________________
શાસનનાં શ્રમરને ]
[ ૮૧૭ કમે ક્રમે દઢ બની અને દીક્ષા લેવાનો સંકલપ કર્યો. કુટુંબીજનેની સંમતિ મેળવવામાં સફળ થયાં. એવામાં સં. ૧૯૪૮ ના ફાગણ સુદ બીજે બીજી દીક્ષા થતી હતી તેમાં પિતાનું નામ જોડી દીધું. પૂ. શ્રી કુશલચંદ્ર ગણિવર્યજી હસ્તક બે બહેનની દીક્ષા થતી હતી, તેમાં પોતે પણ તૈયાર થઈ ગયાં. સંસારી વેબ ત્યજીને ચારિત્રવેશ ધારણ કર્યો. પૂ. શ્રી શિવશ્રીજી મહારાજનાં શિખ્યા તરીકે સાધ્વીજી લક્ષ્મીશ્રીજી નામથી જાહેર થયાં.
પૂ. શ્રી લક્ષમીશ્રીજી મહારાજ પંચમહાવ્રત અને પંચાચારનું પાલન કરતાં ગુરુનિશ્રામાં ઘણે સમય વિચર્યો. અનુક્રમે પિતાને પણ શિષ્યા–પરિવાર થતાં ગુર્વાજ્ઞાથી અલગ ચાતુર્માસ થતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં, સ્વ–પર કલ્યાણ સાધતાં અને શાસનપ્રભાવના કરતાં રહ્યાં અને નિજ કીતિધ્વજા ફરકાવતાં રહ્યાં.
પૂજ્યશ્રી સ્વાધ્યાય અને સાધનામાં સદા નિમગ્ન રહેતાં. બહેને અને બાલિકાઓને પ્રેમથી અને ખંતથી ધાર્મિક અભ્યાસ કરાવતાં. તેમનું વાત્સલ્યભર્યું વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તેમ જ પ્રસન્ન મધુર ચહેરે અન્ય પર પ્રથમ દષ્ટિએ જ પ્રભાવ પાથરતા. જ્યાં જ્યાં જતાં, ત્યાં ત્યાં સૌનાં દિલ જીતી લેતાં. ધર્મરાગી જનેને દમભાવમાં સ્થિર કરતાં. વૈરાગ્યભાવી જનોને પ્રતિબંધીને સંયમમાગે સંચરવા પ્રેરણા આપતા. તેથી થેડા સમયમાં સૌમાં પ્રિય થઈ પડ્યાં હતાં. જ્યાં જયાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધાર્મિક ઉત્સવ ઉજવાતા, અનેકને વ્રતનિયમો ઉચારાવતાં, ધર્મક્રિયા પ્રતિ અંતરભાવ જગવતાં. આમ, તેમની નામના મેર ફેલાઈ હતી.
પરંતુ નામ એનો નાશ નિશ્ચિત છે. સમય જતાં તબિયત વધુ નાદુરસ્ત બની. વધુ નબળાઈ આવતી ગઈ. વિ. સં. ૨૦૦૪ની સાલમાં નવાવાસ શ્રીસંઘના ભાવિકેને વિચાર થયો કે, આપણા ગામવાસી પૂ. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજની તબિયત અનુકૂળ રહેતી નથી, તો તેમને ચાતુર્માસ માટે વિનંતી કરીએ, જેથી સેવા-ભક્તિનો લાભ મળે. શ્રીસંઘની વિનંતીથી પૂજ્યશ્રી નવાવ સ ચાતુર્માસ પધાર્યા. સંઘમાં આનંદ છવાઈ ગયે. ચાતુર્માસ દરમિયાન શ્રીસંઘે સારી એવી સેવા કરી લાભ લીધે. ડો. રતિલાલભાઈ અને અન્ય શ્રાવકે પણ ખડે પગે હાજર રહેતા. પરંતુ, વૃદ્ધાવસ્થાને લીધે કેઈ ઔષધ કામિયાબ નીવડતું ન હતું. શરીર વધુ ને વધુ અશક્ત થતું જતું હતું. ચાતુર્માસ પછી વિહાર શક્ય ન હતું. બીજું ચાતુર્માસ પણ ત્યાં જ સ્થિરતા કરવાનો આગ્રહ થતાં ત્યાં જ રહ્યાં સમસ્ત અને શિપ-પ્રશિગ્યા પરિવાર ખડે પગે સેવાચાકરી કરતે ૨હ્યો. પર્યુષણ પર્વમાં તબિયત વધુ લથડી. ચોર્યાશી લાખ જીવાની સાથે ખમત-બામણ કરતાં પૂ. શ્રી લહમીશ્રીજી મહારાજ પિતાની જીવનમર્યાદા શાંતિપૂર્વક સમાપ્ત કરી, વિ. સં. ૨૦૦૫ના ભાદરવા સુદ બીજને ગુરુવારે બપોરે ૨-૩૦ વાગે પંડિતમરણ સાધી પરલોકગામી બન્યાં. પોતાના વિશાળ શિખ્યા -પ્રશિષ્યા પરિવારને અને સકળ શ્રી સંઘને ચોધાર આંસુએ રડતાં મૂકી સ્વર્ગવાસી બન્યાં.
આવાં સુશીલ સાધ્વીજી સ્વર્ગવાસ પામવાથી સંઘમાં ખેટ પડી. તેઓશ્રીના સદૂભાવી ગુણોને સંભારતાં, યાદ કરતાં, શ્રીસંઘે શ્રી ઘેલાભાઈ મુનશીના પ્રમુખપદે ગુણાનુવાદ સભા યોજી. લેખિત અને મૌખિક ગુણ ગવાયા. તેમનાં મુખ્ય શિષ્ય પૂ. શ્રી તત્ત્વશ્રીજી મહારાજે શ્રીસંઘે ચૌદ મહિના સતત સેવા કરી સંતોષ આપે અને પૂ. ગુરુણી જ્યાં જનમ્યાં ત્યાં સ્વર્ગવાસ પામ્યાં એનો આનંદ વ્યક્ત કર્યો, અને આશીર્વાદ આપ્યા. આત્મશ્રેયાથે ભક્તિ મહોત્સવ ઊજવાયે ગામેગામ પ્રભુપૂજઓ ભણાવાઈ પાખીઓ પાડવામાં આવી અને સૌ ગુગુણમાં નિમગ્ન બની રહ્યાં.
એવાં એ વાત્સલ્યમૂતિ ગુરુણીને કેટિશઃ વંદના!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org