________________
શ્રમણી સુકૃત અનુમોદનાના પ્રસંગે
–મુનિશ્રી સુધસાગરજી મહારાજ શ્રામસ્યાનુરાગી શ્રી નંદલાલભાઈના શાસનનાં શ્રમણરત્ન પુસ્તકમાં લખવાની મને જે તક મળી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.
મારા જન્મદિવસ, દીક્ષા દિવસ, શ્રી નેમિનાથ ભગવંતના પાંચ કલ્યાણક દિવસે હું કેટલું સ્મરણ કરું છું એમાં સુકૃત અનુદના રૂપ પૂર્વાચાર્યો, કેટલાક ગ્રન્થકર્તાઓ, સ્વ–સમુદાયના વડીલે, અન્ય સમુદાયના ચેકસ ગુણવાળા પૂ. આચાદિ સાધુ-સાધ્વીઓ તથા ઉપકારી શ્રાવકશ્રાવિકાને સ્મરણ કરું છું.
“શાસનનાં શમણીરત્નો” પત્રિકા મારા ઉપર આવી. મન મુખ્ય થઈ ગયું. મોટા ભાગે આવાં પુસ્તકોમાં અર્ધસત્ય લખાણ છપાતાં હોય છે. દિવસે દિવસે એનું પ્રમાણ વધતું જાય છે. જે-તે ક્ષેત્રના ધ્યેયને વરેલા જે ખરેખર સારા જીવે છે તે ચૂપચાપ પોતાનું કાર્ય કરે છે.
આ પુણ્યપ્રકોપ વધી ગયું અને ત્રણ-ચાર પ્રસંગો વિચારોના વાળ વચ્ચે આવ્યા, તે શ્રમણીના લખી દીધા. ઉતાવળથી લખેલું. અક્ષરો જેમતેમ. સાથે ચિઠ્ઠી લખી, કે તમારી ચોપર્ડમાં શ્રમણીઓનાં લખાણ આવશે, તેમાં કેટલું સાચું, તે ભગવાન જાણે; પણ આ મારી આંખ સામે બનેલા પ્રસંગો લખ્યા છે તે છાપશે. મારા મનમાં એમ હતું કે સંપાદક અકળાશે, પણ જો એ ખરેખરો કાઠિયાવાડી સંસ્કારવાળા હશે, તે મારી વાત સો ટકા સ્વીકારશે. પરિણામ મારી દાણા બહાર આવ્યું. લખ્યા પછી બીજે દિવસે ભૂલી ગયેલું. ત્યાં શેડા જ દિવસમાં નંદલાલભાઈની ટપાલ આવી. “હૃદયસ્પર્શી પ્રસંગે છે. આવા જેટલા ખ્યાલમાં હોય તેટલા મેકલે. તમારા નામથી જુદા છાપીશું.” મારા મનમાં સંતોષ થે. માણસનું હૈયું તો કાઠિયાવાડી સંસ્કારસભર છે. બિનઅનુભવી ગુજરાતીઓ એમ બોલતા હોય છે કે કાઠિયાવાડીની પાઘડીમાં આંટા એટલા પેટમાં આંટા. એમ બોલનાર બિચારો ઈતિહાસ છેટો ભણેલો છે. શૂરા-પૂરા-સંતસતીની આ ધરતીની ઓલાદની ઇતિહાસમાં નોંધ જ થઈ નથી.
ટપાલ અને ટેલિપથી બંને કામ કરવા લાગ્યાં. જેમ જેમ પ્રસંગો યાદ આવતા ગયા તેમ તેમ લતા ગયા. કેટલાંક કારણસર બધા પ્રસંગો નથી લખી શક્યો. દા. ત. દીક્ષાની શરૂઆતમાં હું રોજ દેવવંદન નહિ કરતે. સ્તુતિઓ બેલવાની, ચૈત્યવંદન કરવાનું, મને રોજ દેવવંદન શરૂ કરાવનારાં સાવ જ હતાં. તેવી જ રીતે, એક ચોમાસામાં પર્યુષણ પછી મારી વ્યાખ્યાન રા_વાની ઇચ્છા નહોતી. વ્યાખ્યાન બંધ થાય એટલે આરાધના બંધ જ હોય. પરંતુ એક સાધ્વીછએ જ વ્યાખ્યાન ચાલુ રખાવડાવ્યું. પરિણામે પર્યુષણ પછી ઘણી જ આરાધનાઓ થઈ, જે પયુષણ પહેલાં નહતી થઈ. આમ છતાં તેમને હું આ નંદમાં ટાંકી શકતો નથી, તેનું દુઃખ છે.
સામાન્ય માણસના જીવનમાં પણ ક્યારેક ક્યારેક સારા પ્રસંગો (નિઃસ્વાર્થી બનતા હોય છે. મેક્ષે ન જવાય ત્યાં સુધી સતઅસત્ની ચડતી-પડતી ભવ્ય જીવોને ચાલ્યા કરે છે. આત્મકલ્યાણ સાધવા, જન્મ-મરણથી મુક્ત થવાની દિશામાં ચાલતાં શ્રમણ-શ્રમણીઓના જીવનમાં અનેક જીને પ્રેરણાદાયી પ્રસંગે બનતા જ રહે છે. તેમાંના ૯૯% પ્રસંગે કયાંય બહાર પણ આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org