________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૮૦૩ દીક્ષા ગ્રહણ કરીને પૂ. વિચક્ષણ શ્રીજીના ટૂંક સમયમાં શાસ્ત્રાધ્યયન કરી, અનેક વિદ્યાઓના જ્ઞાતા બની, વિદુષી સાધ્વી તરીકે જાણીતા થયાં. મધુર વાણીમાં પ્રવચન આપવાની અદ્ભુત શક્તિ જોઈને તપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય યુગ–દિવાકર વિજયવલભસૂરિ મહારાજે તેમને જેન કેકિલા' કહીને સંબોધ્યા હતાં. પ્રવતિની જ્ઞાનશ્રીજી મહારાજના સ્વર્ગવાસ પછી આ સમુદાયને ભાર તેમના શિરે આવ્યો, જે સફળતાપૂર્વક વહન કરીને પોતાની દક્ષતા સિદ્ધ કરી.
તેઓશ્રી પ્રથમથી જ શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં રત રહેતાં. સમાજની ગરીબ મહિલાઓ માટે “ભારતીય સુવણ સેવા ફંડ” અમરાવતી અને જયપુરમાં સ્થાપવામાં આવ્યું. દિલ્હીમાં સહનશ્રી-વિજ્ઞાનશ્રી કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. રતલામમાં સુખસાગર જૈન ગુરુકુળની સ્થાપના કરાવી.
પૂજ્યશ્રીની વિચક્ષણ અને લલિતમધુર વાણીથી અનેક મહિલાઓ પ્રભાવિત થઈને પ્રવજ્યા પંથે વળી. પરિણામે તેમની શિષ્યાઓની સંખ્યા ૫૦ ઉપર પહોંચી.
સં. ૨૦૩૩ માં તેમને છાતીમાં કેન્સર થયું. કર્મનું ફળ છે તેમ માનીને પિતે “તનમાં વ્યાધિ, મનમાં-સમાધિનું સૂત્ર અપનાવી શાંત રહ્યાં. સં. ૨૦૩૭ ના વૈશાખ સુ ક ને શનિવારે દાદાવાડી, જયપુરમાં સ્વર્ગવાસ પામ્યાં.
તેઓશ્રી કમલ' ઉપનામથી પદ-ભજન લખતાં. તેમનાં ઘણાં કાવ્યો ભાવિકમાં વિખ્યાત થયાં. અંતિમ સમયે તેમણે પ્રવતિની પદ સજ્જનશ્રીજીને સેપ્યું અને પિતાના સાધ્વી-સમુદાયને ભાર પિતાની પ્રથમ શિષ્યા અવિચલશ્રીને સેપ્યો. આમ, પૂ. વિચક્ષણશ્રીજી યથાનાગુણ ઉત્તમ પ્રવચનકાર, સફળ કવિતાકાર અને સમર્થ શાસનાનુરાગી સાધ્વી હતાં.
પૂ. સા. શ્રી સજજનશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ ગુલાબી નગરી જયપુરમાં સં. ૧૯૬૫ ના વૈશાખી પૂર્ણિમાને દિવસે થયો હતો. પિતા ગુલાબચંદ અને માતા મહેતાબદેવી ધાર્મિક જીવન જીવતાં હોવા છતાં સંતાન જીવતાં નહીં. એવી સ્થિતિમાં પુત્રી સજજનકુંવરીનો જન્મ માતા-પિતાને મન જીવનની ધન્યતાને પ્રસંગ હતો. પિતાની લાડલી સજન માતા પાસેથી બાળપણથી જ ધાર્મિક સંસ્કારો પામી. ઉપરાંત નવ વર્ષની વય સુધીમાં તો સંસ્કૃત, હિન્દી, ગણિત આદિ વિષયેનું વ્યવહારજ્ઞાન અને ધર્મશાસ્ત્રનું અને ધર્મવિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. બાર વર્ષની વયે સજજનકુમારીનાં લગ્ન જયપુરમાં જ ગોલેચ્છા કુટુંબમાં કલ્યાણમલજી સાથે થયાં. પરંતુ સજ્જનકુમારીનું મન સંસારમાં સહેજે લાગતું ન હતું. જપ-તપ અને શાસ્ત્રાભ્યાસ ચાલુ હતાં. તેમનામાં કવિવશક્તિ હતી, તેથી ભક્તિપદોની રચના કરતાં. એમાં પ્રવતિની જ્ઞાનશ્રીજી મ. સા.ના સંપર્કમાં આવતાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગી; પહેલાં તે પતિ અને કુટુંબીજનેની અનિચ્છા હતી; પણ પિતાના દઢ નિશ્ચયને વિજય થ અને સં. ૧૯૯૮ ના અષાઢ સુદ બીજને શુભ દિને દીક્ષા અંગીકાર કરી સજજનશ્રીજી નામે ઘોષિત થયાં.
પૂજ્યશ્રીના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં તેમના ભારતવર્ષના વિહારને અગ્રસ્થાને મૂકી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org