Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 861
________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૮૨૩ અને તેમનાં બે દીકરા-દીકરી પણ અભ્યાસ કરવા લાગ્યા. આમ, એક કુટુંબમાંથી પાંચ દીક્ષાર્થીઓ એકીસાથે તૈયાર થયા. પણ નાની બાળાઓને દીક્ષા આપવા માટે જાગેલા વિરોધવંટોળમાં આ બાળાઓ અટવાઈ ગઈ. આખરે સત્યને વિજય થતાં શ્રી પાર્ધચંદ્રગ૭ના શિરોમણિ રૂપ પૂ. શ્રી જગતચંદ્રજી મહારાજ (બાપજી), પૂ. શ્રી સાગરચંદજી મહારાજ સપરિવાર ઉનાવા પધાર્યા અને પૂજ્યશ્રીની શુભ પ્રેરણાથી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૩ ના દીક્ષા દિવસ નિર્ધારિત થયે. અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક બંને કુમારિકાઓને ભારે ઠાઠથી દીક્ષા આપવામાં આવી. કારણસંગે ચંદ્રાબહેનનું નામ પૂ. શ્રી ચારિત્રશ્રીજી રાખી પૂ. શ્રી મહોદયશ્રીજી મહારાજને શિષ્યા અને શકરી બેનનું નામ પૂ. શ્રી સુનંદાશ્રીજી રાખી પૂ. શ્રી પ્રાંતિશ્રીજી મહારાજનાં શિખ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. વિધિની વિચિત્રતાના યેગે પૂ શ્રી ખાંતિશ્રીજી મહારાજ આ શુભ પ્રસંગે હાજર ન હતાં. તેમને તારથી ખબર આપવામાં આવ્યા. બાળપણમાં બોલેલાં વચને યથાર્થ કરી, કટીમાંથી પસાર થઈ સુવર્ણ રૂપ બનેલાં પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ જ્યારે પિતાનાં ગુણને મહેસાણા મુકામે મળ્યાં ત્યારે કટપૂર્વક ઈટને મેળવવાને અવર્ણનીય આનંદ અનુભવ્યું; અને ગુરુભાવમાં આરેપિત બની ગયાં. અમદાવાદ-શામળાની પળે વૈશાખ સુદ ૩ના દિવસે બંને નૂતન સાધ્વીજીઓને વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રીએ પ્રકરણજ્ઞાન તો પહેલેથી જ મેળવેલ હતું. અર્થજ્ઞાન બાકી હતું તે પૂર્ણ કર્યું. પૂ. ગુરુણીએ પંડિત રેકીને સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોને અભ્યાસ કરાવ્યો. આગમ આદિના વિપુલ સાહિત્યવાચનથી સમ્યજ્ઞાન પુષ્ટ બન્યું. પ્રાકૃતનું જ્ઞાન મેળવી શાસ્ત્રવાચન સમૃદ્ધ બનાવ્યું. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી અને તર્કસંગ્રહ આદિ ન્યાયના શાસ્ત્રીય જ્ઞાનથી દ્વાદશાંગીને સાર જાણ્ય. આ રીતે પોતાના ક્ષપશમ મુજબ વિદ્વત્તા અને વાણી એકરૂપ બન્યાં. વિશિષ્ટ પ્રકારની વકતૃત્વશક્તિ ખીલતી રહી. તેઓશ્રી આ વિદ્વત્તા અને વાક્ચાતુર્યથી પાટ પર બેસીને કે ઊભા થઈને વ્યાખ્યાન આપતાં ત્યારે ગહન વિષય સાવ સરળ બની જતા. અનુપમ શૈલીના અજબ આકર્ષણથી સર્વ શ્રોતાજને ડેલી ઊઠતા. ગુરુનિશ્રામાં રહી જ્યાં પધારતાં ત્યાં ધર્મ યુગ મંડાઈ જતો. પછી એ સ્થાન શહેર હોય કે ગામડું; ત્યાંનાં લેક ધર્મમય વાતાવરણમાં આનંદી ઊઠતાં. તેઓશ્રીને શિષ્યા પરિવાર પણ સુગ્ય અને સુવિનીત હતું. પરિણામે, એક એક ચાતુર્માસ, એક એક તહેવાર, એક એક મહોત્સવ સૌના દિલમાં હર્ષની અમીવર્ષા વરસાવી જતા. એક એક ઉજજવલ પ્રસંગે આલેખતાં ગ્રંથસ્વરૂપ બની જાય, એવી તેમની નિશ્રાને પ્રભાવ હતે. વિલક્ષણ છતાં સરળ સ્વભાવી, ઉપરથી કઠેર છતાં અંતરથી કેમલ વ્યક્તિત્વ ધરાવતાં પૂજ્યશ્રી વર્ષો સુધી ગુનિશ્રામાં વિચર્યા. શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધતાં ગુરુ આજ્ઞાથી વિ. સં. ૨૦૨૩ થી અલગ ચાતુર્માસની આજ્ઞા થઈ. ગુરુના અંકમાં મસ્તક મૂકી, વિયેગનાં આંસુથી ગુરુનાં ચરણ પખાળી મુંબઈ તરફ વિહાર કર્યો. અત્યાર સુધી ગુરુ સાથે જ્યાં જ્યાં કુમકુમ પગલે પધારતાં ત્યાં ત્યાં ધમસ્ત્રોતસ્વિની વહી નીકળતી. હવે મુંબઈ પધાર્યા. પ્રથમ ચાતુર્માસ કચ્છી જૈન મહાજન વાડી, પાલા ગલી, ભાત બજારમાં થયું. શ્રોતાજનેથી મહાજનવાડી ઊભરાવા લાગી. આ ચાતુર્માસમાં વીરવાણીનો પ્રકાશ આખા મુંબઈ પર પથરાઈ ગયે. અનેકવિધ તપસ્યાઓ થઈ તપસ્વીઓએ આકર તપ કરીને કર્મો તપાવ્યાં. તેમનાં શિષ્યા સાધ્વીશ્રી સ્વયંપ્રજ્ઞાશ્રીજીએ પહેલીવાર ૫૧ ઉપવાસની તપસ્યા ભારે સમતાભાવથી કરી તેમને પારણાં–મહોત્સવ ઠાઠમાઠથી ઊજવાયે. મુંબઈમાં આઠ વરસની સ્થિરતા દરમિયાન પોતાનાં અને પરિવારનાં અલગ અલગ ૧૭ ચાતુર્માસોને લાભ મુંબઈ શહેરને મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958