________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૭૭૯ વરસથી તેઓ કેટલામાં સ્થિરવાસ હતાં. કેટડા ઉપર તેમણે ઘણે ઉપકાર કર્યો છે. કેટડાના શ્રીસંઘે પણ એમની અનમેદનીય વૈયાવચ્ચ કરેલી.
સમત્વભાવ : છેલ્લાં બે વરસથી શરીરે અસ્વસ્થ અને પરાધીન થવા છતાં તેઓશ્રીનો સમત્વભાવ ઉત્કટ હતે. એમનાં શિષ્યા પૂ. સા. શ્રી અમરેશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી જગતશ્રીજી મ.ના શિષ્યા-પ્રશિષ્યાઓ પણ હાજર રહેતાં.
અંતિમ વિદાયઃ અંતે સં. ૨૦૩૨માં માગસર સુદ બીજને દિવસ ગેઝાર નીવડ્યો. આ વખતે પૂજ્યશ્રીનાં પ્રશિષ્યાઓ પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી આદિ ઉગ્ર વિહાર કરી પહોંચી આવેલાં. પૂ. સા. શ્રી હીરપ્રભાશ્રીજી મ. આદિ પણ હાજર હતાં. સતત નવકાર મહામંત્રની ધૂન ચાલુ હતી. એ આરાધના સરોવરમાં ઝીલતાં ઝીલતાં આખરે બપોરના ત્રણ વાગે ૭૯ વર્ષની બુઝર્ગ વયે પૂજ્યશ્રીને જીવનદીપ સદાયને માટે બુઝાઈ ગયા. તેઓશ્રી સમાધિમૃત્યુને વર્યા.
ખરેખર ! આવા પવિત્રાત્માઓનું સંચમ જ આ વિશ્વનું રક્ષણ છે. અંતમાં એ પૂના પવિત્ર જીવનને નજર સમક્ષ રાખી સહ કે સર્વત્ર સંયમની સુવાસ ફેલાવે એ જ શુભેચ્છા ! કેટિ કેટિ વંદન હો એ પુણ્યાત્માને!
લિ. પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ.ના શિષ્યા સ. પુર્યોદયાશ્રીજી
—
—
જ્ઞાનનાં અખંડ આરાધિકા, ભદ્રપરિણામ પૂજય સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજ
સૌરાષ્ટ્ર દેશમાં જામનગર જિલ્લામાં ધર્મપુરીની ઉપમા પામેલું નમણું નવાગામ નામે ગામમાં દોઢિયા કુટુંબમાં ગોસર રાજા નામે એક ધમપ્રેમી શ્રાવક હતા. તેમનાં ધર્મપત્ની લીલાબાઈની કૂખે સ. ૧૯૬૬ મહા સુદ ૧૧ ના એક કન્યારત્નને જન્મ થયે. તેમનું નામ હીરબાઈ પાડયું. હીરબાઈ અનુક્રમે મોટાં થતાં માતા-પિતાએ તેનાં લગ્ન વીરજી માલદના સુપુત્ર નરશી સાથે કર્યા. હજી તે મેંદી રંગેલા હાથ પણ ભીના હતા ત્યાં નરસીભાઈ પટેલેકની વાટે સંચરી ગયા. મનુષ્ય ધારે શું ને થાય શું ! કમની લીલા ન્યારી હોય છે. નાની ઉંમરે માંડ બાર-તેર વરસ થયાં હશે ત્યાં આ કરુણ સ્થિતિ સર્જાઈ. જૂને જમાને હતો પણ કુટુંબ ધર્મિષ્ટ હતું. તેથી હીરબાઈને ધર્મમાં વાળી, દેવદર્શન, સામાયિક અને જપ-તપમાં જોડી દીધાં.
હાલારમાં દેઢિયા નુખ અચલગચ્છીય છે. નવાગામમાં પૂ. સાધ્વીશ્રી કસ્તૂરશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સાધ્વી શ્રી પદમશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કપૂરશ્રીજી મ. નું ચાતુર્માસ થયું અને હીરબાઈ નિત્ય દેરાસરે-ઉપાશ્રયે વધુ ને વધુ સમય જાવા લાગ્યાં અને પરિણામે પૂ.કપૂરશ્રીજી મ.ની પ્રેરણાથી તેઓ પ્રતિબંધ પામ્યાં ને દીક્ષા લેવાની ભાવના જાગી.
સં. ૧૯૮૧ માગસર સુદ ૨ના મુહૂર્ત આવ્યું. એક ચાતુર્માસમાં પ્રતિબધ પામી ચાતુર્માસ પૂરું થયે નવાગામની નમણી ધરતી પર પૂ. શ્રી ધર્મસાગરજી મ. ની નિશ્રામાં દીક્ષા થઈપૂ. સાધ્વીશ્રી કપૂરશ્રીજી મ. નાં શિષ્યા થયાં ને સાધ્વીશ્રી હરખશ્રીજી નામ પડ્યું. ત્યારથી ભણવા-ગણવા સાથે વડીલે ની સેવામાં લાગી ગયાં અને ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org