________________
શાસનનાં શ્રમણીરત્ન ]
| [ ૭૮૧ અમારા પૂ. ગુરુદેવને ગુણાનુવાદ કરવાની આ કલમમાં જે કે શક્તિ નથી, તથાપિ “ઉત્તમનાં ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” એ વાયાનુસારે અલ્પબુદ્ધિથી ચકિચિત્ લખવા પ્રેરાયા છીએ.
અમારા એ ગુરુદેવ વિરલ કોટીના ગુણસંપન્ન હતા. પુણ્યરાશિમાં પ્રાપ્ત થયેલ ઉજજવલ દેહ, મુખમાં માધુર્ય, આંખમાં અમૃત, હૃદયમાં કરુણું, ભક્તિના પ્રવાહ, વિવેકભર્યું આચરણ – આ બધા અજોડ કેટીને સગુણોને સુભગ સુમેળ એમના જીવનમાં થયેલ હતો.
કચ્છના કંઠી પ્રદેશમાં આવેલ રમણીય ભદ્રેશ્વરતીર્થનું માહામ્ય ઇતિહાસનાં પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકાયેલ છે. જેમાં પરમ ઉત્કૃષ્ટ શીલત્રતધારી વિજયશેઠ ને વિજય શેઠાણી અને દાનવીર શેઠ જગડુશાહની ભવ્ય ગાથા અજોડ છે. એ નયનાભિરામ પવિત્ર ભદ્રેશ્વરતીર્થની નિકટમાં ગુંદાલા ગામના નિવાસી શા. મુરજી પૂંજાભાઈને ત્યાં હીરબાઈની કુક્ષીએ સંવત ૧૯૪૨ના આસો સુદ ૧૦ના દિવસે એ પુણ્યશાળી આત્માનો જન્મ થયે. માતા-પિતાએ તે પુણ્યાત્માને ખીમઈબાઈનામ આપ્યું. બાલ્યકાળથી જ પૂર્વભવનાં વારસારૂપે ઔચિત્યાદિ શુભગુણેનો તેમના જીવનમાં વાસ હતો.
તત્કાલિન પ્રણાલીકા અનુસારે નાની ઉંમરમાં તેમનાં લગ્ન લાખાપુર ગામના રહીશ ડાહ્યાભાઈ સાથે થયાં. કમવશ લગ્ન બાદ થોડા સમયમાં ડાહ્યાભાઈએ દેહ છેડયો. જીવન એ કેવું ક્ષણભંગુર છે ! માનવીને ક્યા કાળે કાળની ઝાપટ લાગે તે ક૯પી શકાતું નથી. ઉપરોક્ત ઘટના બનતાં પૂજ્યશ્રીએ પોતાના જીવનને ધર્મકિયામાં પરોવ્યું. ત્યારપછી પિતાના મોસાળ પત્રી ગામમાં કેશવજી પંચાણને ત્યાં રહી ગુજરાતી વાચન-લેખનને અભ્યાસ કેળવ્યું. પઢમં નાણું ઓદયા” એ સૂત્રને લક્ષમાં રાખી સમ્યજ્ઞાનને મુક્તિનાં સોપાનસમ જાણી કોડાય ગામમાં તે સમયે સુંદર રીતે ચાલતી પાઠશાળામાં ૧૦ વર્ષ સુધી સંસ્કૃત અને ધાર્મિક જ્ઞાનામૃતનું પાન કર્યું. પછી દીવ દીવાને પ્રગટાવે તેમ પત્રી ગામમાં લખમણુજી કેશવજીએ બંધાવેલ જ્ઞાનશાળામાં ઘણી બહેનોને અભ્યાસ કરાવ્યું
સત્સંગ અને સંયમાભિલાષા : જ્ઞાની ગુરુમહારાજના સત્સંગથી તેઓ વધુ ને વધુ ધર્મમાં સ્થિર બનતાં ગયાં. ધીરે ધીરે તેમને સંસારનાં ભૌતિક સુખ પરત્વે વૈરાગ્ય જાગે. અને પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની એક ઉમદા અભિલાષા ઉત્પન્ન થઈ. તે વૈરાગ્યભાવને પ્રબળ બનાવવા તેઓશ્રીએ સંકલ્પ કર્યો. ઉત્તમ આત્માઓનું સંકલ્પબળ અજબ હોય છે. પ્રાયે સંકલ્પ કરતાં જ કાર્યસિદ્ધિ થવાના પ્રતીકરૂપ તેઓને સાથ-સહકાર મળતો રહે છે. તે જ અરસામાં દેવપુરનાં શા ખેરાજ કચરાની સુપુત્રી હશબાઈને તેઓશ્રીને સમાગમ થયે. સગુણાનુરાગી એ બે મુમુક્ષુઓને સુમેળ થયા બાદ તેઓશ્રીમાં સંસારવિરક્તિના અદ્ભુત ભાવોને વિકસાવવાને સવિશેષ અવકાશ મળે. તે પુણ્યાત્માઓએ કૂલ અને ફેરમની જેમ સાથે રહી જ્ઞાનગોષ્ઠિ દ્વારા, વિવિધ આરાધના દ્વારા સંચમાભિલાષાને દઢ બનાવી, અને પોતાનાં દેહને સંયમમાર્ગમાં આવતાં કષ્ટો અને પરિષહો સહન કરવા સમર્થ બનાવ્યું.
વીરપથે પ્રયાણ તેઓશ્રીએ સંયમ ગ્રહણ કરવાની શુભ ભાવના ગીતાર્થ ગુરુઓ પાસે વ્યક્ત કરી, ગુરુદેવેની અનુમતિ મળતાં પ૬ વર્ષની અવસ્થાએ હાલારદેશદ્ધારક પૂજ્ય દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. નાં શિષ્યરત્ન પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાવતિની પૂ. સાધ્વી શ્રી રૂપશ્રીજી મ. પાસે દેવપુર ગામમાં વિ. સં. ૧૯૯૯ ના વૈશાખ સુદ ૧૧ ના ભવતારિણી દીક્ષા અંગીકાર કરી. પૂજ્યશ્રીજીનું શુભ નામ જગતશ્રીજી અને હાંસબાઈનું નામ હીરશ્રીજી રાખવામાં આવ્યું. લાંબા સમયની ભાવના સફળ થતાં એમના આત્માએ આનંદવિભોર બની ગુરુવર્યોનાં અપૂર્વ આલંબન અને પ્રેત્સાહન દ્વારા સાધનામાર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org