી લેવી તે વાત અત્યારના પક્ષીય વાતાવરણમાં ઘણી બધી મહત્ત્વની છે.
સાધ્વી શ્રી નિર્મલાશ્રીજી :– પૂ. વલ્લભસૂરિજી મ.સા.ને સમુદાયનું રત્ન છે. આમ તો શાસન રત્ન. અભ્યાસ, વાછટા, તપશ્ચર્યાને સંગમ. ૧-૨-૩ ઉપવાસથી વર્ષીતપ. નાનીમોટી તપશ્ચર્યા. જ્ઞાનપાંચમનો ઉપવાસ નિયત. આ બધામાં ચડે તેવી વસ્તુ તેમને ત્યાગ. વર્ષોથી લીલોતરી ત્યાગ છે. શિયાળાના ચાર મહિના કોથમીર છૂટ કેમ કે દાળ મળવી મુશ્કેલ. બાકી આટલાં વર્ષીતપ વગેરે કરવા છતાં લીલાં શાકભાજી-ફૂટ બધું જ બંધ. લાંબી લાંબી તપશ્ચર્યા કે આયંબિલ કરનારાને પારણે ત્યાગ દુષ્કર બને છે, જ્યારે આ સાધ્વીજીને કોઈ તક્લીફ પડતી નથી.
* પૂ. સિદ્ધિસૂરિજી મ. સા.ને સમુદાયનાં એક સાધ્વીજી છે. નામનો ખ્યાલ નથી પૂછેલ પણ નથી. વ્યકરણને સુંદર અભ્યાસી છે. ભણવા-ભણાવવામાં ખૂબ જ પ્રીતિવાળાં અને પ્રવૃત્તિવાળાં હોવા છતાં ભગવાનની ભક્તિ જે રીતે કરે છે તે અતિ અનુમોદનીય છે. તેમને ગળાની મીઠાશ તે સામાન્ય છે, પણ પૂ. દેવચંદ્રજી કૃત વીશીનાં સ્તવને માંની રચના જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org