________________
શાસનનાં શ્રમણીરત્ન ]
|| ૮૨૫ “સાહિત્યરત્ના” પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ-સુતેજ'
કચ્છની પાવન ધરા પર રળિયામણું મટી ખાખર ગામ છે. એ ધરા પર વર્તમાનમાં સવ ગોમાં તેમ જ સ્થાનકવાસીઓમાં પણ ૭૦ આસપાસ દીક્ષાઓ થઈ છે. એમાં માટી ખાખરની પણ ખરી અને આસપાસના ગામની પણ ખરી. એ પવિત્ર ધરતી પર પિતા રવજીઈ અને માતા વલભાઈને ત્યાં એક પુત્રીરત્નાને જન્મ થયે. જન્મસ્થાન મુંબઈ હતું. બાળાનું નામ કચ્છી ભાષાના સંસ્કારે ઉમરબાઈ ઉફે ઊર્મિલા રાવામાં આવ્યું. શાંત અને સરળ સ્વભાવી ઉર્મિલા મિતભાષી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે રણને અભ્યાસ કરીને લખતાં-વાંચતાં શીખી. વાંચતાં આવડ્યું તે સાથે જ તેને વાચનશોખ કેળવાશે. ધાર્મિક વાચન અને અદયનમાં ખૂલે રસ પડવા લાગે અને પરિણામે આત્માને પુષ્ટિ મળવા લાગી; જીવનને દિશા મળવા લાગી અને વૈરાગ્યભાવના અંકુર ફૂટ્યા. વિ. સં. ૨૦૦૦ માં પૂ. શ્રી કાંતિશ્રીજી મહારાજ અને પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ ઠાણા એ મેટી ર ગામે ચોમાસું પણ ત્યારે બાર વર્ષની ઉમિલાનાં હૃદયમાં ગુરુજ્ઞાનને પડઘો પડ્યા. સં. ૨૦૦૪માં ફરી તેઓશ્રીનું ચેમાસું થતાં, અને બાળ ઊર્મિલાની વય વધુ પરિપકવ થતાં, સંસારની નિઃસારતાનું ભાન થતાં; ગુરુ-સહવાસનું ઘેલું લાગ્યું. અગાઉ વવાયેલાં કમબીને અંકુર ફટા. એ ચાતુર્માસની શરૂઆતમાં જ ગામમાં એક વૃદ્ધ ગંગામાને સ્વપ્ન આવ્યું કે આપણા ગામની એક દીકરીની દીક્ષા વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ
ને દિવસે ચડતા પહોરે આ જ ગુરુજી પાસે થશે. ત્યારે હજી ભીતિયા પંચાંગ આવ્યાં ન હતાં. પરંતુ દિવાળી ઉપર આવ્યા ને જોયું તે માગસર સુદ ૬ને સેમવાર જ હતો!
આટલી વાત પરથી સૌને સમજાયું હતું કે આ વર્ષે નકી કંઈક થશે જ. ત્યારે ઉર્મિલાને પણ પિતાનાં સ્વપ્ન સાકાર થવાના સંક૯પે થવા માંડ્યા હતા. મહાપુરુષ અને મહાસતીઓનાં ચારિત્રવાચનથી તેને સંયમને સુંવાળ પંથ અને સંસારને કાંટાળે રસ્તે સાફ દેખાવા લાગ્યા હતા. પત્ર લખીને મુંબઈ પિતાજીને જાણ કરી. દિવાળી પછી પિતાજીએ દેશમાં આવીને દીકરીની રિક્ષા લેવાની ભાવનાને જાણી, પૂર્ણતાને પિછાણ રજા આપી. જોશી પાસે મુહૂર્ત જેવરાવતાં પેલું મુહૂર્ત જ આવ્યું! ચાતુર્માસના નિયમ મુજબ કારતક વદ ૧ના ગુરુજી બાજુના ગામે વિહાર કરી પધાર્યા. કુટુંબીઓએ સહમતિપૂર્વક આપેલ મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવી એમ નક્કી થયું. પિતાજીએ સંઘને સઘળી વાતની વાકેફ કર્યો. બે બે ચાતુર્માસને લીધે પૂ. ગુરુજી પ્રત્યે સર્વના પ્રીતિ–ભક્તિ અજબ જામી હતી. એમાં દીક્ષા નકકી થતાં સર્વનાં મનના મેરલા નાચી ઊઠડ્યા! આટલી નાની વયની બાળાને દીક્ષા આપવાની વાતને કેટલાકએ વિરોધ કર્યો. એક હાઇ ૫, ગુરુજીને ત્યાં સુધી કહી આવ્યા કે, આટલી કુમળી વયની બાલિકાને દીક્ષા આપશે તે ત્રીજા વિહારમાં જ મરી જશે. પૂ. ગુરુજીએ તેમને ચગ્ય ઉપદેશ આપી શાંત પાડ્યા. ગામના આગેવાન ધર્મરાગી શ્રાવક ધનજીભાઈ હીરજીએ પિતાની દીકરી તરીકે મહોત્સવ પૂર્વક દીક્ષા આપવાનો નિર્ધાર કર્યો. એ દિવસે હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા પ્રસંગ ઊજવાય. નૂતન વેશમાં નૂતન સાધ્વીજી અત્યંત દીપી ઊઠયા. પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં પટ્ટશિષ્યા તરીકે શ્રી વસંતપ્રભાશ્રીજી નામથી ઉઘેષિત કરવામાં આવ્યાં. તે જ દિવસથી નવદીત સાવ એ “ગુરુ આજ્ઞા સદા અવિદારણીયા” એ સુભાષિતને આત્મસાત્ કરી લીધું. સમગ્ર જીવન થરણે જ રામમિત કરી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org