________________
૮૨૪ /
[ શાસનનાં શ્રમણીરત્ન એક ચોમાસું પૂના ઉનાવાવાસીઓની તેમ જ બચુભાઈ વિક્રમ પરિવારની વિનંતીથી જાહોજલાલીપૂર્વક થયું ત્યાં પણ તપની હેલી જામી. ૧૭ મહાપૂજન સાથે ૧૧ ભાગવતી દીક્ષાઓ મુંબઈના આંગણે થઈ છે વ્યક્તિના એક કુટુંબને પ્રતિબંધી આપેલ દીક્ષા પ્રસંગે હિન્દમાતા, દાદર, ચર્ચમાં ૨૫ હજાર ઉપર જનસંખ્યા હાજર હતી. એ ચાતુર્માસિક ઠાઠ, એ દીક્ષા પ્રસંગે, એ પૂજને, એ મહેન્સ કદી ભૂલ્યા ન ભુલાય એવી છાપ ઉપસાવી ગયા. હજારોની સભામાં સાધ્વીજી તરીકે વ્યાખ્યાન આપવાં, પાટ ઉઘર બિરાજમાન થયેલ પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજને નીરખવા એ એક આનંદને પ્રસંગ બની જતે.
પૂજ્યશ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન-નાગોર, બિકાનેર, જોધપુર, જેસલમેર, મહારાષ્ટ્ર-પૂના, જનર, મંચર, આંબેગામ સુધી વિચરી સાચા ધમપ્રભાવિકા બન્યાં. જિનમંદિરના જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિર, જ્ઞાનમ દિર, ઉપાશ્રયનાં નિર્માણ આદિ કાર્યો પણ તેમના ઉપદેશથી બહુ મોટી સંખ્યામાં થયાં. પચપદરા નૂતન જિનમંદિરના જિનભક્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક કરોડ ૩૦ લાખની ઉછામણી થઈ ત્યારે એક આચાર્યશ્રી કરતાં પણ સવિશેષ પ્રભાવ પૂ. શ્રી સુનંદાશ્રીજીનો હતો, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. સં. ૨૦૪૫નું ચાતુર્માસ પિતાની જન્મભૂમિમાં કરી, ૪પ છેડનાં ઉજમણાં સાથે, પિતાના ૫૬ વર્ષના સંયમપર્યાયને મહોત્સવ ઊજવ્યું. આ પ્રસંગ પણ અવિસ્મરણીય છે.
પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સંયમપર્યાયમાં એક એકથી ચડિયાતાં ચાતુર્માસ થયાં; મહાન શાસનપ્રભાવના પ્રવતી. તેઓશ્રી ૭૪ વર્ષની વયે, તત્ત્વત્રયીની સાધના અને રત્નત્રયીને સંશોધનપૂર્વક જોધપુર મુકામે વિ. સં. ૨૦૪૯ના સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. એવાં એ પરમ આદરણીય શ્રમણીરત્ના પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી કુટુંબમાંથી દીક્ષિત
આત્માઓની નામાવલિ સંસારી કાકા : સ્વ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. સંસારી કાકાના સુપુત્ર : સ્વ. પૂ. શ્રી મહોદયસાગરજી મ.
.: સ્વ. પૂ. પન્યાસ શ્રી અભયસાગરજી મ. સા પિતાના મામા : પૂ. શ્રી અમૃતવિજયજી મ. સા. સંસારી કાકી : પૂ. શ્રી સગુણાશ્રીજી મ. કાકીની સુપુત્રી : પૂ. શ્રી સુલભાશ્રીજી મ.
કાકીનાં બા : પૂ. શ્રી અજિતાશ્રીજી મ. પિતાની નાની બહેન : પૂ. શ્રી સુમંગલાશ્રીજી મ. (સ્વશિખ્યા) બીજી નાની બહેનની સુપુત્રીઓ : પૂ. હિતેાદયાશ્રીજી મ.
પૂ. સુરક્ષાશ્રીજી મ.
પૂ. વિશ્વોદયાશ્રીજી મ. નાની બહેન સુભદ્રાબહેન : પૂ. શ્રી યમગુણાશ્રીજી મ.
તથા ભત્રીજી : પૂ. શ્રી કૃતિનંદિતાશ્રીજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org