________________
શાસનનાં શ્રમણીર ]
[ ૮૫૧ છે. આજે સાધારણની રકમ માટે મોટા ભાગની જગ્યામાં તકલીફ છે. અમિતગુણાશ્રી ઠેક-ઠેકાણે ચંદનબાળાના અઠ્ઠમ કરાવે છે ત્યાં ધનાવહ શેઠની બેલી બોલાવે. હવેલીનું દૃશ્ય ખડું કરાવે. પુન્યાઈથી બેલી પણ સારી થાય છે. આ ધનાવહ શેઠની બેલી સાધારણમાં જાય. સંઘને આવક થાય. (આવા જ જુદા જુદા પ્રસંગે કરી સાધારણની આવક ઊભી કરવી જરૂરી પણ છે.) ટુકડીની બધી સાધ્વી મારવાડી કામળ ઓઢવાનું રાખે છે. ખેંચાઈને બહેનો આવે તે પુન્યવાની સારી છે. સમજાવવાની શક્તિ પણ છે.
- સાધ્વીશ્રી મૃગનયનાશ્રીજી – હાલારી કે કચ્છી માણસેમાં જે માનવીય સરળતા– સાહજિક્તા કે નિર્દોષતા જોવા મળે તેના કરતાં માલવામાં વધારે જોવા મળેલ છે. અનેક પ્રદેશમાં ફરવા છતાં મૃગનયનાશ્રીજીમાં એ જ સરળતા વર્ષોના દીક્ષા પર્યાય પછી આજે પણ છે. સાથોસાથ એમની વૈયાવચ્ચેનો જે અનુભવ થયો છે તે તે જીવનભર અવિસ્મરણીય રહેશે. ૨૦૪૭માં ભયંકર ગરમી પડેલી. વિહારમાં તબિયત લથડતાં અમારે સાધુને હેસ્પિટલમાં ભરતી કરવા પડેલા. એકથી સવા મિીટર ગામ દૂર. ગોચરી–પાણીની વ્યવસ્થા કેમ કરવી? મૂંઝવણનો પાર નહીં. એ સમયે વિહાર કરતાં મૃગનયનાશ્રીજી પણ ત્યાં આવેલા. ખબર પડી. અમારે સમુદાયના સાધવી સિવાય કઈ પરિચય નહીં. પૂછ્યું, તમારે શું કાર્યક્રમ છે? એમને વિહાર કરી જવાનું હતું. માલવામાંથી એમનાં સંસારી સ્વજને આવવાના તે ગામ પહોંચવાનું હતું, ત્યાંથી પ્રતિષ્ઠામાં જવાનું હતું. બધું કેન્સલ કરી રોકાણ. દરરોજ વ્યવસ્થા બરાબર કરાવવા સાથે એ ભયંકર ગરમી-ભારે શરીર, પરંતુ સવારે ૯ થી ૯-૩૦માં હોસ્પિટલે આવી જાય. આગલા દિવસનું કેમ હતું? સાધુ મહારાજને કેમ છે?—બધી ખબર કાઢીને જાય. મેં કહ્યું, તમે આવી ગરમીમાં ધક્કો ના ખાઓ. પરંતુ રોજ આવે. અમને વૈયાવચ્ચને લાભ કયાંથી?
સાવીશ્રી કમલપ્રભાશ્રીજી - પૂ. આનંદસાગરસૂરિજી મ.સા.ના સમુદાયનાં સાધ્વીશ્રી કમલપ્રભાશ્રીજી, જે માલવાને સાધ્વી તરીકે ઓળખાય છે તેમના જીવનની તપની વિશિષ્ટ આરાધના. ૧૦૮ વખત છઠ્ઠનો તપ કરી દરેક છ૮માં સિદ્ધાચલજીની સાત યાત્રા કરી ત્રીજે દિવસે ફરી સિદ્ધાચલજીની યાત્રા કર્યા બાદ પારણું કરતાં. કમસે કમ સિદ્ધાચલજીની યાત્રા શરૂ કર્યા બાદ નીચે ઊતરવા સુધી કશું જ ખાવા-પીવાનું નહીં એટલું પણ જે ગૃહસ્થ નકકી કરી તે મુજબ યાત્રા કરશે તે આ શ્રમણી રત્નની આરાધનાની અનુમોદના થશે.
- સાધ્વીશ્રી પુપાશ્રીજી:- પાલીતાણામાં ઘણો વખત રહેવાનું થયું તે સફલ કર્યુ. ૨૧ વખત ૯ કરી. યાત્રા કરવામાં તલ્લીનતા એટલી કે ગોચરી–પાણી–શરીરની તમા નહીં. અણુસમજુ છ દુગચ્છા કરીને કર્મ બાંધે પણ શાસ્ત્રીય રીતે બરાબર તેવાં કપડાં વગેરે, પાલીતાણાની કઈ ટૂંકમાં કે કઈ દેરીમાં કેટલા પ્રતિમાજી છે તે બધે ખ્યાલ. એક વખત પ્રસંગ બન્યા. હું નવ ટૂંકમાં દર્શન કરી રહ્યો હતેા. પાછળથી બૂમ મારી. મહારાજજી, આ બાજુ પધારો. મેં પૂછ્યું, કેમ? સામે દાદરો દેખાય છે તેના ઉપર જાઓ. ધાતુના ઘણું પ્રતિમાજી ત્યાં ઉપર છે. ૧ આદમી ચડી શકે તેવો દાદરો. ઉપરનું બારણુ જૂના વખતનું. પછી માત્ર અગાસી હશે કે કંઈ નહીં હોય તેવું લાગે. ઉપર ગયે. ઉપર રૂમમાં ત્રણ હારમાં ધાતુના લગભગ ૧૫૦ થી ૨૦૦ પ્રતિમાજી નીચે ઊતરી બીજાને વાત કરી, કે આજે પુષ્પાશ્રીએ ઉપકાર કર્યો. આટલા પ્રતિમાજીના દર્શન કરાવ્યા ત્યારે તે સાધ્વીજી કહે, આ તે સામાન્ય વાત છે. કેમ કે પોતે યાત્રા કરીને નીચે ઊતરતા હોય, ૧૧ વાગી ગયા હેય, અડધે રસ્તે આવી ગયા હોય અને રસ્તામાં કેઈ શ્રાવક-શ્રાવિકા મળે, પૂછે, કે પુષ્પાશ્રીજી મ. કેણ? કહે, કેમ? ફલાણા ગામમાંથી ફલાણા શ્રાવકે કહેલ છે કે પુષ્પાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org