________________
અચલગચ્છના પ્રભાવક પૂ. સાધ્વીમહારાજ
અચલગચ્છ (વિધિ પક્ષ)ના પ્રવર્તક પૂજ્ય આચાર્યપ્રવરશ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. સા. ના શાસનકાળમાં જ, તેઓશ્રીના જ વૈરાગ્યવાસિત ઉપદેશથી, તેમના શ્રમણ સંઘમાં પ્રથમ થયેલાં પૂ. સાધ્વીરત્ના શ્રી સમયશ્રીજી મહારાજની સાંનિધ્યે વિશાળ સાથ્વી પરિવાર પ્રવર્યો હતો. સમય-કાળબળે તેમાં પછી ચડતી-પડતી આવી હશે; પણ છેલ્લા ૪-૫ દાયકામાં અચલગચ્છમાં સાધ્વીમહારાજોની સંખ્યા તેમ જ શાસનપ્રભાવના ઉત્તરોત્તર વધુ ને વધુ થતી જોવા મળે છે. અચલગચ્છમાં પૂર્વ અને વર્તમાનમાં સાધ્વીસંઘનું પ્રદાન અને સંયમજીવન નોંધપાત્રરૂપે જોવા મળે છે. અહી આવા ઉન્નત શ્રમણસંઘના કેટલાક પ્રાપ્ત થયેલા પ્રભાવિકા સાથ્વીમહારાજેનો પરિચય આલેખીએ છીએ, અને છેલ્લા ૭-૮ દાયકામાં થયેલાં સાધ્વીમહારાજોની યાદી પણ જે પ્રાપ્ત થઈ છે તે પણ પ્રગટ કરીએ છીએ.
–સંપાદક.
અચલગ વિધિપક્ષના પ્રથમ શ્રમણીરતન મહત્તરા
પૂ. સાધ્વીજી શ્રી સમયશ્રીજી મહારાજ વિક્રમની બારમી સદીમાં થઈ ગયેલાં અચલગચ્છ (વિધિ પક્ષ)નાં આદ્ય સાધ્વીજી શ્રી સમયશ્રીજી મહારાજ અજોડ શાસનપ્રભાવિકા અને મહત્તરા સાથ્વીરત્ના હતાં. તે સમયે પાટણ ઉત્તર ગુજરાતનું એક મોટું વેપારમથક હતું. ત્યાંના કોટવાધિપતિ શ્રેષ્ઠીવર્ય મંત્રીશ્વર શ્રી કદર્પનાં એ પુત્રી હતાં. મંત્રીધર કર્યાં અને તેમનાં ધર્મપત્ની ગુલાબકુંવર ખૂબ જ ધમપરાયણ હતાં; પરંતુ પુત્રી સમાઈમાં ધર્મસંસ્કારો અંશ ન હતો. સુખસમૃદ્ધિ જ એમને મન બધું જ હતું. તે પ્રતિદિન સેના-હીરા-મોતી-પન્નાનાં કરોડ કરોડ મૂલ્યનાં આભૂષણો પહેરી પિતાની ૨૫-૨૫ સખીઓ સાથે નગરમાં મહાલતી. મોટા ભાગને સમય તેને શૃંગારમાં વીતતે.
એકદા વિધિપક્ષ (અલગ)ના પ્રવર્તક પૂ. આચાર્યશ્રી આર્ય રક્ષિતસૂરિજી મહારાજનું નગરમાં આગમન થયું. ત્યાગમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રીના પ્રથમ દર્શને જ સમાઈને નશ્વર દેહ અને શાશ્વત આત્મા વચ્ચેનો ભેદ સમજાઈ ગયો. મૂલ્યવાન આભૂષણ ઉપરને મેહ ઊતરી ગયો. પૂજ્યશ્રીના ધર્મલાભનો દિવ્ય ધ્વનિ તેના આત્માને સ્પર્શી ગયો. પૂજ્યશ્રીનું મંગલ પ્રવચન શ્રવણ કરવા ઉત્કંઠાભેર તે ઉપાશ્રયે પહોંચી ગઈ. પૂજ્યશ્રીના વૈરાગ્યરસ ફેલાવતા પ્રવચનમાં સમાઈ એકધ્યાન બની ગઈવૈરાગ્યભાવની ઉત્તરોત્તર વૃદ્ધિએ તેમને ત્યાગમા જવા તત્પર બનાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org